Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • અમદાવાદ જિલ્લા એન.એસ.યુ.આઈ.નું સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવી

અમદાવાદ જિલ્લા એન.એસ.યુ.આઈ.નું સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવી

ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ. દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે તેના અંતર્ગત આજરોજ અમદાવાદ જિલ્લા એન.એસ.યુ.આઈ. ની સદસ્યતા અભિયાનનું શુભારંભ કરવામાં આવ્યો હતો. 

Ahmedabad December 21, 2024
અમદાવાદ જિલ્લા એન.એસ.યુ.આઈ.નું સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવી

અમદાવાદ જિલ્લા એન.એસ.યુ.આઈ.નું સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવી

ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ. દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે તેના અંતર્ગત આજરોજ અમદાવાદ જિલ્લા એન.એસ.યુ.આઈ. ની સદસ્યતા અભિયાનનું શુભારંભ કરવામાં આવ્યો હતો અને આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવશે જેમાં એક લાખ કરતા પણ વધુ વિદ્યાર્થીઓને એન.એસ.યુ.આઈ. સાથે જોડવામાં આવશે.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ પાસે ડીગ્રી છે પરંતુ નોકરી નથી, ખાનગી યુનિવર્સિટીઓ બેફામ ફી ઉઘરાવે છે, વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ મળતી નથી તેની સામે એન.એસ.યુ.આઈ. સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે. વિદ્યાર્થીઓને સદસ્યતા અભિયાનમાં જોડીને આગામી સમયમાં તેમના હક્ક માટે અવાજ ઉઠાવશે.

વધુમાં ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, એન.એસ.યુ.આઈ.નું આ સદસ્યતા અભિયાન ૨૬ જાન્યુઆરી, ૨૦૨૫ સુધી ચાલશે અને સમગ્ર ગુજરાતમાં એન.એસ.યુ.આઈ.ના હોદ્દેદારો કોલેજ કેમ્પસ અને યુનિવર્સિટીઓમાં સદસ્યતા અભિયાન કરી વિદ્યાર્થીઓને પોતાના પ્રતિનિધિઓ સાથે જોડશે. હાલના સમયમાં વિદ્યાર્થીઓની દિન પ્રતિદિન સમસ્યાઓ વધી રહી છે. મહાત્મા ગાંધી અને સરદારની ભૂમિ ઉપર ડ્રગ્સના અનેક મામલાઓ સામે આવી રહ્યાં છે અને તે કોલેજ-યુનિવર્સિટીના કેમ્પસ સુધી પહોંચ્યા છે અને તેના લીધે વિદ્યાર્થીઓનું તેમના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યાં છે તેનો પણ અવાજ ઉઠાવવામાં આવશે.

આ સદસ્યતા અભિયાન અમદાવાદ જિલ્લામાં શરૂઆત કરવા પ્રસંગે અમદાવાદ શહેર એન.એસ.યુ.આઈ. પ્રમુખ તિલકરામ તિવારી, ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ. પ્રવક્તા હર્ષ ચૌહાણ અને અંકિત વાઘેલા, પ્રદેશ મહામંત્રી રાહુલ ગમારા, પ્રદેશ મંત્રી જયસિંહ ઠાકોર, વેદાંત તોમર, સોશ્યલ મીડીયા ચેરમેન આશીષ કાતરીયા, ગુજરાત યુનિવર્સિટી પ્રમુખ ચિરાગ દરજી સહિતના એન.એસ.યુ.આઈ.ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

કોંગ્રેસ CEC બેઠક: પુડુચેરીમાં સત્તા વાપસી માટે રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન
new delhi
March 19, 2026

કોંગ્રેસ CEC બેઠક: પુડુચેરીમાં સત્તા વાપસી માટે રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન

પુડુચેરી વિધાનસભા ચૂંટણી 2026 માટે દિલ્હીમાં કોંગ્રેસ CECની બેઠક મળી. મલ્લિકાર્જુન ખરગે અને રાહુલ ગાંધીએ સંગઠન મજબૂત કરવા અને રોડમેપ બનાવવા ચર્ચા કરી. વધુ વાંચો.

કોંગ્રેસે ઉત્તરાખંડ સરકારને આંદોલનની ચેતવણી આપી, દેહરાદૂનમાં વિશાળ વિરોધ પ્રદર્શન
uttarakhand
February 16, 2026

કોંગ્રેસે ઉત્તરાખંડ સરકારને આંદોલનની ચેતવણી આપી, દેહરાદૂનમાં વિશાળ વિરોધ પ્રદર્શન

દેહરાદૂનમાં કોંગ્રેસે ભારે વિરોધ પ્રદર્શન કર્યું. કાયદો-વ્યવસ્થા બગડી, 15 દિવસમાં 5 હત્યાઓ, મહિલા અત્યાચાર, બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામે સરકારને ઘેરી. હજારો કાર્યકરોએ રાજભવન તરફ કૂચ કરી, પોલીસ સાથે ધક્કામુક્કી. આંદોલન વધારવાની ચેતવણી – વિગતો જુઓ.

ખડગેના મોટા પ્રહારો: ભાજપનો રાષ્ટ્રવાદ ખોટો છે, નરવણેના પુસ્તકમાં શું છુપાવી રહ્યા છે મોદી સરકાર?
new delhi
February 02, 2026

ખડગેના મોટા પ્રહારો: ભાજપનો રાષ્ટ્રવાદ ખોટો છે, નરવણેના પુસ્તકમાં શું છુપાવી રહ્યા છે મોદી સરકાર?

મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા: ભાજપનો રાષ્ટ્રવાદ ખોટો છે, ભૂતપૂર્વ આર્મી ચીફ નરવણેના પુસ્તકમાં શું લખ્યું છે જે સરકારને ગભરાવે છે? રાહુલ ગાંધીએ સંસદમાં ઉઠાવ્યો મુદ્દો, લોકસભા સ્થગિત. ગલવાન, ડોકલામ અને રાષ્ટ્રીય સુરક્ષા પર હોબાળો. વિગતો જુઓ.

Braking News

OTT પર સૌથી વધુ જોવાયેલી ફિલ્મોનો ધમાકો: 'સન ઑફ સરદાર 2' બની નંબર 1
OTT પર સૌથી વધુ જોવાયેલી ફિલ્મોનો ધમાકો: 'સન ઑફ સરદાર 2' બની નંબર 1
October 07, 2025

OTT પર આ અઠવાડિયે 'સન ઑફ સરદાર 2' એ (Son of Sardaar 2 OTT) 3 મિલિયન વ્યુઝ સાથે 'મહાવતાર નરસિમ્હા'ને પછાડ્યું. નેટફ્લિક્સ અને જિયોસિનેમાની ફિલ્મોએ ટોપ 5માં સ્થાન મેળવ્યું. જુઓ સૌથી વધુ જોવાયેલી ફિલ્મોની યાદી. 
 

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

The Incredible Axolotl: એ સલામેન્ડર વિથ સુપરપાવર
The Incredible Axolotl: એ સલામેન્ડર વિથ સુપરપાવર
March 05, 2023
ક્રાંતિથી આક્રોશ સુધી: વિશ્વને હચમચાવી દેતા વિવાદાસ્પદ ખુલાસાઓનું અનાવરણ
ક્રાંતિથી આક્રોશ સુધી: વિશ્વને હચમચાવી દેતા વિવાદાસ્પદ ખુલાસાઓનું અનાવરણ
May 17, 2023
ભારતની મુલાકાત એક સફળ મુલાકાતઃ બિલાવલ ભુટ્ટો ઝરદારી
ભારતની મુલાકાત એક સફળ મુલાકાતઃ બિલાવલ ભુટ્ટો ઝરદારી
May 06, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express