અમદાવાદ RPFની ઉલ્લેખનીય પહેલ: મજૂરી માટે લાવવામાં આવેલા 11 સગીરોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર ચલાવવામાં આવી રહેલા "માનવ તસ્કરી વિરોધી" અભિયાન હેઠળ, તારીખ 14.07.2025 ના રોજ સમય 11.30 વાગ્યે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર એક સંયુક્ત ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર ચલાવવામાં આવી રહેલા "માનવ તસ્કરી વિરોધી" અભિયાન હેઠળ, તારીખ 14.07.2025 ના રોજ સમય 11.30 વાગ્યે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર એક સંયુક્ત ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
આ અભિયાનમાં આરપીએફ અમદાવાદના એસઆઈપીએફ ચેતન કુમારે તેમના સ્ટાફ કેશુ ભાઈ ચૌધરી, રમેશ ભાઈ રબારી, નરેન્દ્ર ચૌધરી, રાકેશ સિંહ ચૌહાણ, એનજીઓ ના સ્ટેટ કોઓર્ડીનેટર શ્રી ઇન્દ્રજીત સિંહ, અમદાવાદ શાખાના અધિક્ષક ઘનશ્યામ પ્રજાપતિ અને બચપન બચાવો આંદોલન (બીબીએ) ના સ્ટેટ કોઓર્ડીનેટર અને પશ્ચિમ ઝોનના નોડલ અધિકારી શીતલ પ્રદીપ અને દામિની પટેલે ભાગ લીધો હતો.
સંયુક્ત પ્રયાસના ભાગ રૂપે, ટ્રેન નંબર 19436 આસનસોલ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસના અમદાવાદ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 07 પર 11.35 વાગ્યે આગમન દરમ્યાન જનરલ ક્લાસ કોચની તપાસ કરવામાં આવી. આ તપાસ દરમિયાન, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળથી મજૂરી માટે લાવવામાં આવેલા 10 છોકરાઓ અને 01 છોકરી સહિત કુલ 11 સગીર બાળકો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા, જેમને રેસ્ક્યૂ કરવામાં આવ્યા. આ કેસમાં કોઈ ધરપકડ કરવામાં આવી નથી. વધુ તપાસ અને કાનૂની કાર્યવાહી માટે તમામ બાળકોને GRP અમદાવાદને સોંપવામાં આવ્યા છે.
પશ્ચિમ રેલવે, અમદાવાદ મંડળ દ્વારા "માનવ તસ્કરી વિરોધી" અભિયાન હેઠળ આ મહત્વપૂર્ણ કાર્યવાહી એક પ્રશંસનીય અને જાગૃતિ-સંવેદનશીલ પહેલ છે, જે બાળ તસ્કરી સામેના નક્કર પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.