અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કતરા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે
ઉત્તર રેલવેના જાલંધર યાર્ડમાં એન્જિનિયરિંગના કાર્ય હેતુ બ્લોક લેવાના કારણે અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કતરા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે.
ઉત્તર રેલવેના જાલંધર યાર્ડમાં એન્જિનિયરિંગના કાર્ય હેતુ બ્લોક લેવાના કારણે અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કતરા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ થી ચાલશે.જેની વિગતો નીચે મુજબ છે.
18, 25 ફેબ્રુઆરી અને 03,10,17 માર્ચ 2024ના અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19415 અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કતરા એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા જાલંધર-મુકેરિયાં-પઠાણકોટના રસ્તે ચાલશે. આ ટ્રેન બ્યાસ, અમૃતસર અને બટાલા સ્ટેશનો પર નહીં જાય.
20, 27 ફેબ્રુઆરી અને 05, 12, 19 માર્ચ 2024 ના શ્રી માતા વૈષ્ણો દેવી કતરાથી ચાલતી ટ્રેન નંબર 19416 શ્રી માતા વૈષ્ણોદેવી કટડા -અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા પઠાણકોટ-મુકેરિયાં-જાલંધરના રસ્તે ચાલશે. આ ટ્રેન બટાલા, અમૃતસર અને બ્યાસ સ્ટેશનો પર નહીં જાય
ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે
મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકેછે
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."