એર ઇન્ડિયાએ સ્પેશિયલ 96-કલાક નેટવર્ક-વ્યાપી સેલ શરૂ કર્યું
એર ઈન્ડિયાની વેબસાઈટ અને મોબાઈલ એપ પર કરવામાં આવેલ બુકિંગ પર ઝીરો કન્વિનિયન્સ ફી, ફ્લાઈંગ રિટર્ન્સ મેમ્બર્સને ડબલ લોયલ્ટી બોનસ પોઈન્ટ્સ મળશે.
ભારતની અગ્રણી ગ્લોબલ કેરિયર એર ઈન્ડિયાએ તેના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ નેટવર્ક પર સ્પેશિયલ 96-કલાક સેલ શરૂ કર્યું છે, જેનાથી પ્રવાસીઓને આકર્ષક ભાડાં પર તેમની આગામી પ્રવાસનું આયોજન કરવાની તક મળશે.
ડોમેસ્ટિક રૂટ પર, વન-વે માટે સર્વસમાવેશક ભાડું ઈકોનોમી ક્લાસ માટે રૂ. 1,470થી અને બિઝનેસ ક્લાસ માટે રૂ. 10,130થી શરૂ થાય છે. પસંદગીના આંતરરાષ્ટ્રીય રૂટ માટે સમાન આકર્ષક ભાડા ઉપલબ્ધ છે.
એર ઈન્ડિયાની વેબસાઈટ (airindia.com) અને મોબાઈલ એપ દ્વારા સેલ હેઠળ કરવામાં આવતી તમામ બુકિંગ્સ કન્વિનિયન્સ ફી વિનાની છે. એર ઈન્ડિયાના ફ્લાઈંગ રિટર્ન્સ મેમ્બર્સ તમામ ટિકિટો પર ડબલ લોયલ્ટી બોનસ પોઈન્ટ મેળવી શકે છે.
01 સપ્ટેમ્બર 2023થી 31 ઓક્ટોબર 2023 વચ્ચે પસંદગીના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર મુસાફરી માટે સેલ હેઠળ બુકિંગ આજથી ખુલ્લું છે અને 20 ઓગસ્ટ 2023ના રોજ 23-59 કલાકે સમાપ્ત થશે. બ્લેકઆઉટ તારીખો મુસાફરીના સમયગાળા દરમિયાન લાગુ થાય છે.
એર ઈન્ડિયાની વેબસાઈટ અને મોબાઈલ એપ ઉપરાંત, સેલ હેઠળનું બુકિંગ અધિકૃત ટ્રાવેલ એજન્ટ્સ અને ઓનલાઈન ટ્રાવેલ એજન્ટ્સ (ઓટીએ) દ્વારા ડાયરેક્ટ ચેનલ બુકિંગ સાથે સંકળાયેલા વિશેષ લાભો વિના પણ કરી શકાય છે. સેલ પરની બેઠકો મર્યાદિત છે અને ફર્સ્ટ કમ, ફર્સ્ટ સર્વના ધોરણે ઉપલબ્ધ છે.
આજના કારોબારમાં, BSE મિડકેપ ઇન્ડેક્સ 0.7 ટકા ઘટ્યો હતો, જ્યારે BSE સ્મોલકેપ ઇન્ડેક્સ 1.7 ટકા ઘટ્યો હતો.
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.