Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • એર ઇન્ડિયાએ તેની એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ સિસ્ટમનું ક્લાઉડમાં માઇગ્રેશન કર્યું

એર ઇન્ડિયાએ તેની એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ સિસ્ટમનું ક્લાઉડમાં માઇગ્રેશન કર્યું

ભારતની અગ્રણી એરલાઇને ઓન-પ્રિમાઇસ લીગસી મેઇનફ્રેઇમ સિસ્ટમનું SAP ક્લાઉડમાં માઇગ્રેશન કરીને તેનો ERP મોડર્નાઇઝેશન પ્રોગ્રામ સફળતાપૂર્વક પૂરો કરીને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન યાત્રાનો નક્કર પાયો નાખ્યો

Mumbai April 10, 2023
એર ઇન્ડિયાએ તેની એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ સિસ્ટમનું ક્લાઉડમાં માઇગ્રેશન કર્યું

એર ઇન્ડિયાએ તેની એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ સિસ્ટમનું ક્લાઉડમાં માઇગ્રેશન કર્યું

નવી દિલ્હી : ભારતની અગ્રણી એરલાઇન અને સ્ટાર એલાયન્સ મેમ્બર એર ઇન્ડિયાએ RISE With SAP નો ઉપયોગ કરીને તેનાં કોર એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ સિસ્ટમનું સફળતાપૂર્વક માઇગ્રેશન થયું હોવાની જાહેરાત કરી
હતી. RISE With SAP એ ટેલર-મેડ ઇઆરપી સોફ્ટવેર છે, જે ટ્રાન્સફોર્મેશનલ સર્વિસ, બિઝનેસ એનાલિટિક્સ અને પાર્ટનર એક્સપર્ટાઇઝથી સજ્જ છે અને તે કંપનીઓને તેમનાં પર્સનલાઇઝ્ડ પાથ ક્લાઉડમાં નાખવામાં મદદ કરે છે. એર ઇન્ડિયાનાં વ્યાપક ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં સેપની મદદથી માઇગ્રેશન મહત્વનું ઉપકરણ હતું, જે ફાઇનાન્સ, હ્યુમન રિસોર્સિસ ઉપરાંત કોમર્શિયલ, ઓપરેશન્સ અને એન્જિનિયરીંગ જેવાં મોટાં કામગીરી ક્ષેત્રોમાં આધુનિકીકરણ પર અસર પાડશે. એર ઇન્ડિયાને તેનાં સંપૂર્ણ આધુનિકીકરણ કાર્યમાં સૌથી મોટો પડકાર એ હતો કે તેની જૂની ઇઆરપી સિસ્ટમ દાયકા જૂનાં મેઇનફ્રેઇમ અને એસોસિએટેડ સોફ્ટવેર પર ચાલતી હતી. આ પ્રકારની મહત્વની સિસ્ટમનું માઇગ્રેશન અને કટઓવર સમાન સિસ્ટમ પર બેક અપ અને રીસ્ટોર ઓપરેશન સાથે હાથ ધરવામાં આવે છે. વિશ્વમાં ક્યાંય પણ આ સિસ્ટમ ઉપલબ્ધ ન હોવાથી મોટો અવરોધ નડતો હતો. આ પડકારનો સામનો કરવા ટીમ એર ઇન્ડિયાએ ઇનોવેટિવ સોલ્યુશન્સ અને ટેકનિક્સ ઘડવા માટે સેપ સાથે નજીકથી કામ કર્યું અને તેને પરિણામે નિર્ધારિત સમય કરતાં વહેલું સફળ માઇગ્રેશન થઈ શક્યું. આ માઇગ્રેશન એર ઇન્ડિયાની ઇઆરપી સિસ્ટમનું વધુ આધુનિકીકરણ કરવાનો ગ્રૂપની અન્ય એરલાઇનનું એક એન્ટિટિમાં સંયોજન કરવાનો માર્ગ મોકળો કરે છે. 

એર ઇન્ડિયાના ચીફ ડિજિટલ અને ટેકનોલોજી ઓફિસર ડો. સત્યા રામાસ્વામીએ જણાવ્યું હતું કે, “ટેકનોલોજીની દ્રષ્ટિએ વિશ્વની સૌથી આધુનિક એરલાઇન બનવાનું એર ઇન્ડિયાનું વિઝન છે. આ માટે અત્યંત વિશ્વાસપાત્ર અને સ્કેલેબલ મોડર્ન ઇઆરપી સિસ્ટમ ધરાવતી મહત્વપૂર્ણ અને નક્કર ક્ષમતા હોવી જોઇએ, જે અમારી કામગીરીની ક્ષમતામાં સુધારો લાવે અને અમને ગ્રાહકોને સુંદર અનુભવ પૂરો પાડવામાં મદદ કરે. અમે અમારી ઇઆરપી સિસ્ટમને આધુનિક ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં માઇગ્રેશન કામગીરીને ટ્રાન્સફોર્મેશન યાત્રામાં મહત્વનાં પગલાં તરીકે ઓળખી કાઢી. અમને નડી રહેલાં પડકારોનો સામનો કરવામાં ઉચ્ચ સ્તરીય સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક માઇગ્રેશન કર્યું તેનો અમને આનંદ છે. આ પરિવર્તન પ્રક્રિયાને સરળતાથી અને નિર્ધારિત સમય કરતાં વહેલી પૂરી કરવા અમારી સાથે કામ કરનાર સેપની ઉત્કૃષ્ટ ટીમનાં અમે આભારી છીએ.”

સેપના પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર (ભારતીય ઉપખંડ) કુલમીત બાવાએ જણાવ્યું હતું કે, “ એર ઇન્ડિયા દેશની અત્યંત આઇકોનિક બ્રાન્ડ્સમાંની એક છે અને તેઓ ગર્વભેર ભારતીય હૃદય સાથે વૈશ્વિક ગ્રાહકોને સેવા દ્વારા વિશ્વકક્ષાની એરલાઇન બનવાની દિશામાં નવું પ્રકરણ ઉમેરવા જઈ રહ્યા છે ત્યારે અમારી લાંબી ભાગીદારીને વધુ ઊંડી બનાવવા બદલ રોમાંચ અનુભવીએ છીએ. સેપની અત્યાધુનિક ક્લાઉડ ટેકનોલોજીની મદદથી એર ઇન્ડિયા તેનાં ગ્રાહકોનો અનુભવ વધારશે, ઇન્ટેલિજન્ટ, સસ્ટેનેબલ એન્ટરપ્રાઇઝ બનશે અને તેની વૃધ્ધિનાં મહત્વનાં પાસા તરીકે લોકોનું પરિવર્તન કરશે.”

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ
ahmedabad
February 23, 2026

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ

ગુજરાતી ફિલ્મ સ્ટાર કરણ જોશીની હાજરીમાં દિવા સલોન મેમનગર ખાતે ત્રીજી શાખા ખુલી. હોમફર્સ્ટ ફાયનાન્સના CSR પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને બ્યુટી તાલીમ અને રોજગારી. આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી શરૂઆત.

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી
ahmedabad
February 21, 2026

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ મેગા રિટેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજ્યો. મહા પ્રબંધક કે. કે. કાલાની ઉપસ્થિતિમાં ₹200 કરોડની લોન મંજૂરી – વીડિયો KYC, અનક્લેમ્ડ ડિપોઝિટ અને નાણાકીય જાગૃતિ અભિયાન. ઝોનલ હેડ સુનીલ કુમાર સરકાર, રીજનલ હેડ ગૌરવ કુમાર જૈન-ચંદન કુમાર ઝા ઉપસ્થિત. વિગતો જુઓ.

ક્લબ મહિન્દ્રાએ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતાં જીમ કોર્બેટમાં બીજો રિસોર્ટ શરૂ કર્યો
uttarakhand
February 20, 2026

ક્લબ મહિન્દ્રાએ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતાં જીમ કોર્બેટમાં બીજો રિસોર્ટ શરૂ કર્યો

ક્લબ મહિન્દ્રાએ જીમ કોર્બેટમાં બીજું રિસોર્ટ ‘નાદિયા પરાવ’ લોન્ચ કર્યું. 57 રૂમ, 10 એકરમાં ફેલાયેલું, પ્રીમિયમ લેઝર, રિવરફ્રન્ટ એક્સેસ અને ઇવેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. FY26માં 1,000 રૂમ ઉમેરો, FY30 સુધીમાં 12,000 કીનું લક્ષ્ય – મનોજ ભટ્ટનું નિવેદન. વિગતો જુઓ.

Braking News

દિલ્હી : કાલકાજી વિધાનસભામાં CM આતિશીએ ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો, સુરક્ષા વધારવાની માંગ કરી
દિલ્હી : કાલકાજી વિધાનસભામાં CM આતિશીએ ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો, સુરક્ષા વધારવાની માંગ કરી
January 30, 2025

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર આતિશીએ કાલકાજી વિધાનસભા મતવિસ્તારમાં વિપક્ષ પર આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

બ્રિટિશ સત્તાવાળાઓ 35 વર્ષથી જેલમાં બંધ સ્ત્રીને ભૂલી ગયા: ફોજદારી ન્યાય સુધારણાની તાત્કાલિક જરૂરિયાત
બ્રિટિશ સત્તાવાળાઓ 35 વર્ષથી જેલમાં બંધ સ્ત્રીને ભૂલી ગયા: ફોજદારી ન્યાય સુધારણાની તાત્કાલિક જરૂરિયાત
March 05, 2023
સાવધાન! શરીરમાં આ લક્ષણો દેખાવા લાગ્યા છે, શું આ ડાયાબિટીસ જેવા સાયલન્ટ કિલર રોગની નિશાની નથી?
સાવધાન! શરીરમાં આ લક્ષણો દેખાવા લાગ્યા છે, શું આ ડાયાબિટીસ જેવા સાયલન્ટ કિલર રોગની નિશાની નથી?
November 13, 2024
એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
July 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express