એર ઈન્ડિયા અને ઓલ નિપ્પોન એરવેઝ ભારત અને જાપાન વચ્ચે મુસાફરી માટે કોડશેર પાર્ટનરશિપ શરૂ કરશે
ભારતની અગ્રણી ગ્લોબલ એરલાઇન એર ઈન્ડિયા અને સૌથી મોટી જાપાનીઝ કેરિયર ઓલ નિપ્પોન એરવેઝે તેમના નેટવર્ક્સને કનેક્ટ કરવા માટે કોડશેર કરાર કર્યો છે.
નવી કોમર્શિયલ પાર્ટનરશિપ બંને એરલાઇન્સના ગ્રાહકો માટે મુસાફરીની વધુ તકો પૂરી પાડશે અને તેઓ ભારત અને જાપાન વચ્ચે વધુ સારી ફ્લાઇટ પસંદગીઓનો લાભ મેળવશે.
23 મે, 2024થી મુસાફરી માટે અમલી થનારા આ કરાર સાથે એર ઈન્ડિયા અને ઓલ નિપ્પોન એરવેઝના અતિથિઓ એક જ ટિકિટ પર ભારત અને જાપાન વચ્ચેની એ ફ્લાઇટ્સને જોડીને તેમના ઇચ્છિત સ્થળ સુધી ઉડાન ભરી શકશે. આ ઉપરાંત, કોડશેર ફ્લાઇટ્સ પર ઉડાન ભરી રહેલા બંને એરલાઇનના મુસાફરો લાઉન્જ એક્સેસ અને સ્ટાર અલાયન્સ તેના પ્રિમિયમ મેમ્બર્સને ઓફર કરે છે તે પ્રાયોરિટી બોર્ડિંગ જેવી પ્રિમિયમ સુવિધાઓ પણ માણી શકશે.
23 એપ્રિલ, 2024થી સેલ માટે ઉપલબ્ધ એર ઈન્ડિયા ટોકિયો હાનેડા અને દિલ્હી વચ્ચેની તેમજ ટોકિયો નારિટા અને મુંબઈ વચ્ચેની એએનએ ફ્લાઇટ્સ પર એઆઈ ડિઝાઇનેટર કોડ ઉમેરશે જ્યારે ઓલ નિપ્પોન એરવેઝ ટોકિયો નારિટા અને દિલ્હી વચ્ચેની એર ઈન્ડિયા ફ્લાઇટ પર તેનો એનએચ ડિઝાઈનેટર કોડ ઉમેરશે. એર ઈન્ડિયા અને એએનએ વધારાના રૂટ્સ પર તેમના સહયોગને વધારવા માટે વિચારણા કરી રહ્યા છે.
એર ઈન્ડિયાના ચીફ કોમર્શિયલ અને ટ્રાન્સફોર્મેશન ઓફિસર નિપુણ અગ્રવાલે જણાવ્યું હતું કે “ઓલ નિપ્પોન એરવેઝ સાથે આ કોડશેર કરાર ભારત અને જાપાનને જોડવામાં એક મહત્વનું પગલું છે. આ સહયોગ અમારી નેટવર્ક કનેક્ટિવિટીને વ્યાપક બનાવશે અને અમારા મુસાફરોને બે દેશો વચ્ચેની ફ્લાઇટ્સની બહોળી પસંદગી તથા સરળ પ્રવાસ અનુભવ પૂરો પાડશે. અમે એએનએ સાથેના સફળ સહયોગ તથા ભવિ,યમાં સહકાર માટે અન્ય બાબતો ચકાસવા માટે આતુર છીએ.”
આ કરાર ભારત અને જાપાન વચ્ચે આર્થિક અને વ્યાપારિક સંબંધોને વધુ મજબૂત બનાવવામાં પ્રદાન કરશે અને ભારતીય પ્રવાસીઓને જાપાનના રમણીય સ્થળોનો પ્રવાસ કરવાની તક પૂરી પાડશે. જાપાની પ્રવાસીઓને પણ ભારતનો સરળતાથી પ્રવાસ કરવાની તક મળશે જે સુરક્ષાના સર્વોચ્ચ ધોરણો સુનિશ્ચિત કરે છે.
ઓલ નિપ્પોન એરવેઝના મેમ્બર ઓફ બોર્ડ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ અલાયન્સીસ એન્ડ ઈન્ટરનેશનલ અફેર્સ કાત્સુયા ગોતોએ જણાવ્યું હતું કે “અમે એર ઈન્ડિયા સાથે આ વ્યૂહાત્મક ભાગીદારી ઊભી કરવા માટે આતુર છીએ કારણ કે તે જાપાન અને ભારત વચ્ચે ગ્રાહક અનુભવને વધારવા તથા એર કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા તરફનું વધુ એક પગલું છે. આ સહયોગ એએનએના તમામ મુસાફરો માટે હવાઇ મુસાફરીનો અનુભવ વધારવા માટે તેની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે અને અમે આશા રાખીએ છીએ કે આ કરાર બંને દેશો વચ્ચે સરળ મુસાફરીના માહોલ તરફ દોરી જશે.”
કોડશેર ફ્લાઇટ્સ એરલાઇન્સની સંબંધિત વેબસાઇટ્સ www.airindia.com અને www.ana.co.jp, રિઝર્વેશન સિસ્ટમ્સ તથા ટ્રાવેલ એજન્સીઓ દ્વારા સેલ માટે ઉપલબ્ધ રહેશે.
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.
અનંતના ભાઈ-બહેન, આકાશ અંબાણી અને ઈશા અંબાણી, હાલમાં રિલાયન્સના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. આકાશ રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન પણ છે, જે ગ્રુપની ટેલિકોમ અને ડિજિટલ સર્વિસિસ શાખા છે.