એર ઈન્ડિયાની મહારાજા ક્લબે ફ્રેડી એવોર્ડ્સ 2025માં વૈશ્વિક માન્યતા મેળવી
મહારાજા ક્લબની લાખો ફ્રિકવન્ટ ફ્લાયર્સ દ્વારા એશિયા, મીડલ ઇસ્ટ અને આફ્રિકામાં ‘Up and Coming Program’ of the year તરીકે પસંદગી થઈ.
શિકાગો, ઇલિનોઇસ : ભારતની અગ્રણી ગ્લોબલ એરલાઇન એર ઈન્ડિયાએ તેના મહારાજા ક્લબ લોયલ્ટી પ્રોગ્રામ માટે વૈશ્વિક માન્યતા મેળવી છે જેને ઇલિનોઇસના શિકાગોમાં યોજાયેલા પ્રતિષ્ઠિત ફ્રેડી એવોર્ડ્સમાં એશિયા, મીડલ ઇસ્ટ અને આફ્રિકામાં 2025 ‘Up and Coming Program’ of the year તરીકે પસંદગી કરવામાં આવી છે.
આ સન્માન પોતાના સભ્યો માટે વધુ આરામ, વધુ રિવોર્ડ્સ અને વૈશ્વિક માન્યતાને પ્રાથમિકતા આપે તેવા વર્લ્ડ-ક્લાસ લોયલ્ટી પ્રોગ્રામમાં એર ઈન્ડિયાના મહારાજા ક્લબે કરેલા તાજેતરના પરિવર્તનનું પ્રમાણ છે.
એર ઈન્ડિયાના ચીફ કોમર્શિયલ ઓફિસર નિપુણ અગરવાલે જણાવ્યું હતું કે વિશ્વભરમાં વિખ્યાત ફ્રેડી એવોર્ડ્સ 2025માં જીત મેળવવી એ એર ઈન્ડિયા માટે એક અભૂતપૂર્વ સન્માન છે. વિશ્વભરના લાખો ફ્રિકવન્ટ ફ્લાયર્સના મતોના આધારે આ માન્યતા મેળવવી એ ઉત્કૃષ્ટતા માટેની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર છે અને ખૂબ જ પ્રેરણાદાયી છે. તે અમને સીમાઓ ઓળંગવા માટે, અદ્વિતીય મૂલ્ય પૂરું પાડવા અને વિશ્વભરના મુસાફરો સાથે પડઘો પાડે તેવા લોયલ્ટી પ્રોગ્રામ બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે.
1988માં શરૂ થયેલા ફ્રેડી એવોર્ડ્સ ટ્રાવેલ લોયલ્ટી પ્રોગ્રામ્સ માટે ખૂબ જ પ્રતિષ્ઠિત ગ્લોબલ બેન્ચમાર્ક છે જે આગળ જતા તેનું ગૌરવ અને મહત્વ વધારીને ટ્રાવેલ લોયલ્ટી ઇન્ડસ્ટ્રીમાં સૌથી પ્રતિષ્ઠિત મેમ્બર-જનરેટેડ એવોર્ડ્સ બન્યા છે. આજે વિશ્વભરમાં 4.2 મિલિયનથી વધુ લોકો દર વર્ષે ફ્રેડી એવોર્ડ્સમાં મત આપે છે. આ મતદાનની પ્રક્રિયા હિન્દી સહિત 13 ભાષાઓમાં ઉપલબ્ધ છે.
‘Up and Coming Program’ of the year એવોર્ડ ટૂંકા સમયમાં વિશ્વભરના ફ્રિકવન્ટ ફ્લાયર્સ તરફથી મહારાજા ક્લબે મેળવેલા મહત્વપૂર્ણ હકારાત્મક પ્રતિસાદની ઊજવણી કરે છે અને તે ગ્લોબલ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં અદ્વિતીય મૂલ્ય, નવીનતા અને ઝળહળતા ભવિષ્યને દર્શાવે છે.
ટાટા ગ્રુપ અને મેનેજમેન્ટે એર ઈન્ડિયાની નવી માલિકી લીધા પછી તેનું પરિવર્તન શરૂ થયું ત્યારથી મહારાજા ક્લબમાં અનેક નોંધપાત્ર ફેરફારો થયા છે. એપ્રિલ 2024માં ફરીથી ડિઝાઇન કરાયેલો આ લોયલ્ટી પ્રોગ્રામ પોઇન્ટ્સના માઇલ્સ આધારિત કલેક્શનના વારસાગત મોડલને છોડીને વધુ ન્યાયી તથા વધુ સમાન ખર્ચ આધારિત અભિગમમાં ફેરવાયો છે. સરળ માળખું, ગ્રાહકને અનુકૂળ હોય તેવી વિવિધ સુવિધાઓ, નવા નામ અપાયેલા ટિયર્સ અને સુધારેલી ઓળખ સાથે આ પ્રોગ્રામે છેલ્લા એક વર્ષમાં લાખો નવા મેમ્બર્સ ઉમેર્યા છે.
મહારાજા ક્લબ મેમ્બર્સ 24 સ્ટાર અલાયન્સ પાર્ટનર એરલાઇન્સ પર પોઇન્ટ્સ મેળવી અને રીડિમ કરી શકે છે, વિશ્વભરમાં ટિયર પ્રિવિલેજીસ માણી શકે છે અને દુનિયાભરમાં 11,000થી વધુ લાઉન્જીસની એક્સેસ મેળવી શકે છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. આ દરમિયાન, પાકિસ્તાને તેના 25 કરોડ લોકોને સારા સમાચાર આપ્યા છે. ખાસ વાત એ છે કે એક કિસ્સામાં તેણે ભારતને પણ પાછળ છોડી દીધું છે.
પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લગાવી દીધા છે. સરકારે હવે ગરીબ પાકિસ્તાનથી આવતા ઉત્પાદનો પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે, જેનાથી પાકિસ્તાનને મોટું નુકસાન થશે.
શુક્રવારે સ્થાનિક શેરબજારમાં ઘટાડો અટકી ગયો. કારોબારના અંતે, BSE સેન્સેક્સ 259.75 પોઈન્ટ ઉછળીને 80,501.99 પર બંધ થયો. તેવી જ રીતે, NSEનો નિફ્ટી પણ ૧૨.૫ પોઈન્ટના નજીવા વધારા સાથે ૨૪૩૪૬.૭૦ ના સ્તરે બંધ થયો.