અક્ષય કુમારની ખેલ ખેલ મેં નું ટ્રેલર રિલીઝ
ફિલ્મના ટ્રેલરમાં પેલેસના શાહી ઠાઠમાઠ, ભવ્યતા અને ખૂબીઓને દર્શાવવામાં આવી છે. પેલેસ મુખ્ય શૂટિંગનું સ્થળ છે, જે ફિલ્મનાં મહત્ત્વપૂર્ણ દ્રશ્યો અને વેડિંગના દ્રશ્ય માટે અદભુત શાહી અને નયનરમ્ય પાર્શ્વભૂ પૂરું પાડે છે.
રેડિસન બ્લુ પેલેસ રિસોર્ટ એન્ડ સ્પા, ઉદયપુર રેડિસન હોટેલ્સની દુનિયાની અગ્રણી ઈન્ટરનેશનલ ચેઈનની મનોહર પ્રોપર્ટીમાંથી એક છે, જે અક્ષય કુમાર અભિનિત ખેલ ખેલ મેંનું અવ્વલ શૂટિંગ સ્થળ છે. યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પર ટ્રેલર પ્રોપર્ટીમાં ફિલ્માંકન કરવામાં આવનારાં મહત્ત્વપૂર્ણ દ્રશ્યો સાથે પેલેસનું શાહી શિલ્પશાસ્ત્ર અને શોહી વાતાવરણ દર્શાવે છે.
ટ્રેલર ભવ્ય રાજ મહલ, વ્યાપક ઉદય ચોક, લક્ઝુરિયસ પેલેશિયલ સ્યુટ્સ અને અજોડ ડોમ સહિત રિસોર્ટની સૌથી પ્રતિકાત્મક જગ્યા વ્યાપક રીતે દર્શાવે છે, જે પ્રોપર્ટી ખાતે શૂટ કરેલી ફિલ્મના નોંધપાત્ર હિસ્સાનું દ્યોતક છે. તે પેલેસની શાહી અને ભવ્યતામાં ડોકિયું કરીને તેની અદભુત પાર્શ્વભૂ ફિલ્મની સિનેમાટોગ્રાફી માટે મનોહરતા અને વિશ્વસનીયતાની અસમાંતર સપાટી ઉમેરે છે.
પ્રોપર્ટીએ ઈશા અંબાણી અને આનંદ પરિમલના પ્રી-વેડિંગ સમારંભ, નીલ નીતિન મુકેશ અને રુકમણીનાં લગ્ન વગેરે સહિત ભૂતકાળમાં વિવિધ સેલિબ્રિટીનાં લગ્નોની યજમાની કરી છે. વિશ્વમાં સૌથી આકર્ષક વેડિંગ ડેસ્ટિનેશન તરીકે મજબૂત નામના ધરાવતી આ પ્રોપર્ટી ફિલ્મના શૂટ માટે તેને ઉત્તમ સ્થળ બનાવે છે. ફિલ્મમાં વેડિંગ દ્રશ્ય છે,સ જે પેલેસને મનોહર રીતે નયનરમ્ય પાર્શ્વભૂ પૂરી પાડીને તેની શિલ્પશાસ્ત્રની અજાયબી અને શાહી ખૂબીઓ સાથે સિનેમાટોગ્રાફીન ખૂબીમાં ઉમેરો કરે છે.
પેલેસે આ વર્ષે માર્ચમાં અક્ષય કુમાર, તાસપી પન્નુ, વાની કપૂર, ફરદીન ખાન, આદિત્ય સીલ અને કિરણ કુમાર સહિત કલાકારોની યજમાની કરી હતી. થોડા દિવસ પૂર્વે બોલીવૂડના ખિલાડીએ ફિલ્મનું ગીત હૌલી હૌલી રજૂ કર્યું હતું, જેમાં કલાકારો પાર્શ્વભૂ તરીકે આઈકોનિક પેલેસ સાથે વેડિંગ ગીત પર ઝુમ્યા હતા.
આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ પર, કરિશ્મા કપૂરે પણ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ સુંદર તસવીર શેર કરી. અભિનેત્રીએ પોતાના દાદા અને શોમેન રાજ કપૂર સાથે ડાન્સ કરતી એક તસવીર શેર કરી છે, જે સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી રહી છે.
બોલિવૂડ અભિનેત્રી પલક તિવારી તાજેતરમાં એક કાર્યક્રમમાં ગઈ હતી જ્યાં તે ચાહકોથી ઘેરાયેલી હતી. તેના માટે કારમાંથી બહાર નીકળવું એટલું મુશ્કેલ થઈ ગયું કે એક માણસે તેને ખોળામાં ઉઠાવી લીધી અને કારમાંથી બહાર કાઢી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પ્રખ્યાત ફિલ્મ નિર્માતા શાજી એન કરુણનું ગંભીર બીમારીને કારણે 73 વર્ષની વયે અવસાન થયું. મલયાલમ સિનેમામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. તેણે મોહનલાલની કાન્સ ફેસ્ટિવલ ફિલ્મ 'વાનપ્રસ્થમ'નું દિગ્દર્શન કર્યું હતું.