અંબુજા સિમેન્ટ્સે ‘પોષણ માહ’ની ઉજવણી કરી, ગ્રામીણ ભારતમાં આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન
અંબુજા સિમેન્ટ્સે પોષણ માહની ઉજવણી કરી, એક મહિનાનું દેશવ્યાપી કેમ્પેઇન ગ્રામીણ સમુદાયના આરોગ્ય અને પોષણમાં સુધારો કરવાની કટીબદ્ધતા હાઇલાઇટ કરે છે.
અમદાવાદ : વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા સિમેન્ટ્સ દેશભરમાં ‘પોષણ માહ’ની ઉજવણી સાથે ગ્રામીણ સમુદાયોમાં આરોગ્ય અને પોષણ સુધારવા માટે પ્રયાસ કરી રહી છે. તેની કામગીરીના મુખ્ય ક્ષેત્રોમાં આરોગ્ય જાગૃકતા અને પોષણ સાક્ષરતાને પ્રોત્સાહન આપતાં આ પહેલ વિશેષ કરીને બાળકો અને મહિલાઓમાં કુપોષણ અને એનિમિયાને અંકુશમાં લેવા ઉપર કેન્દ્રિત છે.
દેશભરમાં સમગ્ર સપ્ટેમ્બર મહિનામાં પોષણ માહની ઉજવણી કરવામાં આવે છે, જેમાં પોષણ જાગૃકતાને પ્રોત્સાહન અપાય છે તથા તંદુરસ્ત ભારતની રચના માટે જરૂરી પહેલ કરાય છે. સીએસઆર ટીમે ન્યુટ્રિશન કેમ્પ, આરોગ્ય જાગૃકતા સત્ર અને સામુદાયિક સંપર્ક કાર્યક્રમો જેવી મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ અમલમાં મૂકી છે.
આ પહેલનો ઉદ્દેશ્ય સંતુલિત આહાર, જરૂરી આરોગ્ય તપાસ અને કુપોષણને અંકુશમાં લેવા સપોર્ટ કરવાની મહત્વતા વિશે પરિવારોને શિક્ષિત કરવાનો છે. આ ઉપરાંત સીએસઆર ટીમ સ્થાનિક આરોગ્ય કર્મચારીઓ અને સ્વયંસેવકો સાથે સહયોગ કરીને જરૂરિયાતમંદ વસતી સુધી કાર્યક્રમ પહોંચે તે સુનિશ્ચિત કરી રહી છે, જેથી સમુદાય ઉપર તેની પ્રભાવી અસર જોવા મળે.
અંબુજા સિમેન્ટ્સની હ્યુમન કેપિટલ પ્રત્યેની કટીબદ્ધતા ‘પોષણ માહ’ની ઉજવણી દ્વારા વધુ મજબૂત બને છે. કંપની કુપોષણના દરને ઘટાડવા અને સમગ્ર દેશમાં ગ્રામીણ સમુદાયોની એકંદર સુખાકારીમાં સુધારો કરવા માટે અથાક કામ કરીને પાયાના સ્તરે પરિવર્તન લાવવાનું ચાલુ રાખે છે.
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.
અનંતના ભાઈ-બહેન, આકાશ અંબાણી અને ઈશા અંબાણી, હાલમાં રિલાયન્સના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. આકાશ રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન પણ છે, જે ગ્રુપની ટેલિકોમ અને ડિજિટલ સર્વિસિસ શાખા છે.