Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગુજરાતમાં દેશની પ્રથમ BSL-4 લેબ, અમિત શાહે કર્યો શિલાન્યાસ – જીવલેણ વાયરસ સામે અભેદ્ય કવચ

ગુજરાતમાં દેશની પ્રથમ BSL-4 લેબ, અમિત શાહે કર્યો શિલાન્યાસ – જીવલેણ વાયરસ સામે અભેદ્ય કવચ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની પ્રથમ અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ ફેસિલિટી “બાયો સેફ્ટી લેવલ-૪” લેબ તેમજ “એનિમલ બાયો-સેફ્ટી લેવલ” સુવિધાનો ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શિલાન્યાસ કર્યો હતો. આ વેળાએ રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Gandhinagar January 13, 2026
ગુજરાતમાં દેશની પ્રથમ BSL-4 લેબ, અમિત શાહે કર્યો શિલાન્યાસ – જીવલેણ વાયરસ સામે અભેદ્ય કવચ

ગુજરાતમાં દેશની પ્રથમ BSL-4 લેબ, અમિત શાહે કર્યો શિલાન્યાસ – જીવલેણ વાયરસ સામે અભેદ્ય કવચ

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતની પ્રથમ અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ ફેસિલિટી “બાયો સેફ્ટી લેવલ-૪” લેબ તેમજ “એનિમલ બાયો-સેફ્ટી લેવલ” સુવિધાનો ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શિલાન્યાસ કર્યો હતો. આ વેળાએ રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહ દરમિયાન ગુજરાત બાયો-ટેક્નોલોજી રીસર્ચ સેન્ટરની “બાયો સેફ્ટી લેવલ-૪” સુવિધાને ભારત સરકારની "BioE3 નીતિ” અંતર્ગત 'નેશનલ સેન્ટર ફોર હાઈ કન્ટેઈનમેન્ટ પેથોજેન રિસર્ચ ફેસિલિટી' તરીકે નિયુક્ત કરવા માટે કેન્દ્રીય બાયોટેકનોલોજી વિભાગ દ્વારા ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગને લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI) એનાયત કરવામાં આવ્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી પરથી ભારતની સ્વાસ્થ્ય સુરક્ષા અને બાયો સેફ્ટી ક્ષેત્રના વિકાસના નવા યુગની શરૂઆત થઈ છે. પુણે બાદ દેશની આ માત્ર બીજી ઉચ્ચ સ્તરીય લેબ છે, પરંતુ રાજ્ય સરકારની વિશેષ પહેલથી રૂ. ૩૬૨ કરોડના ખર્ચે નિર્માણ પામનારી આ દેશની પ્રથમ BSL-4 લેબ બનશે. ભવિષ્યમાં આ લેબ જીવલેણ વાયરસો સામે લડવા માટે ભારતનું અભેદ સુરક્ષા કવચ અને જૈવ સુવિધાનો મજબૂત કિલ્લો પૂરવાર થશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 'વિજ્ઞાન અને ટેકનોલોજી રાષ્ટ્રના વિકાસનો આધાર સ્તંભ હોવો જોઈએ' તેવા વિઝનને દોહરાવતા શ્રી શાહે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય કક્ષાની આ લેબ સંશોધકો અને યુવાનો માટે અનેક તકોના દ્વાર ખોલશે. ખાસ કરીને પશુઓમાંથી માણસોમાં ફેલાતી બીમારીઓને અટકાવવા માટે વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલા “વન હેલ્થ મિશન”ને આ લેબથી વેગ મળશે. તાજેતરમાં ગુજરાતે અનુભવેલા ચાંદીપુરા અને લમ્પી સ્કીન ડીઝીસ જેવા સંકટો સામે આ પ્રકારની રીસર્ચ આધારિત કાયમી સુરક્ષા વ્યવસ્થા અનિવાર્ય હતી.

ભારતના બાયો ટેકનોલોજી ક્ષેત્રમાં આવેલા ક્રાંતિકારી પરિવર્તનના આંકડા રજૂ કરતા તેમણે જણાવ્યું કે, છેલ્લા ૧૧ વર્ષમાં બાયો-ટેક્નોલોજી ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે. વર્ષ ૨૦૧૪માં ભારતની બાયો-ઈકોનોમી જે ૧૦ બિલિયન ડોલર હતી, તે વર્ષ ૨૦૨૪ સુધીમાં વધીને ૧૬૬ બિલિયન ડોલરને પાર પહોંચી છે. સંશોધનને 'આવિષ્કારનો આત્મા' ગણીને કેન્દ્ર સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી માળખાકીય સુવિધાઓને કારણે આજે ભારતના વૈજ્ઞાનિકો અત્યંત સુરક્ષિત વાતાવરણમાં વિશ્વસ્તરીય સંશોધનો કરી રહ્યા છે.

ગૃહ મંત્રીએ સ્ટાર્ટઅપ અને રોકાણના ક્ષેત્રે થયેલી વૃદ્ધિ પર પ્રકાશ પાડતા કહ્યું કે, વર્ષ ૨૦૧૪માં આ ક્ષેત્રે ૫૦૦થી પણ ઓછા સ્ટાર્ટઅપ્સ હતા, જે આજે ૧૦,૦૦૦થી વધુ થયા છે. તેવી જ રીતે, ઇન્ક્યુબેટર્સની સંખ્યા ૬ થી વધીને ૯૫ અને ઇન્ક્યુબેસન સ્પેસ ૬૦ હજાર સ્ક્વેર ફૂટથી વધીને ૯ લાખ સ્ક્વેર ફૂટ થઈ છે. નોંધપાત્ર રીતે, પ્રાઈવેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ રૂ. ૧૦ કરોડથી વધીને રૂ. ૭૦૦૦ કરોડ સુધી પહોંચ્યું છે અને પેટન્ટ ફાઈલિંગની સંખ્યા પણ ૧૨૫થી વધીને ૧૩૦૦ને પાર કરી ગઈ છે, જે દર્શાવે છે કે ભારતના યુવાનો હવે 'જોબ શિકર' નહીં પણ 'જોબ ગીવર' બન્યા છે.
 
તેમણે વધુમાં જણાવ્યું કે, ભારત સરકારની “BioE3 નીતિ” હેઠળ દેશને બાયો-ટેક્નોલોજી ક્ષેત્રે વધુ ઊંચાઈએ લઈ જવાનો નિર્ધાર છે. ભારત આજે કોરોના અને સર્વાઈકલ કેન્સર જેવી ગંભીર બીમારીઓની વેક્સીનનું સ્વદેશી નિર્માણ કરી રહ્યું છે. તેમણે વિદ્યાર્થીઓ અને સંશોધકોને આહ્વાન કર્યું હતું કે, ભારતની સ્વાસ્થ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી હવે તેમના ખભા પર છે. આ લેબ આગામી સમયમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે અનેક સકારાત્મક પરિવર્તનો લાવવા માટે સક્ષમ બનશે.
 

તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત આજે 'વિકાસ' અને 'વિરાસત' બંનેને સાથે લઈને આગળ વધી રહ્યું છે. કોરોના કાળમાં ભારતીય વૈજ્ઞાનિકોએ ટૂંકા સમયમાં વેક્સિન બનાવી ૧૪૦ કરોડ નાગરિકોને સુરક્ષિત કરી વિશ્વને મદદ કરી છે, જેના પાયામાં વિજ્ઞાન અને ટેકનોલોજીને રાષ્ટ્રના વિકાસનો આધાર સ્તંભ બનાવવાનો અભિગમ રહ્યો છે. આ લેબ દ્વારા ભારતીય વૈજ્ઞાનિકો હવે સેમ્પલ ટેસ્ટિંગ માટે વિદેશ પર નિર્ભર નહીં રહેવું પડે, જે સ્વાસ્થ્ય ક્ષેત્રે 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને સિદ્ધ કરશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વર્ષ ૨૦૨૭ સુધીમાં સેમિકન્ડક્ટર અને બાયોટેકનોલોજી ક્ષેત્રમાં પણ ભારત વિશ્વસ્તરે પ્રથમ હરોળમાં હશે.

ગૃહ મંત્રીશ્રીએ એન્ટીબાયોટિક દવાઓના દુરુપયોગથી ઉભા થતા ‘સાયલન્ટ ડિઝાસ્ટર’ (AMR) સામે ચિંતા વ્યક્ત કરી વિદ્યાર્થીઓ અને સંશોધકોને સંશોધન દ્વારા નવી પેઢીને સુરક્ષિત કરવા આહવાન કર્યું હતું. કેન્દ્રીય મંત્રીશ્રીએ બાયોટેક ક્ષેત્રે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વર્ષ ૨૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત'નું લક્ષ્ય સિદ્ધ કરવા નેશનલ ફેસિલિટીનો મહત્તમ ઉપયોગ કરી માનવ જીવનને ઉપયોગી એવા ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન અને વેક્સિન બનાવવા હાકલ કરી હતી. આ સુવિધા માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક સુરક્ષા કવચ બનીને ઉભરશે.

વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ દેશ જ્યારે વિકસિત ભારત' તરફ આગળ વધી રહ્યો છે ત્યારે બાયોટેકનોલોજી જેવું વિજ્ઞાન આપણને સુરક્ષા આપશે અને સોમનાથ સ્વાભિમાન પર્વ જેવી વિરાસત આપણને ગૌરવપૂર્ણ ઓળખ આપશે. ભારત આજે સંસ્કૃતિના પાયા પર આધુનિક વિજ્ઞાનની ઈમારત ચણી રહ્યું છે. બાયોટેક ક્ષેત્રે થયેલું આ નવું સંશોધન દેશના આરોગ્ય ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જશે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

મહારાષ્ટ્રમાં અટલ સેતુનું ઉદ્ઘાટન: PM મોદીએ ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલનું ઉદ્ઘાટન કર્યું
મહારાષ્ટ્રમાં અટલ સેતુનું ઉદ્ઘાટન: PM મોદીએ ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલનું ઉદ્ઘાટન કર્યું
January 13, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલનું અનાવરણ કર્યું ત્યારે મહારાષ્ટ્રમાં ઐતિહાસિક અટલ સેતુના ઉદ્ઘાટનની શોધ કરો. આ સ્મારક પ્રોજેક્ટના એન્જિનિયરિંગ અજાયબી અને મહત્વની શોધ કરો!

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
July 26, 2023
શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
February 20, 2023
વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
February 22, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express