SBI ગાંધીનગર ખાતે CSR એક્ટિવિટી 2024-25 હેઠળ પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વૃક્ષારોપણ ચેતક કમાન્ડો ફોર્સ, ગાંધીનગર ખાતે CSR એક્ટિવિટી 2024-25* હેઠળ પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વૃક્ષારોપણ ચેતક કમાન્ડો ફોર્સ, ગાંધીનગર ખાતે CSR એક્ટિવિટી 2024-25* હેઠળ પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગાંધીનગર વહીવટી કચેરીએ ગાંધીનગર મોડ્યુલના ડીજીએમ (બી એન્ડ ઓ) શ્રી દેવેન્દ્રકુમાર સાહુ ની સુંદર ઉપસ્થિતિમાં 01 ઓક્ટોબર, 2024 ના રોજ ચેતક કમાન્ડો ફોર્સ, મગોડી, ગાંધીનગર ખાતે એનજીઓ પ્રયત્ના દ્વારા 10000 રોપાઓના વૃક્ષારોપણની સીએસઆર પ્રવૃત્તિ હાથ ધરી છે.
આ સમારંભમાં મુખ્ય અતિથિ શ્રી રાજુ ભાર્ગવ (એડિશનલ ડીજીપી), શ્રી ચિંતન તેરૈયા (ચેતક કમાન્ડો ફોર્સના એસપી), શ્રી પી જી ધરિયા (ડીએસપી) અને અન્ય વરિષ્ઠ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય અતિથિએ એક સુંદર સંબોધન કર્યું હતું અને પર્યાવરણીય સ્થિરતા તરફ સક્રિય પગલાં લેવા માટે બેંકના પ્રયત્નોની પ્રશંસા કરી હતી, ત્યારબાદ ડીજીએમ શ્રી દેવેન્દ્રકુમાર સાહુ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું, જેમાં આબોહવા પરિવર્તનનો સામનો કરવા અને ઇકોલોજીકલ સંતુલનને પ્રોત્સાહન આપવા માટે વૃક્ષારોપણના નિર્ણાયક મહત્વ પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમ મુખ્ય અતિથિ, ડીજીએમ સર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ દ્વારા રોપાઓના વાવેતર સાથે આગળ વધ્યો હતો. પ્રાપ્તકર્તાઓએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પૂરા પાડેલા સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ નો ડો.દર્શનાબેન દેશમુખના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી અનાજકીટનું વિતરણ તા.૩૦/૦૪/૨૦૨૫ ને બુધવારના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર ભાવનગર ખાતે બાવન પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીઓને કરવામાં આવ્યું.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."