Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • અનંત અનાદિ વડનગર,ભારતનો સોનેરી ઇતિહાસ

અનંત અનાદિ વડનગર,ભારતનો સોનેરી ઇતિહાસ

તાનારીરી ગાર્ડન ખાતે આયોજિત અનંત અનાદી વડનગરનો ભવ્ય સ્ક્રીનીંગ કાર્યક્રમ,ભારતના મથુરા,ઉજ્જૈન,પટના વારાણસી જેવા જીવંત પ્રાચીન નગરોની શ્રેણીમાં વડનગરની ગણના થશે
પ્રવાસન વિભાગે આ નગરના મહત્વપુર્ણ ઇતિહાસને ઉજાગર કરવામાં પ્રેરણાદાયી કામ કર્યું છે, ડોક્યુમેન્ટરીના મુખ્ય સુત્રધાર મનોજ મુંતશિર શુક્લાની વિશેષ ઉપસ્થિતિ

Ahmedabad June 08, 2023
અનંત અનાદિ વડનગર,ભારતનો સોનેરી ઇતિહાસ

અનંત અનાદિ વડનગર,ભારતનો સોનેરી ઇતિહાસ

અનંત અનાદિ વડનગર ડોક્યુમેન્ટરીના યોજાયેલા તાના-રીરી ગાર્ડન ખાતે ભવ્ય સ્ક્રીનીંગ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રવાસનમંત્રી શ્રી જી.કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે આ પાવનભૂમિના દર્શન કરવા એ મારા માટે એક તિર્થ યાત્રા છે. આ નગરનો ઇતિહાસ ૨૦૦૦ વર્ષોથી પણ પ્રાચીન છે. આ નગરનું મહત્વ તેના સ્વંય દર્શન કરવાથી મેળવી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે આ યાત્રાથી મને લાગ્યુ્ં કે આ નગરનું મહત્વ અનોખું છે. 

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભારતના મથુરા, ઉજ્જૈન, પટના અને વારાણસી જેવા જીવંત પ્રાચીન નગરોની શ્રેણીમાં આ નગરની ગણના થશે. પ્રવાસન મંત્રી રેડ્ડીએ ઉમેર્યું હતું કે પ્રવાસન વિભાગે આ નગરના મહત્વપુર્ણ ઇતિહાસને ઉજાગર કરવામાં પ્રેરણાદાયી કામ કર્યું છે. તેમણે એમ પણ જણાવ્યું કે સતત બે હજાર વર્ષોની સાત પ્રાચીન સંસ્કૃતિના સંગમ સમા આ નગરની મહત્તાને પ્રસ્તુત કરતા સ્ટેટ ઓફ આર્ટ ઓર્કિયોલોજીકલ એક્સપીરીયન્સ મ્યુઝિયમ તેમજ ૧૬ મી સદીમાં બલીદાન આપનારી તાના-રીરીના સન્માન માટે તાના-રીરી મ્યુઝીયમનું નિર્માણ થઇ રહ્યું છે. વર્ષ ૨૦૨૪ સુધી પુર્ણ થનાર આ બંન્ને પ્રોજેક્ટ માટે લગભગ રૂપિયા ૨૭૭ કરોડનો ખર્ચ થનાર છે.

પ્રવાસન મંત્રી રેડ્ડીએ ઉમેર્યું હતું કે દેશભરમાં ૧૨ હજારથી વધુ મ્યુઝિયમ કાર્યરત છે. અનેક અત્યાધુનિક સંગ્રહાલય બની રહ્યા છે. પ્રધાનમંત્રી સંગ્રહાલય તેનું ઉત્તમ ઉદાહરણ છે. મંત્રીશ્રી રેડ્ડીએ દેશ ભરમાં જુદા જુદા ૧૨ સ્થળે આકાર લઇ રહેલા થીમ બેઝડ મ્યુઝીયમની વાત કરી હતી જેમાં વડનગરનો પણ સમાવેશ થાય છે. મંત્રીશ્રીએ રાજપીપળામાં આકાર લઇ રહેલા અત્યાધુનિક મ્યુઝીયમની પણ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વડનગર એક એવી હેરીટેઝ સાઇટ છે જ્યાં પ્રાચીન નગર સંસ્કૃતિ,જળ વ્યવસ્થાપન,વેપાર વાણીજ્ય જેવા અનેક ક્ષેત્રોમાં સંશોધનોની વિશાળ તક ધરબાઇને ખડી છે, મંત્રીશ્રીએ ભારતના સાંસ્કૃતિક વિરાસતના મહત્વને પ્રાધાન્ય આપીને રામાયણ, શ્રી કૃષ્ણ, જગન્નાથ અને બૌધ્ધ સરકીટ જેવા પ્રવાસન વૈવિધ્યને પ્રસ્તુત કર્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નવ વર્ષના શાશનકાળ દરમિયાન ભારતના સર્વાંગિ વિકાસને દોહરાવી તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ભારતને વિશ્વભરમાં
આગવી પ્રતિષ્ઠા મેળવી છે. તેમણે રાષ્ટ્ર સર્વોપરીની ભાવના સાથે રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા ઉપસ્થિત નાગરિકોને આહ્વવાન કર્યું હતું.

પ્રવાસનમંત્રી શ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે ભારતનો ઇતિહાસ અત્યંત રોચક અને જાણવા જેવો છે. ઇતિહાસમાં સાત નામ આ નગર ઓળખાતું હતું, વડનગરમાં ૩૬૦ વાવો, ૩૬૦ મંદિરો વગેરે આવેલા હતા. આ નગર બૌધ્ધ ધર્મના કેન્દ્ર તરીકે પણ ઓળખાય છે. આ નગરનો પોતાનો અલગ જ ઇતિહાસ છે. આ નગર અનેક વખત પડ્યું છે ફરીથી ઉભુ થયું છે જે નગરની ઓળખ છે.
પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ ઉમેર્યુ્ હતું કે અબુલ ફઝલે આઈને અકબરીમા અને સ્કંદપુરાણમાં વડનગરનો પ્રાચીન નગર તરીકે ઉલ્લેખ મળે છે. આજે વડનગર જોવાલાયક અને પર્યટન સ્થળ તરીકે વિકસ્યું છે. અનંત અનાદિ વડનગરના સ્ક્રીનીંગ કાર્યક્રમમાં શ્રી મનોજ મુંનશિર શુક્લાએ જણાવ્યું હતું કે ભારત વસુધૈવ કુટુંબકમ્માં માનવાવાળો દેશ છે. આ દેશનાં ઇતિહાસે ભારતને ભવ્ય બનાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે મહાભારતકાળથી આ શહેરનું મહત્વ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે આ નગરને સાશ્વત કહ્યું છે..આ ચમત્કાર નગરીમા હાટકેશ્વર મહાદેવ બિરાજમાન છે.

શ્રી મનોજ મુંતશિર શુક્લાએ ઉમેર્યું હતું કે સાત વાર આ નગરી પડી અને ઉભી થઇ છે.આ નગરીએ દેશને યશસ્વી પ્રધાનમંત્રી આપ્યા છે. મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગર ખાતે ,તાના-રીરી સહિત વિવિધ સાત સ્થળોએ અનંત અનાદિ વડનગરનાં સ્ક્રીનીંગનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કિર્તી તોરણ, શર્મિષ્ઠા તળાવ, હાટકેશ્વર મહાદેવ મંદિર, પ્રેરણા સ્કુલ,  બી.એન.હાઇસ્કુલ, અમરથોળ દરવાજા,વડબારા પરા વિસ્તરામાં યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

અનંત અનાદિ વડનગરના ના કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષસંધવી, મહેસાણા સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, રાજ્ય સભા સાંસદ જુગલજી ઠાકોર, સામાજિક અગ્રણી સોમભાઇ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રહલાદભાઇ પરમાર, ધારાસભ્ય સર્વશ્રી કરશનભાઇ સોલંકી, મુકેશભાઇ પટેલ, સુખાજી ઠાકોર, સરદારભાઇ ચૌધરી, કે.કે.પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન ભાગ્યેશ જ્હા, પ્રદેશ અગ્રણી રત્નાકર, જિલ્લા અગ્રણી ગીરીશભાઇ રાજગોર, જિલ્લા કલેકટર એમ. નાગરાજન, પ્રવાસન નિગમના સ્વરૂપ પારગી, રમત ગમત વિભાગના કે.એસ.વસાવા, યુવા સેવાના ડી.એમ.પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા, વ઼ડનગરના પ્રબુધ્ધ નાગરિકો,જિલ્લાના પદાધિકારીઓ,અધિકારીઓ તેમજ સાહિત્ય અને ઇતિહાસ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

યુદ્ધની વચ્ચે, આ 10 ખાદ્ય પદાર્થોનો અત્યારથી જ સંગ્રહ કરો, તે ત્રણ મહિના સુધી બગડશે નહીં
યુદ્ધની વચ્ચે, આ 10 ખાદ્ય પદાર્થોનો અત્યારથી જ સંગ્રહ કરો, તે ત્રણ મહિના સુધી બગડશે નહીં
May 07, 2025

અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે યુદ્ધની સ્થિતિમાં કઈ વસ્તુઓનો સંગ્રહ કરવો જોઈએ. જાણો તે 10 વસ્તુઓ વિશે જેને લાંબા સમય સુધી સંગ્રહિત અને ઉપયોગમાં લઈ શકાય છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ભારતની મુલાકાત એક સફળ મુલાકાતઃ બિલાવલ ભુટ્ટો ઝરદારી
ભારતની મુલાકાત એક સફળ મુલાકાતઃ બિલાવલ ભુટ્ટો ઝરદારી
May 06, 2023
કયા કારણથી પંજાબના નેતાઓ 2024ની લોકસભા ચૂંટણીમાં AAPને સમર્થન આપવા અંગે ચિંતા અને વિરોધ વ્યક્ત કરે છે
કયા કારણથી પંજાબના નેતાઓ 2024ની લોકસભા ચૂંટણીમાં AAPને સમર્થન આપવા અંગે ચિંતા અને વિરોધ વ્યક્ત કરે છે
May 30, 2023
ગ્લો-ઇન-ધ-ડાર્ક એનિમલ્સ: બાયોલ્યુમિનેસેન્સની વિચિત્ર અને અદ્ભુત દુનિયાની શોધ
ગ્લો-ઇન-ધ-ડાર્ક એનિમલ્સ: બાયોલ્યુમિનેસેન્સની વિચિત્ર અને અદ્ભુત દુનિયાની શોધ
March 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express