નર્મદામાં આંગણવાડી ક્રાંતિ! ૨૬૭ કેન્દ્રોનું નવીનીકરણ પૂર્ણ, બાળકોને મળશે સ્વચ્છ-સુંદર વાતાવરણ
નર્મદા જિલ્લામાં ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’માં મોટી સફળતા. ૧૬ જાન્યુઆરીથી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન ૬૬૫માંથી ૨૬૭ આંગણવાડી કેન્દ્રોનું રિનોવેશન પૂર્ણ, ૩૯૮માં કામ ચાલુ. રંગરોગાન, સ્વચ્છતા, સુરક્ષિત માળખું અને આકર્ષક વાતાવરણથી બાળકોને મળશે શ્રેષ્ઠ સુવિધા. શ્રેષ્ઠ કેન્દ્રોને પુરસ્કાર! વાંચો વિગતો.
રાજપીપલા : નર્મદા જિલ્લામાં આંગણવાડીઓના નવીનીકરણની ઝુંબેશ અંતર્ગત કુલ- ૬૬૫ આંગણવાડીઓમાં ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ૨૬૭ કેન્દ્રોમાં સમારકામ પૂર્ણ
કરવામાં આવ્યું છે. જયારે ૩૯૮ કેન્દ્રોમાં કામગીરી પ્રગતિ હેઠળ છે. રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના આંગણવાડી કેન્દ્રોને વધુ સુદ્રઢ, સુરક્ષિત અને આધુનિક બનાવવાના હેતુથી તા. ૧૬ જાન્યુઆરીથી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન 'આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ' હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત નર્મદા જિલ્લામાં કાર્યરત કુલ-૯૫૫ આંગણવાડી કેન્દ્રો પૈકી પોતાના મકાન ધરાવતા કુલ-૬૬૫ આંગણવાડી કેન્દ્રોમાં આ ઝુંબેશ અંતર્ગત રંગકામ, નાના-મોટા સમારકામ, અંદર-બહાર સ્વચ્છતા અને સૌંદર્યકરણની કામગીરી કરવામાં આવનાર છે. જેથી આંગણવાડી કેન્દ્રોનું ભૌતિક માળખું મજબૂત મળશે અને બાળકો માટે આકર્ષક વાતાવરણ ઊભું થશે.
આંગણવાડી કેન્દ્રો એ સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) નો આધારસ્તંભ છે. બાળકોને પોષણ, પૂર્વ-પ્રાથમિક શિક્ષણ અને આરોગ્ય અને પોષણ સહાય જેવી સેવાઓ વધુ અસરકારક રીતે મળી રહે તે માટે આ કેન્દ્રોની ભૌતિક માળખાકીય સુવિધાઓ મજબૂત કરવી અનિવાર્ય છે. આ ઝુંબેશમાં સરકારી ગ્રાન્ટ ઉપરાંત લોકભાગીદારી અને CSR ફંડનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ ઝુંબેશ હેઠળ કુલ-૧૦૦ ગુણના સ્કોરકાર્ડ આધારે દરેક ઘટક, નગરપાલિકા તથા જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ ૩ આંગણવાડીઓની પસંદગી કરી પુરસ્કાર/પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. જેમાં દીવાલોની સ્થિતિ, પીવાનું શુદ્ધ પાણી, શૌચાલયની સુવિધા, ભિંત ચિત્રો જેવા ૨૫ જેટલા વિવિધ માપદંડોને (વોલ પેઈન્ટીંગ) અને પોષણ વાટિકા ધ્યાને લેવામાં આવશે. આ ઝુંબેશને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરી, બાળકોને સુસજ્જ અને સુરક્ષિત આંગણવાડી કેન્દ્રો ભેટ આપવાનું લક્ષ્યાંક છે.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા દેવમોગરા ખાતે પાંડુરી માતાના મંદિરે 15 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી 2026 સુધી યોજાનારા પ્રસિદ્ધ દેવમોગરા મેળા દરમિયાન આગના બનાવો ન થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે કડક જાહેરનામું જારી કર્યું છે.
બેટી બચાઓ, બેટી પઢાવો’ અભિયાન હેઠળ તિલકવાડા ખાતે મોટું સેમિનાર. સાયબર ક્રાઇમ, સ્વ-રક્ષણ અને મહિલા યોજનાઓ અંગે જાગૃતિ. 80%+ ગુણ મેળવનાર 40+ પ્રતિભાશાળી દીકરીઓને એજ્યુકેશન કીટ સાથે સન્માનિત. નર્મદા જિલ્લા મહિલા-બાળ અધિકારી કચેરી અને પોલીસનું સંયુક્ત કાર્યક્રમ. વાંચો વિગતો.
કચ્છના નાના રણમાં વન વિભાગની અદ્ભુત પહેલ. 1.35 કરોડ લિટર વરસાદી પાણી સંગ્રહ, જમીન ધોવાણ અટકાવી વન્યજીવો-પક્ષીઓ માટે નવું આવાસ. વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ કહ્યું – આ માત્ર પાણી બચાવવાનું નહીં, સંપૂર્ણ ઇકો-સિસ્ટમ વિકસાવવાનું પ્રયાસ. વાંચો વિગતો.