એન્જલ વન એએમસીએ એન્જલ વન નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ અને એન્જલ વન નિફ્ટી 50 ઇટીએફ લોંચ કર્યાંની જાહેરાત કરી
એન્જલ વન લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટા કંપની એન્જલ વન એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે બે નવા પેસિવ ફંડ્સ – એન્જલ વન નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ અને એન્જલ વન નિફ્ટી 50 ઇટીએફ લોંચ કર્યાં છે. આ ન્યૂ ફંડ ઓફરિંગ્સ (એનએફઓ) 05 મે, 2025થી 16 મે, 2025 સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લી રહેશે.
મુંબઇ, 06 મે, 2025: એન્જલ વન લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટા કંપની એન્જલ વન એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે બે નવા પેસિવ ફંડ્સ – એન્જલ વન નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ અને એન્જલ વન નિફ્ટી 50 ઇટીએફ લોંચ કર્યાં છે. આ ન્યૂ ફંડ ઓફરિંગ્સ (એનએફઓ) 05 મે, 2025થી 16 મે, 2025 સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લી રહેશે.
આ બંન્ને ફંડ્સ નિફ્ટી 50 ઇન્ડેક્સને ટ્રેક કરવા ડિઝાઇન કરાયા છે, જે યુનિટ ધારકોને ટેલિકોમ, ઓઇલ અને ગેસ, ફાઇનાન્સિયલ સર્વિસિસ, હેલ્થકેર અને ઓટોમોબાઇલ સહિતના 15 પ્રમુખ સેક્ટર્સમાં ટોપની 50 લાર્જ-કેપ કંપનીઓમાં એક્સપોઝર ઓફર કરે છે. સરળતા, સ્થિરતા અને ખર્ચ-કાર્યક્ષમતા ઉપર ફોકસ સાથે આ ફંડ્સ ભારતની વૃદ્ધિગાથામાં સહભાગી બનવાની ઉત્કૃષ્ટ તક પ્રદાન કરે છે. આ સ્કીમનો ઉદ્દેશ્ય ખર્ચ પહેલાં વળતર આપીને ઇન્ડેક્સના પ્રદર્શનનું પુનરાવર્તન કરવાનો છે, જે ઇન્ડેક્સના કુલ વળતરને નજીકથી પ્રતિબિંબિત કરે છે.
એન્જલ વન એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઇઓ હેમેન ભાટિયાએ કહ્યું હતું કે, "સ્ટોકમાં સીધા રોકાણ કરીને અથવા મ્યુચ્યુઅલ ફંડ, એક્ટિવ અથવા પેસિવ સ્કીમ દ્વારા લાર્જ કેપ ઇક્વિટીમાં સહભાગી થવાના વિવિધ માર્ગો છે. જો રોકાણકાર લાર્જ કેપ સેગમેન્ટનું એક્સપોઝર ઇચ્છતા હોય તો નિફ્ટી 50 ઇન્ડેક્સને ટ્રેક કરતાં ઇન્ડેક્સ ફંડ અથવા ઇટીએફમાં રોકાણ કરવું એ સમજું પસંદગી છે કારણકે તેમાં સ્ટોકની પસંદગી સહિતના જોખમો દૂર થઇ જાય છે."
આ એનએફઓમાં ઘણાં રોકાણકારો માટે અનુકૂળ વિશેષતાઓ છે, જેમકે ઝીરો એન્ટ્રી અથવા એક્ઝિટ લોડ તેમજ રૂ. 1,000ની લઘુત્તમ એપ્લીકેશન રકમ અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં રોકાણની સુવિધા. નિફ્ટી 50 ઇન્ડેક્સ ટ્રેક કરતાં બંન્ને ફંડ્સ સ્ટોક પસંદગી અને એક્ટિપ ફંડ મેનેજર સિલેક્શનની આવશ્યકતા દૂર કરે છે તેમજ રોકાણકારોને ભારતની બ્લુ-ચીપ કંપનીઓનું એક્સપોઝર ઓફર કરે છે.
એન્જલ વન નિફ્ટી 50 ઇટીએફના યુનિટ્સ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) ઉપર લિસ્ટ થશે, જે લિક્વિડિટી અને બીજા કોઇપણ સ્ટોકની માફક ટ્રેડિંગની સુવિધા પ્રદાન કરશે.
એન્જલ વન નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ ફ્લેક્સિબલ એસઆઇપી વિકલ્પો ઓફર કરે છે, જેમાં રોકાણકારો દૈનિક, સાપ્તાહિત, પખવાડિક, માસિક અને ત્રિમાસિક ધોરણે એસઆઇપી કરી શકે છે, જેની શરૂઆતી રોકાણની રકમ અનુક્રમે રૂ. 250, રૂ. 500, રૂ. 500, રૂ. 1000 અને રૂ. 3000 છે. આ વિકલ્પો રોકાણકારોને વિવિધ નાણાકીય લક્ષ્યો અને કટીબદ્ધતા હાંસલ કરવામાં મદદરૂપ બને છે.
આ નવી ઓફરિંગ એન્જલ વન મ્યુચ્યુઅલ ફંડની પોર્ટફોલિયો નિર્માણ માટે વિવિધ પેસિવ બિલ્ડીંગ બ્લોક્સ પૂરા પાડવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, જે રોકાણકારોને ભારતના સૌથી વિશ્વસનીય ઇન્ડેક્સમાંથી એક દ્વારા સંપત્તિ નિર્માણમાં ભાગ લેવા સક્ષમ બનાવે છે. નવીનતા, પારદર્શિતા અને રોકાણકાર કેન્દ્રિત ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરીને એન્જલ વન મ્યુચ્યુઅલ ફંડ પેસિવ રોકાણને પુનઃવ્યાખ્યાયિત કરવાનું ચાલુ રાખે છે, જે તેને આધુનિક નાણાકીય આયોજનનો પાયો બનાવે છે.
૧૬ મેથી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટથી હવાઈ મુસાફરી મોંઘી થશે. હકીકતમાં, એરપોર્ટ્સ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AERA) એ ૧૬ મે, ૨૦૨૫ થી ૩૧ માર્ચ, ૨૦૨૯ સુધીના સમયગાળા માટે UDF દરોમાં વધારાને મંજૂરી આપી છે.
હાલમાં પાકિસ્તાનનું શેરબજાર ખરાબ રીતે તૂટી ગયું છે. કરાચી શેરબજારમાં 6% થી વધુનો ઘટાડો થયો છે જેના કારણે ત્યાં વેપાર બંધ કરી દેવામાં આવ્યો છે.
"ભારત-પાકિસ્તાન તણાવ છતાં યુદ્ધની શક્યતા ઓછી છે. જાણો ઓપરેશન સિંદૂરની અસર, શેરબજારની સ્થિતિ અને રોકાણકારો માટે મહત્વની સલાહ. સેન્સેક્સ-નિફ્ટી અપડેટ્સ સાથે."