Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • “ડ્રગ્સથી આઝાદી” કાર્યક્રમની જાહેરાત: બ્રિજરાજ સોલંકીએ કહ્યું – ભાજપ સરકાર યુવા વિરોધી છે, યુવાનોને રોજગાર નહીં ડ્રગ્સ આપે છે

“ડ્રગ્સથી આઝાદી” કાર્યક્રમની જાહેરાત: બ્રિજરાજ સોલંકીએ કહ્યું – ભાજપ સરકાર યુવા વિરોધી છે, યુવાનોને રોજગાર નહીં ડ્રગ્સ આપે છે

AAP ગુજરાતે “ડ્રગ્સથી આઝાદી” ઝુંબેશ શરૂ કરી: પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ જાહેરાત કરી – 6 વર્ષમાં 1.30 લાખ કિલો ડ્રગ્સ ઝડપાયું, યુવાધન બરબાદ થઈ રહ્યું. ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, ચૈતર વસાવાની આગેવાનીમાં જિલ્લે-તાલુકે-ગામડે અભિયાન. એસપી કચેરી-પાનગલ્લામાં ડ્રગ્સ વેચાય છે, હોમ ડિલિવરી થાય છે. વિગતો જુઓ.

Ahmedabad February 04, 2026
“ડ્રગ્સથી આઝાદી” કાર્યક્રમની જાહેરાત: બ્રિજરાજ સોલંકીએ કહ્યું – ભાજપ સરકાર યુવા વિરોધી છે, યુવાનોને રોજગાર નહીં ડ્રગ્સ આપે છે

“ડ્રગ્સથી આઝાદી” કાર્યક્રમની જાહેરાત: બ્રિજરાજ સોલંકીએ કહ્યું – ભાજપ સરકાર યુવા વિરોધી છે, યુવાનોને રોજગાર નહીં ડ્રગ્સ આપે છે

અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા છ વર્ષમાં 1.30 લાખ કિલો ડ્રગ્સ ગુજરાતમાંથી ઝડપાયું છે. 70 હજાર કિલોથી વધારેનો ગાંજો અને 62 હજાર કિલોથી વધારેનું અફીણ ગુજરાતમાંથી પકડાયું છે. ગુજરાતનું યુવાધન દિવસેને દિવસે બરબાદ થઈ રહ્યું છે. મુન્દ્રા પોર્ટ, કંડલા પોર્ટ, પોરબંદર પોર્ટ, ગાંધીધામ પોર્ટ જેવા તમામ પોર્ટોમાં હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે. મારું માનવું છે કે અમુક ટકા ડ્રગ્સ પકડીને સરકાર વાહવાહી ઈચ્છે છે, પણ પડદા પાછળ બીજા અબજો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં ફેલાઈ રહ્યું છે. જનતાએ હવે જાગૃત થવું પડશે કારણ કે નાની ઉંમરની દીકરીઓ ડ્રગ્સના કારણે વિધવા બને છે અને નાના બાળકો અનાથ બની જાય છે. ગુજરાતમાં 50 લાખથી વધારે શિક્ષિત યુવાનો બેરોજગાર છે અને આ યુવાનો રોજગારી ન માંગે એ કારણે સરકાર ડ્રગ્સ માફિયાઓને પ્રોત્સાહન આપી રહી હોય એવું લાગી રહ્યું છે. એસપી કચેરી, પાનના ગલ્લાઓમાં ડ્રગ વેચાય છે અને હોમ ડિલિવરી પણ થઈ રહી છે. પંજાબને ઉડતા પંજાબ કહેવાતું હતું પરંતુ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબની સરકારમાં ડ્રગ્સ માફિયાઓને નેસ્તનાબૂદ કરવાનું કામ કરવામાં આવ્યું હતું અને આવું જ કામ ગુજરાતમાં પણ થઈ શકે એમ છે, પરંતુ યુવાનો રોજગારી ન માંગે એ માટે યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવવામાં આવી રહ્યા છે.

વધુમાં AAP નેતા બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે, તો ડ્રગ્સ મુદ્દે હવે આમ આદમી પાર્ટી પોતાના પ્રદેશ નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, ચૈતર વસાવા, હેમંત ખવા અને  મનોજ સોરઠીયાની આગેવાનીમાં એક ઝુંબેશ ઉપાડવા જઈ રહી છે, આ ઝુંબેશનું નામ છે “ડ્રગ્સથી આઝાદી”. અમે જીલ્લે જીલ્લે જઈશું, તાલુકે તાલુકે જઈશું અને ગુજરાતના 16,000થી પણ વધારે ગામડાઓમાં આ નારો લઈને જઈશું અને યુવાનોને ડ્રગ્સથી આઝાદી અપાવીને રહીશું. ગુજરાતના યુવાનો સક્ષમ છે કે તેઓ કંઈ પણ કરી શકે છે.  ગુજરાતમાં ભાજપની સરકાર યુવા વિરોધી સરકાર છે. સાઇબર ક્રાઇમ, ગેમ્બલિંગ, ગેમિંગ જેવા અનેક મુદ્દાઓથી યુવાનો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. દિવસેને દિવસે યુવાનો આત્મહત્યા તરફ વળી રહ્યા છે. તો હું તમામ યુવાનોને કહેવા માંગીશ કે આમ આદમી પાર્ટી યુવાનોની પાર્ટી છે અને આપણે સાથે મળીને યુવાનોની સરકાર બનાવવાની છે. તો આપણે સૌએ સાથે મળીને નાત જાત, જાતિ ધર્મ અને ભાષા જેવા તમામ ભેદભાવને ભૂલીને એકજૂટ થઈ ગુજરાતમાં ડ્રગ્સ માફિયાને નેસ્તનાબૂદ કરવાના છે. પાકિસ્તાન સહિત બીજા દેશોમાંથી જે ડ્રગ્સ ભારતમાં આવી રહ્યું અને ગુજરાત તેનું એપી સેન્ટર બની ગયું છે, ત્યારે સરકાર એને રોકવામાં એકદમ નિષ્ફળ સાબિત થઈ છે. તો આવનારા દિવસોમાં જરૂરત પડી તો આપણે ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગર જઈને વિધાનસભા પણ ઘેરીશું.

આમ આદમી પાર્ટી ગુજરાત

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

અમેરિકા સાથે ટ્રેડ ડીલ પર AAPના પ્રહાર: 0% ટેરિફથી અમેરિકન પ્રોડક્ટ ભારતમાં, ભારતીય ખેડૂતોની કંગાળી નિશ્ચિત – પ્રવીણ રામ
ahmedabad
February 04, 2026

અમેરિકા સાથે ટ્રેડ ડીલ પર AAPના પ્રહાર: 0% ટેરિફથી અમેરિકન પ્રોડક્ટ ભારતમાં, ભારતીય ખેડૂતોની કંગાળી નિશ્ચિત – પ્રવીણ રામ

AAP નેતા પ્રવીણ રામે ભારત-અમેરિકા ટ્રેડ ડીલને ખેડૂતો માટે ઘાતક ગણાવી – અમેરિકન પેદાશો 0% ટેરિફથી ભારતમાં, ભારતીય પેદાશો 18% ટેરિફથી અમેરિકામાં. એગ્રી સેક્રેટરીના નિવેદન પછી ખેડૂતોના ભાવ તળિયે જશે. ભાજપ સરકારે દેશને ખતરામાં મૂક્યો. વિગતો જુઓ.

AAP ધારાસભ્ય ચૈતર વસાવાની સફળ મધ્યસ્થી: જે પી ગ્રુપના 182 કર્મચારીઓની 15 દિવસની હડતાલ પૂરી થઈ
ahmedabad
February 03, 2026

AAP ધારાસભ્ય ચૈતર વસાવાની સફળ મધ્યસ્થી: જે પી ગ્રુપના 182 કર્મચારીઓની 15 દિવસની હડતાલ પૂરી થઈ

જે પી ગ્રુપના 182 કર્મચારીઓની 15 દિવસની હડતાલનો સુખદ અંત: AAP ધારાસભ્ય ચૈતર વસાવાની મધ્યસ્થીથી મેનેજમેન્ટે 7માંથી 6 માંગણીઓ સ્વીકારી. 1 એપ્રિલથી કામ પ્રમાણે પગાર વધારો, 62 લોકોને પ્રમોશન, 20-25ને અપગ્રેડેશન અને હડતાળ દરમિયાનના પગારની ખાતરી. સરદાર સરોવર નિગમ સાથે લેખિત બાંહેધરી. વિગતો જુઓ.

યાહ મોગી માતાજી મેળા પૂર્વે દેવમોગરામાં મહત્વપૂર્ણ બેઠક: AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ રોડ-પાર્કિંગ-સુરક્ષા માટે આપ્યા સૂચનો
ahmedabad
February 03, 2026

યાહ મોગી માતાજી મેળા પૂર્વે દેવમોગરામાં મહત્વપૂર્ણ બેઠક: AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ રોડ-પાર્કિંગ-સુરક્ષા માટે આપ્યા સૂચનો

દેવમોગરામાં યાહ મોગી માતાજીના મહાશિવરાત્રી મેળાની તૈયારી માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી. રોડ-રસ્તા, પાર્કિંગ, પીવાનું પાણી, શૌચાલય, સુરક્ષા અને મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ સાથે સંકલન પર ભાર. લાખો શ્રદ્ધાળુઓ માટે સુચારુ વ્યવસ્થાની વાત. વિગતો જુઓ.

Braking News

પ્રોક્ટર એન્ડ ગેમ્બલ ઈન્ડિયા દ્વારા ચોથી વાર્ષિક #WeSeeEqual સમિટનું આયોજન
પ્રોક્ટર એન્ડ ગેમ્બલ ઈન્ડિયા દ્વારા ચોથી વાર્ષિક #WeSeeEqual સમિટનું આયોજન
May 06, 2023

સમિટમાં સમાનતા અને સમાવેશકતાના હિમાયતીઓ અને હસ્તીઓ મહિલા અને બાળ વિકાસ તથા લઘુમતી બાબતોના સન્માનનીય મંત્રી સ્મૃતિ ઈરાણી, શેફાલી શાહ, ગુનીત મોંગા, હરમનપ્રીત કૌર, સુપ્રિયો ચક્રબોર્તી, હરીશ ઐયર ડી, સુશાંત દિવગિકર, લક્ષ્મી સંપથ વગેરેનો સહભાગ જોવા મળ્યો

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
June 12, 2023
વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
February 22, 2023
મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ સોલ્યુશન્સ: 8 ગેજેટ્સ અને એપ્સ વગર તમે જીવી શકતા નથી
મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ સોલ્યુશન્સ: 8 ગેજેટ્સ અને એપ્સ વગર તમે જીવી શકતા નથી
April 04, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express