મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલેનો ફાયર સેફ્ટીની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓમાં આકસ્મિક જરૂરી અગ્નિશમન વાહનો – સાધનો ફાયર વ્હિકલ્સ એન્ડ ઇક્વિપમેન્ટસ ખરીદી માટે કુલ ૬૩ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓમાં આકસ્મિક જરૂરી અગ્નિશમન વાહનો – સાધનો ફાયર વ્હિકલ્સ એન્ડ ઇક્વિપમેન્ટસ ખરીદી માટે કુલ ૬૩ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. ગુજરાત દેશના વિકાસનું રોલમોડેલ સ્ટેટ છે અને તેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. એટલું જ નહીં, ફાયર સેફ્ટીની જરૂરિયાતો પણ વધી છે.
મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ સંદર્ભમાં પ્રજાકીય પ્રતિનિધિઓ અને સ્થાનિક અગ્રણીઓએ કરેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રીશ્રીએ સ્થાનિક શહેરી સત્તા તંત્ર તેમની પાસેના અદ્યતન ફાયર સેફ્ટી સાધનોથી સજ્જ રહે તેવા સલામતિ-સુરક્ષાના અભિગમથી આ રકમ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મંજૂર કરી છે.
નગરપાલિકાઓની અગ્નિશમન વાહનો અને સાધનોની જરૂરીયાતો અનુસાર તેની ખરીદી ગુજરાત શહેરી વિકાસ કંપની(જી.યુ.ડી.સી.) કરીને સંબંધિત નગરપાલિકાઓને ફાળવણી કરશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર નગરપાલિકાઓમાં ૧૮ મીની ફાયર ટેન્ડર, ૨૧ વોટર બાઉસર, ૨૯ વોટર કમ ફોમ ટેન્ડર અને ૨ ઈલેકટ્રીક રેસ્ક્યુ બોટ મળી નગરપાલિકાઓ માટે ૭૧ વાહનો ખરીદી માટે કુલ રૂ. ૬૩.૦૨ કરોડની ગ્રાન્ટ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.
રાજ્ય સરકારે ૨૦૨૦થી ૨૦૨૪ના વર્ષ દરમ્યાન નગરપાલિકાઓને ૮૫ વાહનો ફાળવેલા છે તથા અન્ય ૧૯ વાહનો ફાળવણીની પ્રક્રિયામાં છે.
મુખ્યમંત્રીશ્રીએ આ નગરપાલિકાઓને ફાળવનારા અગ્નિશમન વાહનોમાં જી.પી.એસ. ટ્રેકિંગ સીસ્ટમના ઉપયોગ તથા તેના ડેટાને સી.એમ. ડેશબોર્ડ સાથે લીંક કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અગ્નિશમન વાહનો સાધનોની ખરીદી માટે માતબર નાણાં ફાળવણીની આપેલી આ સૈદ્ધાંતિક મંજુરીને પરીણામે નગરોમાં પ્રજાજીવનની જાનમાલ સુરક્ષા-સલામતી વધુ સુદ્રઢ અને સુનિશ્ચિત થશે.
વિઠ્ઠલાપુર ખાતે મેસ્કોટ ઇન્ડસ્ટ્રિયલ સિટીનું ઉદ્ઘાટન! 655 વિઘા વિસ્તારમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, 12,500 બેડની સુવિધા, 13 કંપનીઓનું ખાતમુહૂર્ત અને રોજગારીની નવી તકો. ગુજરાતના બિઝનેસ હબ વિશે વધુ જાણો.
ગુજરાત સરકારની અંત્યોદય શ્રમ સુરક્ષા અકસ્માત વીમા યોજના શ્રમયોગીઓને આર્થિક અને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે. જાણો યોજનાના લાભો, નોંધણી પ્રક્રિયા અને શ્રમિક કલ્યાણ માટેની અન્ય પહેલો વિશે.
"અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંગ્લાદેશી રહેવાસીઓ વિરુદ્ધ ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપી કડક ચેતવણી. લલ્લા બિહારી સામે ફરિયાદ નોંધાઈ. વધુ જાણો અહીં."