Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધું એક મહત્વનો નિર્ણય

ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધું એક મહત્વનો નિર્ણય

સૌરાષ્ટ્રના જિલ્લાઓની સાથે પાટણ અને વડોદરા જિલ્લાના લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતોને પણ રૂ. ૩૩૦ કરોડના પેકેજનો લાભ આપવા મુખ્યમંત્રીશ્રી પટેલનો ત્વરિત નિર્ણય

Ahmedabad April 01, 2023
ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધું એક મહત્વનો નિર્ણય

ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધું એક મહત્વનો નિર્ણય

કૃષિ મંત્રી શ્રી રાધવજી પટેલે જણાવ્યું હતું કે, હરહંમેશ ખેડૂતના કલ્યાણને વરેલી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ખેડૂતોના હિત માટે વધુ એક ક્રાંતિકારી નિર્ણય લઈને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે રૂ.૩૩૦ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. આ પેકેજ બાબતે પાટણ જિલ્લાના ખેડૂતો માટે ઉદ્યોગ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતે તેમજ વડોદરા જિલ્લા માટે દંડક શ્રી બાલકૃષ્ણભાઇ શુકલ દ્વારા આ બંને જિલ્લાના બટાટાનું વાવેતર કરતા ખેડૂતોને પણ આ પેકેજનો લાભ આપવા કરેલી રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પાટણ અને વડોદરા જિલ્લાના ખેડૂતોના હિતમાં બટાટા માટેની સહાય પેકેજ યોજનામાં આ બે જિલ્લાનો સમાવેશ કરવાનો ત્વરિત નિર્ણય કર્યો છે. મંત્રીશ્રી પટેલે કહ્યું હતું કે સૌરાષ્ટ્રના જિલ્લાઓની તમામ એ.પી.એમ.સી.માં લાલ ડુંગળી વેચનાર ખેડૂતોને ૧ કટ્ટા દિઠ ૧૦૦ રૂપિયા એટલે કે, ૧ કિલોએ રૂ. ૨ અને લાભાર્થી દિઠ વધારેમાં વધારે ૫૦૦ કટ્ટા (૨૫૦ ક્વિન્ટલ) અથવા ૫૦,૦૦૦ રૂપિયાની મર્યાદામાં આર્થિક સહાય આપવાનો નિર્ણય કરતા અંદાજિત રૂ. ૭૦.૦૦ કરોડ સહાય આપવામાં આવશે. લાલ ડુંગળીની નિકાસમાં સહાય આપવા મળેલ રજૂઆત અન્વયે અગાઉ અપાયેલ બટાટાની વાહતુક સહાયના ધોરણે લાલ ડુંગળી માટે વાહતુક સહાય યોજના માટે રાજયની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ  (એ.પી.એમ.સી)માં નોંધાયેલ ખેડૂતો /વેપારીઓને લાલ ડુંગળી અ‌ન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે વાહતુક સહાય જાહેર કરવામાં આવી છે. તે મુજબ પ્રથમ તબક્કે અંદાજિત ૨.૦૦ લાખ મેટ્રિક ટન લાલ ડુંગળીના નિકાસ માટે રૂ.૨૦.૦૦ કરોડની સહાય જાહેર કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું. બટાટાના વધુ ઉત્પાદનના પરિણામે તેના બજાર ભાવ ઓછા હોવાથી રાજ્ય સરકારને આ બાબતે મદદ કરવા અનેક રજૂઆતો મળી હતી. જે સંદર્ભે રાજ્યના બટાટા ઉત્પાદક ખેડૂતોને સહાય કરવા રાજ્યની ખેડૂતહિતલક્ષી સંવેદનશીલ સરકારે ત્વરિત નિર્ણય લઇ કુલ રૂ.૨૪૦ કરોડની સહાય જાહેર કરી છે. જેમાં ખેડૂતોની અલગ-અલગ પ્રકારે સહાય કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. બટાટાને અ‌ન્ય રાજ્યોમાં કે દેશ બહાર નિકાસ કરવા માટે વાહતુક સહાય અંતર્ગત ખેડૂતો/વેપારીઓને બટાટા અ‌ન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે વાહતુક ખર્ચમાં સહાય માટે પ્રાથમિક અંદાજિત રૂ.૨૦.૦૦ કરોડ રકમની સહાય કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું. 


મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના બટાટા ઉત્પાદન કરતા ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાટા (ટેબલ પર્પઝ) સંગ્રહ કરે તો પ્રતિ કિલો રૂ. ૧/- લેખે ખેડૂતને એક કટ્ટા દીઠ રૂ. ૫૦ અને વધારેમાં વધારે ૬૦૦ કટ્ટા (૩૦૦ કિવન્ટલ)ની મર્યાદામાં આર્થિક સહાય તા. ૧ ફેબ્રુઆરી ૨૦૨૩ થી તા.૩૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવામાં આવે તો સહાય આપવામાં આવશે. આ સહાય માટે પ્રાથમિક અંદાજિત રૂ.૨૦૦.૦૦ કરોડ રકમની સહાય કરવામાં આવશે. રાજ્યના એ.પી.એમ.સી.માં બટાટા વેચનાર ખેડૂતને એક કટ્ટા દીઠ રૂ. ૫૦ એટલે કે એક કિલોગ્રામ એ રૂ. ૧/- અને લાભાર્થી દીઠ વધારેમાં વધારે ૬૦૦ કટ્ટા (૩૦૦ કિવન્ટલ)ની મર્યાદામાં આર્થિક સહાય તા. ૧ ફેબ્રુઆરી ૨૦૨૩ થી તા.૩૧ માર્ચ ૨૦૨૩ સુધીના સમયગાળા માટે આપવામાં આવશે. આ સહાય માટે પ્રાથમિક અંદાજિત રૂ.૨૦.૦૦ કરોડ રકમની સહાય આપવામાં આવશે. મંત્રીશ્રીએ કહ્યું હતું કે સરકાર દ્વારા પારદર્શકતા અને ખેડૂતોના બેંક ખાતામાં સહાયની રકમ સીધી જમા થાય તે માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. જેથી ખેડૂત ઘરે બેઠા જ પોતાના મોબાઈલથી અથવા ગ્રામ પંચાયત ખાતેથી VC મારફત ઓનલાઈન અરજી કરી શકશે અને સહાય યોજનામાં લાભ મેળવી શકશે. આ સહાય યોજના બદલ મુખ્યમંત્રીશ્રી અને નાણા મંત્રીશ્રીનો ખેડૂતો વતી કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે આભાર માન્યો હતો.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026: 'આપ' આપશે ભાજપને ટક્કર
rajkot
March 28, 2026

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026: 'આપ' આપશે ભાજપને ટક્કર

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026 માં 'આપ' 7% વધુ મત મેળવશે તો ભાજપ-કોંગ્રેસના સમીકરણો બદલાશે. જાણો ગત ચૂંટણીના ચોંકાવનારા આંકડા અને વિશ્લેષણ.
 

અમદાવાદ સિવિલમાં માનવતાનું નવું સરનામું: ₹60 કરોડના ખર્ચે તૈયાર થયું 858 બેડનું ભવ્ય 'રેનબસેરા'
ahmedabad
March 27, 2026

અમદાવાદ સિવિલમાં માનવતાનું નવું સરનામું: ₹60 કરોડના ખર્ચે તૈયાર થયું 858 બેડનું ભવ્ય 'રેનબસેરા'

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકાર દ્વારા ₹60 કરોડના ખર્ચે અત્યાધુનિક 'રેનબસેરા' તૈયાર કરવામાં આવ્યું છે. 24,436 ચો.મી.માં ફેલાયેલા આ 8 માળના ભવનમાં 858 બેડની ક્ષમતા છે, જે દર્દીઓના સગા-સંબંધીઓને રહેવા માટે સુરક્ષિત આશરો પૂરો પાડશે. અહીં 280 લોકોની ક્ષમતા ધરાવતી કેન્ટીન, આધુનિક રસોડું, બેંક ATM, લોકર રૂમ અને પાર્કિંગ જેવી હાઈટેક સુવિધાઓ ઉપલબ્ધ છે. 

CM ભૂપેન્દ્ર પટેલનો ઉદારતમ અભિગમ: રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્વાગતમાં રજૂઆતોનો ન્યાયિક ઉકેલ
gandhinagar
March 25, 2026

CM ભૂપેન્દ્ર પટેલનો ઉદારતમ અભિગમ: રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્વાગતમાં રજૂઆતોનો ન્યાયિક ઉકેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માર્ચ-2026ના 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમમાં 'નાગરિક દેવો ભવઃ'ના અભિગમ સાથે જનતાની સમસ્યાઓ સાંભળી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાએ 100 થી વધુ, જિલ્લા કક્ષાએ 1218 અને તાલુકા કક્ષાએ 2294 રજૂઆતો પર યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ વૃદ્ધ માતાને પડતી હેરાનગતિ રોકવા, દાંતીવાડા યુનિવર્સિટીમાં બાળકો માટે શાળાનું બાંધકામ કરવા અને ખેડૂતોના જમીન સંપાદન તથા ખેતીના પ્રશ્નો ઉકેલવા વહીવટી તંત્રને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે. 

Braking News

ગાંધી જયંતિ નિમિત્તે
ગાંધી જયંતિ નિમિત્તે "સ્વચ્છતા હી સેવા" પખવાડિયા અંતર્ગત આણંદમાં “સ્વચ્છતા રેલી” યોજાઇ
October 02, 2023

પૂજ્ય મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ભાવાંજલિ આપતાં મહાનુભાવો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

સોશિયલ મીડિયા પર મેસેજ ફોરવર્ડ કરતા પહેલા વિચારી લો, નહીં તો જેલ થઈ જશે!
સોશિયલ મીડિયા પર મેસેજ ફોરવર્ડ કરતા પહેલા વિચારી લો, નહીં તો જેલ થઈ જશે!
August 25, 2023
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
February 20, 2023
નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ
નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ
May 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express