Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • પદ્મ એવોર્ડ – ૨૦૨૪ માટે અરજીઓ મંગાવાઈ

પદ્મ એવોર્ડ – ૨૦૨૪ માટે અરજીઓ મંગાવાઈ

વિવિધ ક્ષેત્રોમાં જીવન પર્યંત અસાધારણ યોગદાન આપનાર નાગરીકો તા. ૩૦ જુન ૨૦૨૩ સુધી www.padmaawards.gov.in પોર્ટલ પર અરજી કરી શકશે

Ahmedabad May 30, 2023
પદ્મ એવોર્ડ – ૨૦૨૪ માટે અરજીઓ મંગાવાઈ

પદ્મ એવોર્ડ – ૨૦૨૪ માટે અરજીઓ મંગાવાઈ

સમાજમાં કલા, સમાજ સેવા, જાહેર બાબતો, વિજ્ઞાન અને એન્જીનીયરીંગ, ટ્રેડ અને ઉદ્યોગ, તબીબી, સાહિત્ય અને શિક્ષણ, સરકારી સેવા, રમત-ગમત વગેરે જેવા ક્ષેત્રોમાં જીવન પર્યંત અસાધારણ યોગદાન આપવા બદલ ભારત સરકાર તરફથી ‘પદ્મ એવોર્ડ’ આપવામાં આવે છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ આ એવોર્ડ જાહેર કરવામાં આવે છે. જે અંગે કેન્દ્ર સરકાર દ્વારા દેશના નાગરિકો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. પદ્મ પુરસ્કાર સંદર્ભે જાહેર જનતા પાસેથી વર્ષ ૨૦૨૪ માટેની અરજીઓ મંગાવવા માટે ભારત સરકારે www.padmaawards.gov.in પોર્ટલ ખુલ્લું મૂક્યું છે તેમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર, પદ્મ એવોર્ડ ૨૦૨૪ માટે અરજી કરવા માંગતા ભારતના નાગરિક www.padmaawards.gov.in વેબસાઈટ ઉપર જઈ સીધી અરજી કરી શકે છે. ગુજરાત સરકાર તરફથી પોતાના નામ માટે ભલામણ મેળવવા માટે આગામી તા. ૩૦ જુન સુધીમાં પદ્મ એવોર્ડની વેબસાઈટ ઉપર આપવામાં આવેલા નિયત નમુનામાં જિલ્લા કલેક્ટર મારફતે સામાન્ય વહીવટ વિભાગમાં અરજી કરવાની રહેશે. દરખાસ્ત મળ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રીયા હાથ ધરી યોગ્ય નામોની ભલામણ ભારત સરકારને કરવામાં આવશે.

પદ્મ એવોર્ડ મેળવવા ઈચ્છુક વ્યક્તિનું નિર્દિષ્ટ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન હોવું જરુરી છે. આ ઉપરાંત પદ્મ એવોર્ડ માટે સમાજના નબળા વર્ગના વ્યક્તિ, અનુસુચિત જાતી અને જનજાતી, દિવ્યાંગ વગેરે વર્ગના લોકો પણ અરજી કરી શકે છે.આ એવોર્ડ માટે સરકારી અધિકારી-કર્મચારી તથા બોર્ડ કોર્પોરેશનના અધિકારી-કર્મચારી સહિત કોઈ પણ અધિકારી-કર્મચારી દરખાસ્ત કરી શકશે નહીં. પરંતુ તબીબો અને વૈજ્ઞાનિકો દરખાસ્ત કરી શકે છે. આ એવોર્ડ માટે જાતિ, વ્યવસાય, પદના ભેદભાવ સિવાય તમામ નાગરીકો અરજી કરી શકે છે તેમ વધુમાં જણાવાયું છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો
gandhinagar
February 25, 2026

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો

ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

Braking News

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓનો હુમલો, 38 માર્યા ગયા; ઘણા ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓનો હુમલો, 38 માર્યા ગયા; ઘણા ઘાયલ
November 21, 2024

આતંકવાદીઓએ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં મુસાફરોના વાહનોને નિશાન બનાવ્યા છે. આ આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 38 લોકોના મોત થયા છે અને ડઝનેક લોકો ઘાયલ થયા છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
February 28, 2023
નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ
નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ
May 26, 2023
ભારતની મુલાકાત એક સફળ મુલાકાતઃ બિલાવલ ભુટ્ટો ઝરદારી
ભારતની મુલાકાત એક સફળ મુલાકાતઃ બિલાવલ ભુટ્ટો ઝરદારી
May 06, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express