અરવિંદ કેજરીવાલ-મનીષ સિસોદિયા કટ્ટર ઈમાનદાર સાબિત થયા: ઈસુદાન ગઢવી
અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા દારૂ કૌભાંડ કેસમાં નિર્દોષ સાબિત થયા. ઈસુદાન ગઢવીએ કહ્યું - કેજરીવાલ કટ્ટર ઈમાનદાર છે, ભાજપે ખોટા આરોપ લગાવી AAP તોડવાની કોશિશ કરી. ગુજરાતમાં ઉજવણી.
અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનોજ સિસોદીયા આજે નિર્દોષ સાબિત થયા છે. આ મામલે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી,પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ તકે મિડીયાને સંબોધતા આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આખા દેશમાં જે લોકો ભ્રષ્ટાચાર સામે લડ્યા, અને જે સામાન્ય જનતા ભ્રષ્ટાચારથી પીડિત હતી, એ જ જનતા આમ આદમી પાર્ટીમાં જોડાતી ગઈ અને પછી દિલ્હીમાં સરકાર બની,સરકાર બન્યા પછી આમ આદમી પાર્ટીએ માત્ર અમુક વર્ષમાં જ એવી કામગીરી કરી કે બીજી પાર્ટીઓ કરી શકી ન હતી. અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીએ એવા કાર્ય બતાવ્યા કે આખા દેશમાં તેની ચર્ચા થઈ, અને આખા દેશમાં આમ આદમી પાર્ટી મોટી બનતી ગઇ. પછી, પંજાબમાં સરકાર બની, ગુજરાતમાં માહોલ તૈયાર થયો, ધારાસભ્યો બન્યા, અને અરવિંદ કેજરીવાલજીની આમ આદમી પાર્ટીની વિચારધારા અને ઈમાનદારીની પ્રતિષ્ઠા બીજા રાજ્યોમાં કેરલ સુધી પહોંચી. કાશ્મીરમાં પણ એવા મેસેજ પહોંચ્યા કે અરવિંદ કેજરીવાલજી ભ્રષ્ટ છે. ખોટા કેસ ચલાવવામાં આવ્યા, અને એ માટે કાયદામાં ખાસ ફેરફાર કરાયો હતો.
AAP નેતા ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે આજે સાબિત થાય છે કે કેન્દ્રીય સત્તા જો ઇચ્છે તો કાયદામાં ફેરફાર કરીને પોતાના કાયદાનું રક્ષણ આપી શકે છે. ચાલુ મુખ્યમંત્રી અને ડેપ્ટી મુખ્યમંત્રીને જેલમાં મુકવા, તેમની કેરિયર અને પ્રતિષ્ઠા પર દાગ લગાવ્યો હતો, ત્યારે આજે ભાજપ અને નરેન્દ્ર મોદીની સરકાર પર આખા દેશમાં ગુસ્સો છે. છ મહિના સુધી અરવિંદ કેજરીવાલજીને જેલમાં રાખવામાં આવ્યા, પરંતુ તેઓ મુખ્યમંત્રી પદ પર ચાલુ રહ્યા. બીજા કાયદો બદલવામાં આવ્યો કે હવે મુખ્યમંત્રી એક મહિનો પણ જેલમાં રહેશે તો પદ ગુમાવી શકે. પરંતુ જ્યારે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા, ત્યારે અરવિંદ કેજરીવાલ છ મહિના સુધી જેલમાં રહેવા છતાં તેઓ મુખ્યમંત્રી રહ્યા. આ ઘટનાએ નાગરિકો અને ખાસ કરીને ગુજરાતની સાત કરોડ જનતાના મનમાં વિશ્વાસ જમાવ્યો છે, અને સાબિત કર્યું છે કે કઈ રીતે ઈમાનદારી અને સેવાભાવના મૂલ્યો સાથે પાર્ટી આગળ વધી રહી છે. આટલુ જ નહીં મનીષ સિસોદિયાજીએ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સારું કામ કર્યું અને એમાંથી શીખવાની જગ્યાએ એમને ખોટા કેસમાં જેલમાં નાખવામાં આવ્યા હતા. કાયદાઓનો દુરુપયોગ કરી કેજરીવાલજી-સિસોદીયાજી પર જે દાગ લગાડવામાં આવ્યો હતો, તેની હકીકત સામે આવી ગઈ છે અને ભાજપનું ષડયંત્ર ખુલ્લું પડી ગયું છે ત્યારે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં આ જીતની ઉજવણી કરશે.
આમ આદમી પાર્ટી ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'સુપોષિત ભારત'ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે રૂ. ૭,૬૯૦ કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ૨,૦૦૦ નવી 'ચાઈલ્ડ ફ્રેન્ડલી' આંગણવાડીઓનું નિર્માણ થશે, જેમાં RO મશીન, LED ટીવી અને સ્માર્ટ સુવિધાઓ ઉપલબ્ધ હશે.
ગુજરાત સરકારે બજેટ 2026-27માં યાત્રાધામોને 'ગ્રીન અને વીજ સલામત ઝોન' બનાવવા ₹100 કરોડની જોગવાઈ કરી છે. દ્વારકા, સોમનાથ, અંબાજી અને પાલીતાણાને પ્રારંભિક તબક્કે અગ્રતા આપવામાં આવશે. યોજના હેઠળ સતત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો, વીજ સુરક્ષા વધારવા, રૂફટોપ સોલાર સિસ્ટમનો પ્રચાર અને કાર્બન ઉત્સર્જન ઘટાડો થશે.
રાજપીપલામાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી આર.વી. વાળાની અધ્યક્ષતામાં ડિસેમ્બર 2025 અંતિત અનુસૂચિત જાતિ પેટા યોજના, એટ્રોસિટી એક્ટ અંતર્ગત જિલ્લા તકેદારી સમિતિ અને મેન્યુઅલ સ્કેવેન્જર એક્ટ-2013ની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઈ.