વડોદરાના નવા જિલ્લા કલેક્ટર તરીકે શ્રી બી. એ. શાહે પદભાર સંભાળયો
વડોદરાના જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા અતુલ ગોરની મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે બદલી થતાં તેમના સ્થાને નિયુક્ત પામેલા બીજલ શાહે આજે જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે વિધિવત્ત પદભાર સંભાળી લીધો છે.
વડોદરા : વડોદરાના જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા શ્રી અતુલ ગોરની મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે બદલી થતાં તેમના સ્થાને નિયુક્ત પામેલા શ્રી બીજલ શાહે આજે જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે વિધિવત્ત પદભાર સંભાળી લીધો છે. નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ અને તેમની આગેવાનીમાં અન્ય અધિકારીશ્રીઓએ શ્રી બીજલ શાહનું સ્વાગત કર્યું હતું.
આ સાથે જ તેમણે પ્રાંત અધિકારીશ્રીઓ અને મામલતદારો સાથે પરિચયાત્મક બેઠક યોજી સરકારના વિવિધ પ્રોજેક્ટની માહિતી મેળવી હતી.
પદભાર સંભાળ્યા બાદ શ્રી બી. એ. શાહે જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લાના સમગ્રતયા વિકાસ માટેના પ્રયત્નોને આગળ ધપાવવામાં આવશે. જિલ્લામાં સેવાકીય બાબતો અને આંતરમાળખાકીય સુવિધાઓનો વ્યાપ વધારીને આયામોમાં સતત પ્રગતિ કરવામાં આવશે. સુઓમોટો વારસાઈ ઝુંબેશ હેઠળ ડોરસ્ટેપ સુધી જઈને વારસાઈની એન્ટ્રી પર તેમણે ખાસ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત જિલ્લાના નાગરિકોની જનસુખાકારી અને જન સુવિધાઓમાં વધારો થાય તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વિવિધ સરકારી યોજનાઓનો અસરકારક અમલ થાય તે માટે સતત કાર્યશીલ રહીશું.
વડોદરા જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર શ્રી શાહ આ અગાઉ જામનગર અને બોટાદમાં જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી પોતાની વહીવટી કુશળતાનો પરિચય આપી ચૂક્યા છે. શ્રી બીજલ શાહ ૨૦૦૯ ની બેચના સનદી અધિકારી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.