Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • માતાનો મઢ માસ્ટર પ્લાન અંતર્ગત આશાપુરા માતાને સુવિધાઓનો શણગાર

માતાનો મઢ માસ્ટર પ્લાન અંતર્ગત આશાપુરા માતાને સુવિધાઓનો શણગાર

વડાપ્રધાન ગુજરાતની આ મુલાકાત દરમિયાન પહેલા જ દિવસે એટલે કે 26 મેના રોજ કચ્છના પ્રવાસે જશે અને ભુજ ખાતે આયોજિત સમારંભમાં ₹53,414 કરોડના કુલ 33 વિકાસકાર્યોનું ખાતમુહુર્ત તેમજ લોકાર્પણ કરશે. 

Ahmedabad May 23, 2025
માતાનો મઢ માસ્ટર પ્લાન અંતર્ગત આશાપુરા માતાને સુવિધાઓનો શણગાર

માતાનો મઢ માસ્ટર પ્લાન અંતર્ગત આશાપુરા માતાને સુવિધાઓનો શણગાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 તથા 27 મેના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન ગુજરાતની આ મુલાકાત દરમિયાન પહેલા જ દિવસે એટલે કે 26 મેના રોજ કચ્છના પ્રવાસે જશે અને ભુજ ખાતે આયોજિત સમારંભમાં ₹53,414 કરોડના કુલ 33 વિકાસકાર્યોનું ખાતમુહુર્ત તેમજ લોકાર્પણ કરશે. વડાપ્રધાન દ્વારા જે 33 વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ થનાર છે, તેમાં ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનાં કેન્દ્ર માતાનો મઢ ખાતે આવેલ આશાપુરા ધામના ‘માતાનો મઢ માસ્ટર પ્લાન’ હેઠળ થયેલ વિકાસકાર્યોનાં ઇ-લોકાર્પણનો પણ સમાવેશ થાય છે.

રાજ્ય સરકાર તથા તેના હેઠળ કાર્યરત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલ સમગ્ર આશાપુરા ધામ પરિસરના નવીનીકરણ તથા પુનર્વિકાસ માટે ₹32.71 કરોડનો માસ્ટર પ્લાન અમલમાં મૂક્યો હતો, જે હવે પૂર્ણ થયો છે. આ માસ્ટર પ્લાન હેઠળ માતાનો મઢ – આશાપુરા માતા મંદિર પરિસર ખાતે શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં આવેલ યાત્રાધામોને ધાર્મિક પ્રવાસન સ્થળો તરીકે વિકસાવી રહી છે અને આ જ કડીમાં ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓ જ્યાં આસ્થા ધરાવે છે, તેવા માતાનો મઢ ખાતે આવેલ આશાપુરા મંદિર તથા આસપાસના સ્થળોનો વિકાસ પણ હાથ ધરવામાં આવ્યો હતો. આ વિકાસકાર્યો પૂર્ણ થતા માતાનો મઢ – આશાપુરા માતાને સુવિધાઓનો શણગાર થયો છે. માસ્ટર પ્લાન હેઠળ શ્રી આશાપુરા માતાજી મંદિર પરિસર ખાતે શ્રદ્ધાળુઓ માટે મોટાપાયે સુવિધાઓ અને સવલતો ઊભી કરવામાં આવી છે. ખાટલા ભવાની મંદિર તથા ચાચરા કુંડને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે, તો રૂપરાય તળાવનું સૌંદર્યીકરણ, એન્ટ્રન્સ પ્લાઝા, પાર્કિંગ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. યાત્રાધામ પરિસરમાં પીવાના પાણીની સુવિધા, પ્રસાધન, બેઠક વ્યવસ્થા, પ્લાન્ટેશનના કાર્યો પણ પૂર્ણ કરવામાં આવ્યા છે.

ખાટલા ભવાની મંદિરનો વિકાસ

માતાનો મઢ ખાતે આવેલ આશાપુરા માતા મંદિરમાં એમ તો બારેમાસ શ્રદ્ધાળુઓ આવતા હોય છે, પરંતુ નવરાત્રિ દરમિયાન અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આશાપુરા માતાના દર્શનાર્થે આવે છે. માસ્ટર પ્લાન અંતર્ગત નવરાત્રિ પહેલા આશાપુરા માતા સંકુલમાં આવનાર માઈભક્તો માટે ખાટલા ભવાની મંદિર તથા ચાચરા કુંડને નૂતન સ્વરૂપ આપવામાં આવ્યું છે.

ખાટલા ભવાની મંદિર પર્વતની ટોચ પર છે કે જ્યાં પહોંચવા માટે પગથિયા (ધાબા સાથે) તથા ગાડી જઈ શકે એવો રસ્તો હતો. પર્વતની ટોચે મંદિર પાસે અવિકસિત મોટો વિસ્તાર આવેલો હતો કે જ્યાંથી સંપૂર્ણ માતાનો મઢ ગામ જોઈ શકાય છે. માસ્ટર પ્લાન હેઠળ ખાટલા ભવાની મંદિરે જવા માટેના પગથિયાનું રિનોવેશન, મંદિરમાં પથ્થરનું ક્લેડિંગ તેમજ પર્વત પર યાત્રિકો માટે પરિસરનો વિકાસ કરવામાં આવ્યો છે, જેમાં વૉક-વે, બાળ ક્રીડાંગણ, ગઝેબોનું રીપેરિંગ, વાહનો મારફતે આવતાં યાત્રાળુઓ માટે રૅમ્પ-એપ્રોચ, પ્લાન્ટેશન, પાર્કિંગ અને શૌચાલય બ્લૉક, હંગામી સ્ટૉલ માટે શેડ-ઓટલા, મુખ્ય પ્રવેશદ્વાર જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

જર્જરિત ચાચરા કુંડનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો

માતાનો મઢ ગામમાં પૌરાણિક ચાચરા કુંડ આવેલ છે, જેમાં બારેમાસ પાણી રહે છે. કુંડની આસપાસ (પરિસરની) વિશાળ જગ્યા આવેલ છે. ચાચરા કુંડ ખૂબ જ જર્જરિત હાલતમાં હતો તથા પરિસરમાં અન્ય કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હતી. માસ્ટર પ્લાન હેઠળ ચાચરા કુંડનો અદ્યતન લાઇટિંગ સાથે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. ચાચરા કુંડ પરિસરમાં વૉક-વે, બાળ ક્રીડાંગણ, બેઠક વ્યવસ્થા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. અહીં આવતાં પ્રવાસીઓ જાતે ભોજન બનાવીને જમી શકે, તે માટે કિચન-ડાઇનિંગ સુવિધા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત, એમ્ફી થિયેટર પ્રકારની બેઠક વ્યવસ્થા, પ્લાન્ટેશન, શૌચાલય બ્લૉક તથા મંદિરના મુખ્ય પ્રવેશદ્વારનું રિપૅરિંગ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. માસ્ટર પ્લાન અંતર્ગત છેલ્લા તબક્કામાં માતાનો મઢ ખાતે આવેલ રૂપરાય તળાવ તથા આશાપુરા માતા મંદિર ખાતેના વિકાસકાર્યો પણ પૂર્ણ કરવામાં આવ્યા છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

અમદાવાદમાં
ahmedabad
May 24, 2025

અમદાવાદમાં "કેમ્બે ગ્રાન્ડ" ખાતે "ચીની સાયબર ફ્રોડ" સિન્ડિકેટ ઝડપાયું

"અમદાવાદમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચે ચીની સાયબર ફ્રોડ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો. SIP ટ્રંક દ્વારા ભારતીયોને છેતરતા આરોપીઓ ઝડપાયા. વધુ જાણો!"

ગાંધીનગર ખાતેથી 'પોષણ સંગમ કાર્યક્રમ'નો રાજ્યવાપી શુભારંભ
gandhinagar
May 23, 2025

ગાંધીનગર ખાતેથી 'પોષણ સંગમ કાર્યક્રમ'નો રાજ્યવાપી શુભારંભ

ગાંધીનગર ખાતેથી 'પોષણ સંગમ કાર્યક્રમ'નો રાજ્યવાપી શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, આંગણવાડીમાં નોંધાયેલ તમામ બાળકોને તંદુરસ્ત બનાવવાના અભિયાનમાં 'પોષણ સંગમ’  કાર્યક્રમ માઈલસ્ટોન સાબિત થશે. 

ગુજરાતમાં સિંહો વિશે સારા સમાચાર, 5 વર્ષમાં વસ્તી આટલી વધી
gandhinagar
May 21, 2025

ગુજરાતમાં સિંહો વિશે સારા સમાચાર, 5 વર્ષમાં વસ્તી આટલી વધી

ગુજરાતના જંગલોમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે. ગુજરાત સરકારે સિંહોની 16મી વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા છે. આ ગણતરી ૧૦ થી ૧૩ મે દરમિયાન બે તબક્કામાં કરવામાં આવી હતી.

Braking News

Tesla layoffs: ટેસ્લામાં મોટી છટણી થશે, એલોન મસ્કે કર્મચારીઓને આપ્યા ખરાબ સમાચાર
Tesla layoffs: ટેસ્લામાં મોટી છટણી થશે, એલોન મસ્કે કર્મચારીઓને આપ્યા ખરાબ સમાચાર
April 15, 2024

Elon Musk: ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કએ કર્મચારીઓને એક ઈમેલ મોકલીને આ દુઃખદ નિર્ણય વિશે જાણકારી આપી છે. તેણે કહ્યું કે મને આવો નિર્ણય લેવામાં નફરત છે પરંતુ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

StockDaddyના સ્થાપક આલોક કુમારે યુવા સાહસિકોને સશક્ત બનાવવા પુસ્તક '1 બિલિયન'નું વિમોચન કર્યું
StockDaddyના સ્થાપક આલોક કુમારે યુવા સાહસિકોને સશક્ત બનાવવા પુસ્તક '1 બિલિયન'નું વિમોચન કર્યું
February 22, 2023
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
February 20, 2023
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
April 14, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express