આશિષ હળપતિની ઉજ્જવળ સિદ્ધિ, NCC મારફતે હિમાલય માઉન્ટેનિયરિંગ કોર્સમાં સિલેક્શન
શ્રી છોટુભાઈ પુરાણી કોલેજના વિદ્યાર્થી આશિષ હળપતિને હિમાલય માઉન્ટેનિયરિંગ કોર્સમાં પસંદગી – NCC મારફતે વિશિષ્ટ સિદ્ધિ, કોલેજ-શાળા પરિવારના અભિનંદન.
રાજપીપળા : ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ પ્રેરિત શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન, રાજપીપળાના વિદ્યાર્થી હળપતિ આશિષે પર્વતારોહણ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આશિષ હળપતિએ વિશેષ શાંતાબા વિદ્યાલય, કુકેરી ખાતે બાલમંદિરથી ધોરણ-૧૨ સુધીનો સંપૂર્ણ અભ્યાસ જવાબદારી અને સમર્પણભાવ સાથે પૂર્ણ કર્યો છે. આશિષને સફળતા સુધી પહોંચાડવામાં શાંતાબા વિદ્યાલય, કુકેરીના શાળા પરિવારનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
હાલ આશિષ હળપતિ શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન, રાજપીપળામાં બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. ગત વર્ષે તેમણે NCC મારફતે પર્વતારોહણનો “બેઝિક કોર્સ” સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. કોલેજના પ્રાધ્યાપક તથા NCC અધિકારી ડૉ. વિજય પટેલ (SOS) ના માર્ગદર્શન હેઠળ આ વર્ષે આશિષની પસંદગી લીડરશીપ એન્ડ ટીમ બિલ્ડીંગ કેમ્પ
અંતર્ગત નીમ કેમ્પસ, ઉત્તરકાશી – હિમાલય રેન્જ માઉન્ટેનિયરિંગ કોર્સ માટે કરવામાં આવી છે. આ કોર્સ ઉત્તરકાશી ખાતે તારીખ ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ થી ૦૫ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાનાર છે.
આ વિશિષ્ટ સિદ્ધિ બદલ આશિષ હળપતિને તેમના શાળા પરિવાર, પુરાણી પરિવાર, કોલેજ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. પી.વી. આચાર્ય, NCC અધિકારી ડૉ. વિજય પટેલ (SOS) તથા કોલેજના સારસ્વત સ્ટાફે અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય અને ઉત્તમ પ્રગતિ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.