Asia Cup 2023: 'અમને ફાયદો થશે...', ભારત સામેની મેચ પહેલા બાબર આઝમનું નિવેદન
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2023ની બીજી મેચ 10 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે. ગ્રુપ સ્ટેજમાં પલ્લેકલમાં બંને વચ્ચેની લીગ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.
એશિયા કપ 2023ના સુપર 4 રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે મેચ રમાવાની છે. બંને ટીમો માટે આ મુકાબલો ઘણો મહત્વનો બની રહેશે. આ ટૂર્નામેન્ટમાં અગાઉ બંને ટીમો ગ્રુપ સ્ટેજમાં સામસામે આવી હતી. તે મેચમાં ભારતની બેટિંગ બાદ વરસાદ આવ્યો હતો અને મેચ પૂર્ણ થઈ શકી નહોતી. જો કે, તે મેચમાં પાકિસ્તાનના બોલિંગ આક્રમણે ભારતીય બેટ્સમેનોની આકરી પરીક્ષા આપી હતી. હવે સુપર 4 મુકાબલો પહેલા ફરી એકવાર પાકિસ્તાનની પેસ બેટરીની ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે મેચના એક દિવસ પહેલા આ અંગે નિવેદન આપ્યું છે.
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તાજેતરમાં શ્રીલંકામાં લાંબા સમય સુધી રમવાનો અનુભવ તેની ટીમને એશિયા કપ 'સુપર ફોર' ભારત સામેની મેચમાં ફાયદો કરાવશે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના ઘણા ખેલાડીઓ જુલાઈમાં ટેસ્ટ સીરિઝ બાદથી શ્રીલંકામાં સતત રમી રહ્યા છે. ટેસ્ટ શ્રેણી બાદ આ ખેલાડીઓએ અહીં અફઘાનિસ્તાન સામે લંકા પ્રીમિયર લીગ અને વનડે શ્રેણી પણ રમી હતી. આ અંગે બાબરે કહ્યું કે, અમે શ્રીલંકામાં સતત ક્રિકેટ રમી રહ્યા છીએ, તમે કહી શકો કે અમને ભારત પર ફાયદો થશે. અમે લગભગ બે મહિનાથી શ્રીલંકામાં છીએ. અમે ટેસ્ટ રમ્યા, અફઘાનિસ્તાન સામે શ્રેણી અને પછી લંકા પ્રીમિયર લીગ. તેથી એવું કહી શકાય કે અમને લાભ મળશે.
એશિયા કપમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલરો શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ અને નસીમ શાહે મળીને ત્રણ મેચમાં 23 વિકેટ લીધી છે. પોતાની ટીમની પેસ બેટરી અંગે બાબરે કહ્યું કે, હા, અમે બોલથી સારી શરૂઆત કરી છે અને યોજના હંમેશા મધ્ય ઓવરોમાં સારી બોલિંગ કરવાની રહી છે. અમારો પ્રયાસ અસરકારક સંતુલન લાવવાનો છે. અમને મધ્ય ઓવરોમાં વિકેટની જરૂર છે પરંતુ અમે તેમ કરી શકતા નથી. પરંતુ તમે જોઈ શકો છો કે અમે મેચમાં સારું ફિનિશિંગ કરી રહ્યા છીએ. અમારા ફાસ્ટ બોલરો સારો દેખાવ કરી રહ્યા છે. આ સમગ્ર ટીમનું પ્રદર્શન છે. જો એક નિષ્ફળ જાય તો બીજો બોલર સારો દેખાવ કરે છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે આ બીજી મેચ કોલંબોમાં રમાશે. ગ્રુપ સ્ટેજમાં પલ્લેકલમાં બંને વચ્ચેની લીગ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. કોલંબોમાં પણ સતત વરસાદ પડી રહ્યો હતો. બાબરને આશા છે કે રવિવારે હવામાન સ્વચ્છ રહેશે. આ અંગે તેમણે કહ્યું કે, અમારા હાથમાં જે છે તેના પર અમે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. જે રીતે તડકો છે, મને નથી લાગતું કે કાલે વધારે વરસાદ પડશે. અમે શક્ય તેટલી પ્રેક્ટિસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સુપર 4ની પ્રથમ મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું. ભારતની આ પ્રથમ મેચ હશે.
Australia Women vs India Women: ઓસ્ટ્રેલિયા મહિલા વિરુદ્ધ ભારત મહિલા: ભારત ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમ સામે પ્રથમ ODI 6 વિકેટથી હારી ગયું. આ હાર સાથે, ભારતીય ટીમ શ્રેણીમાં 0-1 થી પાછળ પડી ગઈ.
T20 વર્લ્ડ કપમાં નેપાળે સ્કોટલેન્ડને 7 વિકેટે હરાવી 12 વર્ષ બાદ પ્રથમ જીત મેળવી છે. ભુર્ટેલ અને આઈરીની શાનદાર બેટિંગથી નેપાળે ઈતિહાસ રચ્યો. સંપૂર્ણ સ્કોરકાર્ડ અહીં જુઓ.
પાકિસ્તાન સામે જીત પછી હાર્દિક પંડ્યા-મહિકા શર્માનો રોમેન્ટિક વીડિયો વાયરલ! ડ્રેસિંગ રૂમમાંથી એરપોર્ટ સુધી – ગળે લાગવું, હસવું-મજાકનો કેમિસ્ટ્રી ચાહકોને દિવાના કરી રહ્યો છે. T20 વર્લ્ડ કપમાં હાર્દિકનું ફોર્મ અને મહિકાનો સાથ – વિગતો જુઓ.