વડોદરા જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેઠળ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટે સહાય યોજના
રાજ્ય સરકારે ખેડૂતોને પાક રક્ષણ હેઠળ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટે સહાય યોજના જાહેર કરી છે.
વડોદરા : રાજ્ય સરકારે ખેડૂતોને પાક રક્ષણ હેઠળ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટે સહાય યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ ખેડુત/ખેડુતોએ જુથમાં ઓછામાં ઓછા ૨ (બે) હેકટર વિસ્તાર (કલસ્ટર) માટે નવી તારની વાડ બનાવવા, રનીંગ મીટર દીઠ રૂ. ૨૦૦/- અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦% બેમાંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે.
આ અંગેની અરજીઓ આઈ ખેડુત પોર્ટલ પર ઓનલાઈન લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે સ્વીકારવામાં આવશે. ખેડુતોની અરજીઓ સ્વીકારવા આઈ ખેડુત પોર્ટલ પર આવતીકાલ તા.૧૨.૧૨.૨૦૨૩ના રોજ સવારે ૧૦.૩૦ કલાકથી આગામી ૩૦ દિવસ સુધી ખુલ્લુ મુકવામાં આવશે.
કલસ્ટર માટે ખેડુતો દ્વારા ગ્રુપ લીડર નક્કી કરવાના રહેશે. ખેડુત/ખેડુતોએ જુથ દ્વારા અરજી કર્યા બાદ દિન-૧૦માં ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે સાધનીક પુરાવા જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂ કરવાના રહેશે. ત્યારબાદ સ્થળ ચકાસણી કર્યા પછી પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
ઓનલાઈન અરજીની સહીવાળી નકલ થતા સંયુકત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક, ૭/૧૨, ૮-અ ની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ, બેન્ક પાસબુકની નકલ/રદ કરેલ ચેક, આધારકાર્ડની નકલ, કબુલાતનામું અને સ્વઘોષણા પત્રક,ડીમાર્કે નિશાન વાળો નકશો,પૂર્વ મંજૂરી મેળવી હોય તેવા ખેડુત/ખેડુત જૂથ લીડર નિયત ડીઝાઇન અને સ્પેસિફિકેશન ઠરાવની શરતો મુજબ તાર ફેન્સિંગ બનાવવાની સંપૂર્ણ કામગીરી દિન-૧૨૦ માં પૂર્ણ કરી સામાન ખરીદીના GST વાળા બીલ અને અન્ય જરૂરી દસ્તાવેજો સહિત કલેમ જમા કરાવવાનો રહેશે. ત્યારબાદ કામગીરી પૂર્ણ થયાની સ્થળ ચકાસણી કર્યા પછી સહાયની રકમ બેંક ખાતામાં જમા કરવામાંઆવશે.
જે જમીન ઉપર ખેતી થતી હોય તેવી જમીન પર ફેન્સિંગ કરવાની સહાય મળવાપાત્ર છે. જેની તમામ ખેડૂતોને કાળજી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."