Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ડિસેમ્બર-25ના રાજ્ય સ્વાગતમાં 97 જેટલા રજૂઆત કર્તાઓની રજૂઆતો મુખ્યમંત્રી સમક્ષ આવી

ડિસેમ્બર-25ના રાજ્ય સ્વાગતમાં 97 જેટલા રજૂઆત કર્તાઓની રજૂઆતો મુખ્યમંત્રી સમક્ષ આવી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ડિસેમ્બર-2025ના રાજ્ય સ્વાગતમાં રજૂઆત કરવા આવેલા નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળીને તેના યોગ્ય નિવારણ માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપી હતી.

Gandhinagar December 24, 2025
ડિસેમ્બર-25ના રાજ્ય સ્વાગતમાં 97 જેટલા રજૂઆત કર્તાઓની રજૂઆતો મુખ્યમંત્રી સમક્ષ આવી

ડિસેમ્બર-25ના રાજ્ય સ્વાગતમાં 97 જેટલા રજૂઆત કર્તાઓની રજૂઆતો મુખ્યમંત્રી સમક્ષ આવી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ડિસેમ્બર-2025ના રાજ્ય સ્વાગતમાં રજૂઆત કરવા આવેલા નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળીને તેના યોગ્ય નિવારણ માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપી હતી. તેમણે રાજ્યના વિભાગો અને વહીવટી તંત્રના અધિકારીઓને આ સંદર્ભમાં એવી પણ તાકિદ કરી હતી કે, સ્વાગતમાં આવતી રજૂઆતોનું નિવારણ સામૂહિક પ્રયત્નોથી લાવવું જોઈએ.
 
દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતા “સ્વાગત” ઓનલાઇન જનફરિયાદ નિવારણના ઉપક્રમમાં ડિસેમ્બર-૨025ના રાજ્ય સ્વાગતમાં રાજ્યભરમાંથી 97થી વધુ રજૂઆત કર્તાઓ પોતાની રજૂઆતો સાથે ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહિ, જિલ્લા સ્વાગતની 1284 અને તાલુકા સ્વાગતની 2458 રજૂઆતો-પ્રશ્નો સંદર્ભમાં જિલ્લા તાલુકા કક્ષાએ નિવારણની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમની સમક્ષ થયેલી રજૂઆતોમાં સંવેદના સ્પર્શી અભિગમ દાખવીને આવી રજૂઆતોના યોગ્ય નિવારણ માટે સંબંધિત જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ તાકિદ કરી હતી. તેમણે જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના એક ધરતી પુત્રને તેના ખેતરમાં જવા માટેનો રસ્તો સ્થાનિક સ્થિતિએ જરૂરી ચકાસણી કરીને મેળવી આપવા જિલ્લા કલેકટરને સૂચના આપી હતી.

આ ઉપરાંત સીપુ યોજના અન્વયે સાબરમતી સરસ્વતી લિન્ક કેનાલ યોજનામાં મહેસાણાના ખેડૂતની સંપાદિત થયેલી  ખેતીની જમીનનું વળતર તાત્કાલિક ચુકવવાના દિશાનિર્દેશો કલેકટરને આપ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ નગરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ અને નાગરિક સુવિધાના કામોમાં ક્વોલિટી જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું અને આવા કામોમાં બેદરકારી કે નિષ્કાળજી દાખવનારાઓ સામે કડક પગલાં લેવા સૂચના આપી હતી.

વાપી નગરપાલિકા વિસ્તારમાં સંયૂક્ત માલિકીની જમીનમાં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ કનેક્શન માટે કરવામાં આવતા અવરોધો દૂર કરીને આ કનેક્શન તાત્કાલિક આપવા અને બાબરા તાલુકાના રજૂઆત કર્તાને સરકારે ફાળવેલા મફત ઘરના પ્લોટની ગામના નમૂનામાં નોંધ કરીને માલિકી હક આપવા મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત તંત્રવાહકોને કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું.

આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે, ખાસ ફરજ પરના અધિકારીઓ શ્રી ધીરજ પારેખ અને શ્રી રાકેશ વ્યાસ તેમજ સંબંધિત વિભાગોના સચિવો ગાંધીનગરથી તથા જિલ્લા કલેકટરો વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

EDના 5 શહેરોમાં 15 સ્થળોએ દરોડા, 1392 કરોડના બેંક કૌભાંડ સાથે સંબંધિત કેસ
EDના 5 શહેરોમાં 15 સ્થળોએ દરોડા, 1392 કરોડના બેંક કૌભાંડ સાથે સંબંધિત કેસ
July 18, 2024

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે દિલ્હી, ગુરુગ્રામ, મહેન્દ્રગઢ, બહાદુરગઢ અને જમશેદપુરમાં દરોડા પાડ્યા છે. તમને જણાવી દઈએ કે આ મામલો 1392 કરોડ રૂપિયાના કૌભાંડ સાથે જોડાયેલો છે. 

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
February 21, 2023
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની દારૂની આબકારી નીતિ કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવશે
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની દારૂની આબકારી નીતિ કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવશે
February 24, 2023
પાકિસ્તાની યુનિવર્સિટીમાં ભાઈ-બહેનના સંબંધો પર અશ્લીલ સવાલ પર આક્રોશ
પાકિસ્તાની યુનિવર્સિટીમાં ભાઈ-બહેનના સંબંધો પર અશ્લીલ સવાલ પર આક્રોશ
February 22, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express