Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • AAP કાર્યકરો પર અત્યાચારની સીમા વટાવી: ઈસુદાન ગઢવીએ વીડિયો જાહેર કરી ભાજપને ચેતવ્યા

AAP કાર્યકરો પર અત્યાચારની સીમા વટાવી: ઈસુદાન ગઢવીએ વીડિયો જાહેર કરી ભાજપને ચેતવ્યા

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે સરકાર ડ્રગ્સ અને દારૂનું વેચાણ રોકવામાં નિષ્ફળ રહી છે અને આખી પોલીસને AAP ના કાર્યકર્તાઓ પાછળ લગાડી દીધી છે. છેલ્લા એક મહિનામાં 50 થી વધુ કાર્યકરો પર ખોટી FIR કરવામાં આવી હોવાનો દાવો કરતા તેમણે કહ્યું કે ભાજપ હારના ડરથી 'ખાખી'નો દુરુપયોગ કરી રહી છે. 

Ahmedabad March 31, 2026
AAP કાર્યકરો પર અત્યાચારની સીમા વટાવી: ઈસુદાન ગઢવીએ વીડિયો જાહેર કરી ભાજપને ચેતવ્યા

AAP કાર્યકરો પર અત્યાચારની સીમા વટાવી: ઈસુદાન ગઢવીએ વીડિયો જાહેર કરી ભાજપને ચેતવ્યા

અમદાવાદ : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગંભીર મુદ્દા પર વીડિયોના માધ્યમથી ભાજપ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે,  ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર પર મને દયા આવે છે. તમે લોકો ડ્રગ્સ પકડી શકતા નથી અને બેફામપણે ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. ગુજરાતમાં ડ્રગ્સ ઉંદર ખાઈ જાય છે અફીણને હવા ખાઈ જાય છે અને આખું ગુજરાત રામ ભરોસે ચાલી રહ્યું છે અને બીજી બાજુ તમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર અત્યાચારની સીમા વટાવી દીધી છે. તમે ગુજરાત સંભાળી શકતા નથી અને આ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જેઓ લોકો માટે અવાજ ઉઠાવે છે, લોકોના મુદ્દાઓની રજૂઆત કરે છે, તેમના પર તમે ખોટી FIR કરો છો.  આજે આખા ગુજરાતની પોલીસ તમે આમ આદમી પાર્ટી પાછળ લગાડી દીધી છે. જેના કારણે ડ્રગ્સ અને દારૂ બેફામપણે વેચાય છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ એકદમ કથળી ગઈ છે, કારણ કે બધી પોલીસ તો તમે આમ આદમી પાર્ટી પાછળ લગાડી દીધી છે. તો આવી કામગીરી બદલ તમને શરમ આવવી જોઈએ. તમને એ વાતની બીક છે કે જો આમ આદમી પાર્ટી ચૂંટણી જીતી જશે તો તમારે ગુજરાતમાંથી ઉતારા ભરવા પડશે. હું તો એમને એટલું કહીશ કે હાલતો  તમારી આબરૂનું ધોવાણ થાય છે.

વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, તમે પોરબંદરમાં બે-ત્રણ કાર્યકર્તાઓ પર FIR કરાવી, જામનગરમાં બે ત્રણ કાર્યકર્તાઓ પર FIR કરાવી, જામનગરમાં અમારા સહયોગી મિત્રોને તમે જેલમાં બેસાડી દીધા છે, સુરેન્દ્રનગરમાં પ્રજાનો અવાજ ઉઠાવતા કમલેશ કોટેચા સહિતની આખી ટીમ પર તમે ખોટી FIR કરી છે. છેલ્લા એક મહિનામાં આમ આદમી પાર્ટીના 50 કાર્યકર્તાઓ પર તમે ખોટી FIR કરી છે. તમને એટલો ડર લાગી રહ્યો છે કે તમે ખાખીને આગળ કરી રહ્યા છો. હું પોલીસને પણ કહીશ કે તમે બંધારણના સોગંદ લઈને આવ્યા છો અને ખોટી FIR કરી રહ્યા છો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જેલમાંથી બહાર આવશે અને ફરીથી મજબૂતીથી લડશે. પ્રજાને પણ કહેવા માગું છું કે રાવણ અને કંસની ઓલાદ જેવી આ સરકારની જાળમાંથી વહેલી તકે છોડાવવા માટે અમે એક થઈને લડી રહ્યા છીએ. પછી ભલે અમારા પર ગમે તેટલો અત્યાચાર થાય કે ખોટા કેસ થાય પરંતુ અમે ડરીશું નહી. પરંતુ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે તો તમે જાતિ-જ્ઞાતિ અને ધર્મની રાજનીતિમાં વહેંચાયા વગર ઝાડુંનું બટન દબાવજો અને આ કંસ અને રાવણની સરકારને દૂર કરજો.

આમ આદમી પાર્ટી ગુજરાત

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં દારૂ વેચાણને લઈને AAPનો વિરોધ
ahmedabad
March 31, 2026

ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં દારૂ વેચાણને લઈને AAPનો વિરોધ

રાજ્ય સરકાર દ્વારા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં પસંદગીની હોટલોમાં દારૂના વેચાણની આંશિક છૂટ આપતા નવો વિવાદ વકર્યો છે. આ નિર્ણય સામે આમ આદમી પાર્ટીના પોરબંદર શહેર પ્રમુખ ડૉ. નૂતન ગોકાણીએ આકરો વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું કે ગાંધીજીના આદર્શો પર ચાલતી આ પવિત્ર ભૂમિ પર દારૂનું વેચાણ શરૂ કરવું એ અત્યંત શરમજનક અને ખેદજનક છે.

5 દિવસથી પોર્ટલ ઠપ્પ, ખેડૂતો હેરાન: AAP નેતા પ્રવીણ રામનો સરકાર પર આકરો પ્રહાર
ahmedabad
March 31, 2026

5 દિવસથી પોર્ટલ ઠપ્પ, ખેડૂતો હેરાન: AAP નેતા પ્રવીણ રામનો સરકાર પર આકરો પ્રહાર

આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા પ્રવીણ રામે આઈ-ખેડૂત પોર્ટલની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સરકારે ખેત ઓજારોની સહાય માટે જાહેરાતો તો કરી, પરંતુ છેલ્લા 5 દિવસથી પોર્ટલ બંધ હોવાથી ખેડૂતો અરજી કરી શકતા નથી. વેબસાઈટ ન ખુલવી અને પ્રિન્ટ ન નીકળવી જેવી સમસ્યાઓથી ખેડૂતોને ખેતીના કામ છોડીને ધક્કા ખાવા પડે છે.

પંજાબના રાજકારણમાં મોટો વળાંક: કોંગ્રેસ, ભાજપ અને અકાલી દળના દિગ્ગજ નેતાઓ 'આપ' માં જોડાયા
chandigarh
March 30, 2026

પંજાબના રાજકારણમાં મોટો વળાંક: કોંગ્રેસ, ભાજપ અને અકાલી દળના દિગ્ગજ નેતાઓ 'આપ' માં જોડાયા

ચંદીગઢમાં આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસ, ભાજપ અને શિરોમણી અકાલી દળના અનેક વરિષ્ઠ નેતાઓ અને સરપંચો આમ આદમી પાર્ટીમાં જોડાયા. ભગવંત માન સરકારની નીતિઓ પર વ્યક્ત કર્યો ભરોસો.

Braking News

વેરાવળ ખાતે વિકસિત ભારત @૨૦૪૭ યુવાઓનો અવાજ થીમ પર કાર્યક્રમ યોજાયો
વેરાવળ ખાતે વિકસિત ભારત @૨૦૪૭ યુવાઓનો અવાજ થીમ પર કાર્યક્રમ યોજાયો
December 30, 2023

નવી ટેકનોલોજી, નવા આઈડિયા અને નૂતન વિચારો સાથે ભારત વિકસિત ભારત તરફ ઝડપથી આગળ ધપી રહ્યું છે- કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

 વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
April 01, 2023
અસરકારક વજન ઘટાડવા માટે ફૂડ ક્રેવિંગ્સને સમજવું અને તેનું સંચાલન કરવું
અસરકારક વજન ઘટાડવા માટે ફૂડ ક્રેવિંગ્સને સમજવું અને તેનું સંચાલન કરવું
June 07, 2023
શા માટે ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે અને ઉજવવામાં આવતું નથી: ધાર્મિક મહત્વને સમજો
શા માટે ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે અને ઉજવવામાં આવતું નથી: ધાર્મિક મહત્વને સમજો
April 06, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express