Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર શોધવા અને નાબૂદી કાર્યક્રમનો શુભ પ્રારંભ

ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર શોધવા અને નાબૂદી કાર્યક્રમનો શુભ પ્રારંભ

મચ્છરજન્ય રોગને  કંટ્રોલ કરવા માટે અમદાવાદ જિલ્લા પંચાયતે એ AI/ML આધારિત ડ્રોન ટેકનોલોજીનો નવકાર અભિગમ અપનાવ્યો. ડ્રોન ટેકનોલોજીથી  વિસ્તારમાં સર્વે કરી મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર શોધવામાં આવશે.

Ahmedabad November 11, 2024
ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર શોધવા અને નાબૂદી કાર્યક્રમનો શુભ પ્રારંભ

ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર શોધવા અને નાબૂદી કાર્યક્રમનો શુભ પ્રારંભ

રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ડ્રોન ટેકનોલોજી સર્વે તેમજ દવા છંટકાવ પ્રોજેક્ટનો પ્રારંભ જિલ્લા પંચાયત પ્રમુખના  હસ્તે દ્વારા કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય વાહકજન્ય રોગોને નિયંત્રણ કરવા ડ્રોન ટેકનોલોજીના ઉપયોગની પહેલ આજના યુગમાં ડ્રોન દરેક ક્ષેત્રમાં પોતાની આગવી એપ્લિકેશન ધરાવે છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે ભારતને ૨૦૩૦ સુધીમાં ડ્રોન હબ બનાવવું . સામાન્ય દિવસોમાં લીકેજથી સ્થિર ભરાયેલ પાણી મેલેરિયા, ફાઇલેરિયા, ડેન્ગ્યુ પરોપજીવીના વિકાસમાં મદદ કરે છે. તેમજ ચોમાસા બાદ સાનુકૂળ પાણીથી ભરાયેલ સ્થળો મચ્છરજન્ય રોગોને પ્રોત્સાહન આપે છે. તેના નિયંત્રણ માટે મચ્છરને લારવા અવસ્થામાં નાબૂદ કરીને તેમના પ્રજનન ચક્રને તોડવું ખૂબ જ જરૂરી છે. 30 થી 35 ટકા વિસ્તાર જેમાં તળાવ, મોટા ખાડાઓ, કચરાનું ડમ્પિંગ, સાઈડ રોડની ઓફસાઇડિંગ, ખુલ્લી ટાંકીઓ અને ખુલ્લા પાત્રો વગેરે એવા સ્થળો છે જેને ગ્રાઉન્ડ ટીમ દ્વારા શોધવા કે ત્યાં આગળ લારવા સાઈડ સ્પ્રે કરવો સંભવ હોતું નથી. આ સમસ્યાના સમાધાન માટે અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા  વાહક જન્ય  મચ્છર જન્ય રોગોને કંટ્રોલ  કરવા માટે  એઆઈ /એમએલ આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી મચ્છર નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મચ્છરજન્ય રોગને કંટ્રોલ કરવાની કામગીરીનું કોઈ ઓનલાઇન મોનિટરની સુવિધા નથી. તેથી આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ હાથ  ધરવામાં આવ્યો જેમાં વિસ્તારનો ડ્રોનથી સર્વે કરી સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થળની વિગતવાર માહિતી એરીયલ ફોટોગ્રાફ, લેટીટુડ–લોજીટયુડ સાથે ગુગલ મેપ પર ઓનલાઇન ઉપલબ્ધ થશે. જેના આધારે મળેલ સાઈટ પર કરવાની થતી કામગીરી જેવીકે સાઈટ ની સફાઈ ખુલ્લા પાત્રોનું નિકાલ અથવા લારવી સાઈડનો છંટકાવ કરવાનું નિશ્ચિત કરી ગ્રાઉન્ડ ટીમ અને ડ્રોન ટીમને ઓટોમેટિક અસાઇન થઇ જશે અને તેઓ દ્વારા કરેલી કામગીરી ઓનલાઈન પ્લેટફોર્મ પર લાઈવ મોનિટર કરી શકાશે જે ડિપાર્ટમેન્ટ માટે ખૂબ જ સહાયરૂપ છે. જ્યાં ગ્રાઉન્ડ ટીમ દ્વારા છંટકાવ શક્ય ન હોય ત્યાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર શોધવા અને નાબૂદીના શુભારંભ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખ,  કારોબારી સમિતિના ચેરમેન, આરોગ્ય સમિતિના ચેરમેન, તાલુકા પંચાયત પ્રમુખ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા મેલેરિયા અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા મલેરિયા અધિકારી જણાવે છે કે ઔદ્યોગિક એકમો અને રહેણાંક વિસ્તારમાં મચ્છર ઉત્પત્તિ સ્થળની સફાઈના સૂચનો આપ્યા બાદ પણ જો જરૂરી કામગીરી કરવામાં નહીં આવે તો એપિડેમિક એક્ટ મુજબ સરકારના ધારણ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ જાહેર આરોગ્ય અને સુરક્ષા માટેના પ્રયાસોમાં એક નવીન પહેલ  છે. આ પહેલ મચ્છરના બ્રીડિંગ સ્થળોની ઝડપી ઓળખ અને નિકાલ કરવામાં આ મોડલ અન્ય જિલ્લા પંચાયતો માટે પણ પ્રેરણારૂપ બનશે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

ભીવાડીમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ અને આગ: 8 લોકો જીવતા બળ્યા
ભીવાડીમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ અને આગ: 8 લોકો જીવતા બળ્યા
February 16, 2026

રાજસ્થાનના ભીવાડી ખુશખેડા ઔદ્યોગિક વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો બાદ ભીષણ આગ: 8 કામદારો જીવતા બળી ગયા, 25 લોકો અંદર ફસાયા. ફટાકડા-રસાયણોની હાજરીથી આગ ફેલાઈ, ફાયર બ્રિગેડને દોઢ કલાક લાગ્યા. હજુ એક કામદાર ફસાયો, બચાવ કામગીરી ચાલુ – તપાસ શરૂ. વિગતો જુઓ.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
February 20, 2023
"ગોપનીયતા, પ્રગતિ અને બિગ ડેટા: ધ થ્રી-વે ટગ ઓફ વોર"
March 31, 2023
કરિશ્મા કપૂર 11 વર્ષ પછી મર્ડર મુબારકમાં કમબેક કરી રહી છે
કરિશ્મા કપૂર 11 વર્ષ પછી મર્ડર મુબારકમાં કમબેક કરી રહી છે
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express