એક્સિસ બેન્કે ટેલેન્ટ ડેવલપમેન્ટ અને કૌશલ નિર્માણ માટે અડ્ડા247 સાથે ભાગીદારી કરી
આ સહયોગ કરવા પાછળનો ઉદ્દેશ સેલ્સ, રિલેશનશીપ મેનેજમેન્ટ, અને કન્ઝ્યુમર-ફેસિંગની ભૂમિકાઓમાં એક્સિસ બેન્ક માટે ઉચ્ચ-ગુણવત્તા તથા નોકરી માટે તૈયાર પ્રતિક્ષાને સુરક્ષિત કરવાનો છે.
મુંબઈ : ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્કો પૈકીની એક એક્સિસ બેન્કે કૌશલ નિર્માણની પહેલના માધ્યમથી ટેલેન્ટ પાઈપલાઈન વિકસાવવા માટે અડ્ડા247 સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. આ સહયોગ કરવા પાછળનો ઉદ્દેશ સેલ્સ, રિલેશનશીપ મેનેજમેન્ટ, અને કન્ઝ્યુમર-ફેસિંગની ભૂમિકાઓમાં એક્સિસ બેન્ક માટે ઉચ્ચ-ગુણવત્તા તથા નોકરી માટે તૈયાર પ્રતિક્ષાને સુરક્ષિત કરવાનો છે.
આ ભાગીદારીના માધ્યમથી એક્સિસ બેન્ક અને અડ્ડા247 સ્કીલ્ડ બેન્કર્સની આગામી પેઢીની ભરતી, પોષણ તથા નિર્માણ માટે અનેક પહેલ શરૂ કરશે.આ પહેલ મારફતે યુવા વ્યસાયિકો માટે એક્સિસ બેન્કમાં સફળ કરિયરનું નિર્માણ કરવા જરૂરી એવા ડોમેઈન નોલેજ તથા કૌશલ પર ધ્યાન કેન્દ્રિત કરી એક કો-ક્યુરેટેડ અને ઉદ્દેશ નિર્માણ શીખવાનો અનુભવ પ્રદાન કરશે.
બેન્કિંગમાં વિવિધ કસ્ટમર સેલ્સ અને સર્વિસ સંબંધિત પરિસ્થિતિનું વ્યાપક અભ્યાસના માધ્યમમથી જરૂરી કૌશલ વિકાસ કરવા માટે
શીખવાની આ યાત્રાને સહયોગાત્મક રીતે ડિઝાઈન કરવામાં આવેલ છે, અને વાસ્તવિક દુનિયાના વાતાવરણમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવા
માટે શીખવાના તથા અનુભવ કેળવવાની બાબતને ઝડપી બનાવવાના ઉદ્દેશથી સિમ્યુલેશન કરવામાં આવેલ છે.
એક્સિસ બેન્કના પ્રેસિડેન્ટ અને માનવ સંસાધન બાબતોના વડા શ્રી રાજકમલ વેમ્પતિએ કહ્યું કે, “એક્સિસ બેન્કમાં અમે યુવા પ્રતિભા પર કેન્દ્રિત છીએ, અને અમે યુવા કર્મચારીઓ સુધી પહોંચવા માટે પ્રતિબદ્ધ છીએ, અડ્ડા247 તેની અગ્રણી ડિજિટલ હાજરી દ્વારા પ્રતિભા વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે , અમે દેશમાં યુવા અને વાઇબ્રન્ટ વર્કફોર્સની ક્ષમતાનો ઉપયોગ કરી શકીએ છીએ.
બેંક ઓફ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2024-25 અને નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટર માટેના પરિણામો જાહેર કર્યાં છે. નાણાકીય વર્ષ 2025માં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 46 ટકા વધીને રૂ. 9,219 કરોડ થયો છે.
૧૬ મેથી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટથી હવાઈ મુસાફરી મોંઘી થશે. હકીકતમાં, એરપોર્ટ્સ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AERA) એ ૧૬ મે, ૨૦૨૫ થી ૩૧ માર્ચ, ૨૦૨૯ સુધીના સમયગાળા માટે UDF દરોમાં વધારાને મંજૂરી આપી છે.
હાલમાં પાકિસ્તાનનું શેરબજાર ખરાબ રીતે તૂટી ગયું છે. કરાચી શેરબજારમાં 6% થી વધુનો ઘટાડો થયો છે જેના કારણે ત્યાં વેપાર બંધ કરી દેવામાં આવ્યો છે.