એક્સિસ બેંક અને નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરે બહુવર્ષીય વ્યૂહાત્મક સહયોગની જાહેરાત કરી
એક્સિસ બેંકના ખાનગી બેંકિંગ વ્યવસાય બર્ગન્ડી પ્રાઇવેટ અને નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરે ભારતના સાંસ્કૃતિક ક્ષેત્ર પર ઊંડી અસર ઊભી કરવાના ઉદ્દેશ્ય સાથે એક શક્તિશાળી જોડાણ રચીને બહુ-વર્ષીય સહયોગની જાહેરાત કરી હતી.
એક્સિસ બેંકના ખાનગી બેંકિંગ વ્યવસાય બર્ગન્ડી પ્રાઇવેટ અને નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરે ભારતના સાંસ્કૃતિક ક્ષેત્ર પર ઊંડી અસર ઊભી કરવાના ઉદ્દેશ્ય સાથે એક શક્તિશાળી જોડાણ રચીને બહુ-વર્ષીય સહયોગની જાહેરાત કરી હતી. આનાથી બર્ગન્ડી પ્રાઈવેટ તેના પ્રીમિયમ ગ્રાહકોને તેની બેંકિંગ અને વેલ્થ મેનેજમેન્ટ સર્વિસીઝના સંપુટ ઉપરાંત એક્સક્લુઝિવ પ્રિવિલેજીસ અને અનુભવોની વિશાળ શ્રેણી ઓફર કરવામાં સક્ષમ
બનાવશે. આના દ્વારા, ગ્રાહકોને સેન્ટર ખાતે અર્લી ટિકિટ એક્સેસ, ક્યુરેટેડ ઇવેન્ટ્સ અને બીજા અનેક અનુભવો સહિતના અનેકવિધ લાભો મળશે.
શ્રીમતી નીતા અંબાણી દ્વારા કલ્પના કરાયેલ, કલ્ચરલ સેન્ટર કળા, કલાકારો અને પ્રેક્ષકોનું માનીતું સ્થળ છે. તેનો હેતુ કલાને બધા માટે સુલભ બનાવવા અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવાનો છે, જે એક્સિસ બેંકના ભારત-કેન્દ્રિત કલા અને સંસ્કૃતિને આગળ
ધપાવવાના મિશન સાથે સંપૂર્ણ રીતે સંરેખિત છે.
એક્સિસ બેંક ખાતે અફ્લુઅન્ટ બેંકિંગ, એનઆરઆઈ, કાર્ડ્સ એન્ડ પેમેન્ટના ગ્રુપ એક્ઝિક્યુટિવ શ્રી અર્જુન ચૌધરીએ ભાગીદારી વિશે તેમનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમારા તાજેતરના હસ્તાંતરણ સાથે, અમારા અત્યંત સમૃદ્ધ સંપત્તિ ધરાવતા ગ્રાહકો વધ્યા છે, જે બર્ગન્ડી પ્રાઈવેટ ફ્રેન્ચાઈઝીને વધુ મજબૂત બનાવે છે. 2019માં તેની સ્થાપનાથી બર્ગન્ડી પ્રાઇવેટ સમગ્ર ભારતમાં અમારા સમજદાર HNI ગ્રાહકો માટે અનન્ય અનુભવો બનાવવા માટે સમર્પિત રહી છે. તે પ્રવાસ પરના એક મહત્વપૂર્ણ પગલા તરીકે, અમે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર સાથે ભાગીદારી કરીને આનંદ અનુભવીએ છીએ, જે ભારતના જીવંત સાંસ્કૃતિક વારસાનું સાચું મૂર્ત સ્વરૂપ છે.'
જિયો વર્લ્ડ સેન્ટરના સીઈઓ દેવેન્દ્ર ભરમાએ જણાવ્યું હતું કે, 'અમને એક્સિસ બેંક સાથે આ સહયોગ શરૂ કરવામાં આનંદ થાય છે - એક સંસ્થા જે વિશ્વમાં શ્રેષ્ઠ ભારત અને વિશ્વનું શ્રેષ્ઠ ભારતમાં લાવવાના અમારા સ્થાપકના વિઝનને પ્રતિબિંબિત કરે છે. આ વિઝનને આગળ વધારતા અમે પેટ્રન્સના વિશાળ અને વિકસતા જૂથને શો, પ્રદર્શનો અને અનન્ય, ઇમર્સિવ અને ભૂલી ન શકાય તેવા કલાત્મક અનુભવોની એક્સેસ પ્રદાન કરવા આતુર છીએ.'
એક્સિસ બેંક અને નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી એ ભારતના સાંસ્કૃતિક ક્ષેત્ર પર અવિશ્વસનીય અસર કરવા તરફનું વધુ એક પગલું છે.
આજના કારોબારમાં, BSE મિડકેપ ઇન્ડેક્સ 0.7 ટકા ઘટ્યો હતો, જ્યારે BSE સ્મોલકેપ ઇન્ડેક્સ 1.7 ટકા ઘટ્યો હતો.
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.