Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • એક્સિસ બેંકે ભૂતપૂર્વ આરબીઆઇ ડેપ્યુટી ગવર્નર એન.એસ. વિશ્વનાથનની નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિમણૂંક કરી

એક્સિસ બેંકે ભૂતપૂર્વ આરબીઆઇ ડેપ્યુટી ગવર્નર એન.એસ. વિશ્વનાથનની નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિમણૂંક કરી

એક્સિસ બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે તેની મીટીંગમાં બેંકના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ત્રણ વર્ષના સમયગાળા માટે સ્વતંત્ર ડાયરેક્ટર એન. એસ. વિશ્વનાથનની નિમણૂંકની મંજૂરી આપી છે, જે બેંકના શેરધારકો અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મંજૂરીને આધીન છે. આ નિમણૂંક 27 ઓક્ટોબર, 2023 અથવા 27 ઓક્ટોબર, 2023 પહેલાં મંજૂરી ન મળે તે કિસ્સામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા  દ્વારા મંજૂરી મળ્યાં તારીખથી લાગુ થશે.

Mumbai June 17, 2023
એક્સિસ બેંકે ભૂતપૂર્વ આરબીઆઇ ડેપ્યુટી ગવર્નર એન.એસ. વિશ્વનાથનની નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિમણૂંક કરી

એક્સિસ બેંકે ભૂતપૂર્વ આરબીઆઇ ડેપ્યુટી ગવર્નર એન.એસ. વિશ્વનાથનની નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિમણૂંક કરી

એક્સિસ બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે તેની મીટીંગમાં બેંકના નોન-એક્ઝિક્યુટિવ (પાર્ટ-ટાઇમ) ચેરમેન તરીકે ત્રણ વર્ષના સમયગાળા માટે સ્વતંત્ર ડાયરેક્ટર એન. એસ. વિશ્વનાથનની નિમણૂંકની મંજૂરી આપી છે, જે બેંકના શેરધારકો અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મંજૂરીને આધીન છે. આ નિમણૂંક 27 ઓક્ટોબર, 2023 અથવા 27 ઓક્ટોબર, 2023 પહેલાં મંજૂરી ન મળે તે કિસ્સામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (“મંજૂરી”) દ્વારા મંજૂરી મળ્યાં તારીખથી લાગુ થશે.

વિશ્વનાથન વર્ષ 1981માં ભારતીય રિઝર્વ બેંક સાથે જોડાયા હતાં તથા મધ્યસ્થ બેંકમાં લગભગ ચાર દાયકાની બેજોડ કારકિર્દી બાદ ડેપ્યુટી ગવર્નર તરીકે માર્ચ 2020માં નિવૃત્ત થયાં હતાં. ડેપ્યુટી ગવર્નર તરીકેના તેમના કાર્યકાળમાં તેમણે સેન્ટ્રલ બેંકિંગમાં વ્યાપક જ્ઞાન અને કુશળતા પ્રદર્શિત કરી હતી, જેમાં એડમિનિસ્ટ્રેશન, બેંકિંગ અને નોન-બેંકિંગ રેગ્યુલેશન, ગરર્નન્સ, રિસ્ક મેનેજમેન્ટ અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સહિતના ઘણાં મહત્વપૂર્ણ ડોમેન સામેલ હતાં.

વિશ્વનાથને તેમની કારકિર્દીમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવી હતી, જેમકે બેંક ઓફ મોરેશિયસમાં ડાયરેક્ટર ઓફ સુપરવિઝન, ચીફ વિજિલન્સ ઓફિસર અને ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સિયલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના હેડ ઓફ ઇન્ટર્નલ ઓડિટ વગેરે. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ના બોર્ડ મેમ્બર તરીકે જુલાઇ 2016થી માર્ચ 2020 દરમિયાન તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ફાઇનાન્સિયલ ઇન્ડસ્ટ્રી સમર્પણ દર્શાવ્યું હતું.

એક્સિસ બેંકના એમડી અને સીઇઓ અમિતાભ ચૌધરીએ કહ્યું હતું કે, “અમે એક્સિસ પરિવારમાં વિશ્વનાથનનું સ્વાગત કરતાં ઉત્સાહિત અને સન્માનિત અનુભવીએ છીએ. તેમનું ગહન જ્ઞાન, ફાઇનાન્સિયલ સેક્ટર વિશેની સમજણ અને નિયમનકારી લેન્ડસ્કેપમાં આગળ વધવામાં કુશળતા વ્યૂહાત્મક નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો કરશે તથા અનુપાલન અને કોર્પોરેટ ગવર્નન્સના ઉચ્ચ ધોરણોનું પાલન કરવાની અમારી કટીબદ્ધતામાં વધારો કરશે. બોર્ડ ઉપર તેમની ઉપસ્થિતિ સાથે અમે ટકાઉ વૃદ્ધિ અને નફાકારકતાના અમારા એજન્ડાને આગળ ધપાવવા યોગ્ય સ્થિતિમાં છીએ.”

પોતાની નિમણૂંક વિશે પ્રતિક્રિયા આપતાં નુરાની સુબ્રમનિયન વિશ્વનાથને કહ્યું હતું કે, “મને એક્સિસ બેંકના પ્રતિષ્ઠિત બોર્ડ સાથે જોડાતા ખુશી અનુભવાય છે, જે એક ઉત્કૃષ્ટ સંસ્થાન છે. કોર્પોરેટ ગવર્નન્સ અને ટકાઉપણા ઉપર બેંકનો નોંધપાત્ર ભારથી ઇન્ડસ્ટ્રીમાં તેની ઉપસ્થિતિ મજબૂત બની છે. હું બેંકના એજન્ડામાં યોગદાન આપવા તથા  પ્રતિષ્ઠિત બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ સાથે મળીને કામ કરવા ઉત્સુક છું. આ સામૂહિત પ્રયાસો માર્કેટ લીડર તરીકે એક્સિસ બેંકની ઉપસ્થિતિને વધુ મજબૂત કરશે તથા તમામ હીતધારકોને મૂલ્ય ડિલિવર કરશે.”

 

એક્સિસ બેંકમાં તેમની ભૂમિકા ઉપરાંત વિશ્વનાથને ફાઇનાન્સિયલ સેક્ટરમાં ઘણાં પ્રતિષ્ઠિત હોદ્દાઓ ઉપર કામ કર્યું છે. હાલમાં તેઓ હૈદરાબાદમાં ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઇન બેંકિંગ ટેક્નોલોજી ખાતે ગવર્નિંગ કાઉન્સિલના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કાર્યરત છે. તેઓ મુંબઇમાં આરબીઆઇમાં એકેડેમિક કાઉન્સિલ ઓફ ધ કોલેજ ઓફ સુપરવાઇઝર્સ તરીકે પણ સેવા આપે છે. તેઓ મુંબઇમાં નેશનલ સ્ટોક એક્સચેન્જના ઇન્વેસ્ટમેન્ટ અપ્રૂવલ કમીટીના ઇન્ડિપેન્ડન્ટ એક્સપર્ટ પ્રોફેશ્નલ છે તેમજ મુંબઇ સ્થિત એક્યુઇટ રેટિંગ્સ એન્ડ રિસર્ચ લિમિટેડના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે પણ કાર્યરત છે. વધુમાં વિશ્વનાથન ભારતમાં અર્ન્સ્ટ એન્ડ યંગ એલએલપી અને બેંગ્લોરમાં રેઝરપે ખાતે એડવાઇઝરી ક્ષમતાઓ સાથે સેવા આપે છે. તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, બેંગ્લોર ખાતે સેન્ટર ફોર પબ્લિક પોલીસીમાં સિનિયર ફેલો પણ છે.

તેમની શૈક્ષણિક સિદ્ધિઓમાં બેંગ્લોર યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સમાં માસ્ટર્સ ડિગ્રી અને આર્ટ્સમાં બેચરલ્સ ડિગ્રી સામેલ છે. તેમણે યુકેમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જજ બિઝનેસ સ્કૂલ ખાતે એડવાન્સ્ડ લીડરશીપ પ્રોગ્રામ પૂરણ કર્યો છે.

 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

પેટ્રોલના ભાવમાં મોટો વધારો: આજથી પ્રીમિયમ પેટ્રોલ પ્રતિ લિટર ₹2.30 મોંઘુ, જાણો લેટેસ્ટ રેટ
mumbai
March 20, 2026

પેટ્રોલના ભાવમાં મોટો વધારો: આજથી પ્રીમિયમ પેટ્રોલ પ્રતિ લિટર ₹2.30 મોંઘુ, જાણો લેટેસ્ટ રેટ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે ભારતમાં પ્રીમિયમ પેટ્રોલ મોંઘુ થયું છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ (OMCs) પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹2 થી ₹2.30 નો વધારો કર્યો છે, જે 20 માર્ચ, 2026 ના રોજ સવારે 6:00 વાગ્યાથી અમલમાં આવ્યો છે. 

AEROPLANE બ્રાન્ડ ફેમ અમીર ચંદ જગદીશ કુમારનો IPO: 24 માર્ચથી રોકાણની તક, જાણો પ્રાઇઝ બેન્ડ
ahmedabad
March 20, 2026

AEROPLANE બ્રાન્ડ ફેમ અમીર ચંદ જગદીશ કુમારનો IPO: 24 માર્ચથી રોકાણની તક, જાણો પ્રાઇઝ બેન્ડ

ભારતની અગ્રણી બાસમતી ચોખા અને FMCG પ્રોડક્ટ્સ નિકાસ કરતી કંપની અમીર ચંદ જગદીશ કુમાર (એક્સપોર્ટ્સ) લિમિટેડ પોતાનો રૂ. 4,400 મિલિયનનો આઈપીઓ લાવી રહી છે. આ ઈશ્યૂ 24 માર્ચ, 2026 ના રોજ ખુલશે અને 27 માર્ચ, 2026 ના રોજ બંધ થશે. કંપનીએ શેર દીઠ ₹201 થી ₹212 ની પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. "AEROPLANE" બ્રાન્ડ હેઠળ જાણીતી આ કંપની પોતાની કામગીરીના વિસ્તરણ અને કાર્યકારી મૂડી માટે આ ભંડોળનો ઉપયોગ કરશે. 

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ
new delhi
March 16, 2026

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ

ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.

Braking News

80 વર્ષની સજા પામેલા બળાત્કારના આરોપીને માત્ર 20 વર્ષની જેલ ભોગવવી પડશે! જાણો કેમ?
80 વર્ષની સજા પામેલા બળાત્કારના આરોપીને માત્ર 20 વર્ષની જેલ ભોગવવી પડશે! જાણો કેમ?
October 05, 2023

કેરળની એક કોર્ટે એક પુરુષને તેની પત્નીની એક બહેન પર બળાત્કાર અને ગર્ભાધાન કરવા બદલ કુલ 80 વર્ષની સજા સંભળાવી છે, પરંતુ તેને માત્ર 20 વર્ષની જેલની સજા ભોગવવી પડશે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

પાણી બચાવો: સમૃદ્ધ પર્યાવરણ અને સ્થિતિસ્થાપક સમાજ  માટે  જળ સંરક્ષણની જીવનશક્તિ પર શું થશે અસર એ જાણો
પાણી બચાવો: સમૃદ્ધ પર્યાવરણ અને સ્થિતિસ્થાપક સમાજ માટે જળ સંરક્ષણની જીવનશક્તિ પર શું થશે અસર એ જાણો
June 12, 2023
શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
November 13, 2024
મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ સોલ્યુશન્સ: 8 ગેજેટ્સ અને એપ્સ વગર તમે જીવી શકતા નથી
મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ સોલ્યુશન્સ: 8 ગેજેટ્સ અને એપ્સ વગર તમે જીવી શકતા નથી
April 04, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express