Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • બહુવિધ બેંક ખાતાઓના એકાઉન્ટ મેનેજમેન્ટ માટે એક્સિસ બેંકે તેની મોબાઇલ એપ્લિકેશન પર ‘વન-વ્યૂ’ સુવિધા શરૂ કરી

બહુવિધ બેંક ખાતાઓના એકાઉન્ટ મેનેજમેન્ટ માટે એક્સિસ બેંકે તેની મોબાઇલ એપ્લિકેશન પર ‘વન-વ્યૂ’ સુવિધા શરૂ કરી

એકાઉન્ટ એગ્રીગેટર ઇકોસિસ્ટમનો ઉપયોગ કરીને નવા જમાનાની બેંકિંગ સુવિધા શરૂ કરનાર પ્રથમ ખાનગી ક્ષેત્રની બેંક, ગ્રાહકોને તેમના નોન-એક્સિસ બેંક એકાઉન્ટને લિંક કરવાની અને તેમના બેલેન્સ અને ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ એક જ જગ્યાએ જોવાની મંજૂરી આપે છે, ‘વન-વ્યૂ’ ઓપન બેંકિંગના સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવેલી સુવિધા છે, માહિતી શેર કરવાની સુરક્ષિત રીત જેમાં ગ્રાહકની સંમતિ અને ડેટા ગોપનીયતાને તેની મુખ્ય ડિઝાઇન સિદ્ધાંતો તરીકે પ્રાધાન્ય આપે છે.

Mumbai June 21, 2023
બહુવિધ બેંક ખાતાઓના એકાઉન્ટ મેનેજમેન્ટ માટે એક્સિસ બેંકે તેની મોબાઇલ એપ્લિકેશન  પર ‘વન-વ્યૂ’ સુવિધા શરૂ કરી

બહુવિધ બેંક ખાતાઓના એકાઉન્ટ મેનેજમેન્ટ માટે એક્સિસ બેંકે તેની મોબાઇલ એપ્લિકેશન પર ‘વન-વ્યૂ’ સુવિધા શરૂ કરી

ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંકોમાંની એક એક્સિસ બેંકે આજે પોતાની એક્સિસ મોબાઈલ એપ્લિકેશન
પર તેની નવીનતમ સુવિધા, 'વન-વ્યૂ' લોન્ચ કરવાની જાહેરાત કરી છે. એક્સિસ બેંક એ ખાનગી ક્ષેત્રની પ્રથમ બેંક છે જેણે તેના ગ્રાહકો માટે સરળતા સભર બેંકિંગ અનુભવ કરાવવા માટે એકાઉન્ટ એગ્રીગેટર ઇકોસિસ્ટમનો લાભ લઇને આ નવા જમાનાની બેંકિંગ સુવિધા રજૂ કરી છે. આ સુવિધા ગ્રાહકોને એક જ પ્લેટફોર્મ પર બહુવિધ બેંક એકાઉન્ટ્સની જોવાની સુવિધા પ્રદાન કરીને, તેમને તેમના બેલેન્સ અને રીઅલ-ટાઇમ ધોરણે ખર્ચને ટ્રૅક કરવામાં સક્ષમ બનાવીને, ગ્રાહકો માટે નાણાંનું સંચાલન કરવાની પ્રક્રિયાને સરળ બનાવે છે.

ગ્રાહકો માટે આ છે મુખ્ય લાભો:

• એક્સિસ મોબાઇલ એપ્લિકેશનમાં તેમના નોન-એક્સિસ બેંક એકાઉન્ટ્સને લિંક કરવા માટે ખૂબ જ સરળતા સભર ઓનબોર્ડિંગ પ્રક્રિયા પૂરી પાડે છે
• બહુવિધ બેંક ખાતાઓમાં તેમના ખાતાના બેલેન્સ અને ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ્સનું વ્યાપક દૃશ્ય જોવા મળે છે
• એક થી વધુ મોબાઇલ બેંકિંગ એપ્લિકેશન્સનું સંચાલન કરવાની જરૂરિયાતને દૂર કરે છે
• ગ્રાહકોને તેમના લિંક કરેલ એકાઉન્ટમાંથી વ્યવહારની વિગતો ડાઉનલોડ અને ઈમેલ કરવાની મંજૂરી આપે છે
• ગ્રાહકો તેમની સુવિધા અનુસાર કોઈપણ સિંગલ અથવા તમામ નોન-એક્સિસ બેંક એકાઉન્ટને ડીલિંક કરી શકે છે
• એકાઉન્ટ એગ્રીગેટર માહિતી શેર કરવાની એક સુરક્ષિત રીત પ્રદાન કરે છે જેમાં ગ્રાહકની સંમતિ અને ડેટા ગોપનીયતા તેના મુખ્ય ડિઝાઇન સિદ્ધાંતો તરીકે છે.

આ લોન્ચ પર બોલતાં, એક્સિસ બેંકના પ્રેસિડેન્ટ અને હેડ - ડિજિટલ બિઝનેસ એન્ડ ટ્રાન્સફોર્મેશન, સમીર શેટ્ટીએ જણાવ્યું હતું કે, 'એક્સિસ બેંક' ઓપન બેંકિંગની શક્તિમાં વિશ્વાસ રાખે છે અને અમે એવી ડિજિટલ-ફર્સ્ટ પ્રોડક્ટ્સમાં સતત રોકાણ કરીએ છીએ જે ગ્રાહકોની જરૂરિયાતોને પૂરી પાડવા માટે સક્ષમ હોય. આ પ્રયાસમાં, અમે એકાઉન્ટ એગ્રીગેટર ઇકોસિસ્ટમનો લાભ લઇને એક્સિસ મોબાઇલ એપ પર ‘વન-વ્યૂ’ સુવિધા શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ. આ દરખાસ્ત સરળતા સભર બેન્કિંગ અનુભવ પ્રદાન કરે છે અને બહુવિધ મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશન્સની જરૂરિયાતને દૂર કરીને ગ્રાહકોને સુવિધા પૂરી પાડે છે. અમે માનીએ છીએ કે આ પરિવર્તનકારી છે અને બેંકિંગના ભવિષ્ય તરફ એક વિશેષ પગલું છે.

“એકાઉન્ટ એગ્રીગેટર ફ્રેમવર્ક એ એક શક્તિશાળી સુવિધા છે જે ઝડપથી વધી રહી છે અને એક્સિસ બેન્ક ઇકોસિસ્ટમમાં પ્રારંભિક રોકાણકાર રહી છે. આનાથી બેંકને તેના AA ફ્રેમવર્કને કાર્યરત કરવા અને ગ્રાહકોને મૈત્રીપૂર્ણ અને સરળતા સભર અનુભવ પ્રદાન કરવા માટે ટેક સ્ટેક બનાવવામાં મદદ મળી છે. બેંક એકાઉન્ટ એગ્રીગેટરની આધુનિક સુવિધા દ્વારા વ્યક્તિગત લોન, ક્રેડિટ કાર્ડ, ઓટો લોન અને નાના બિઝનેસ લોન ઓફર કરે છે. તે ત્વરિત લોન પૂરી પાડે છે જે હાલના અને નવા ગ્રાહકો માટે સંપૂર્ણપણે ડિજિટલ અને પેપરલેસ છે. માહિતી વિશ્વસનીય સ્ત્રોતમાંથી આવે છે અને તે સંપૂર્ણપણે ડિજિટલ છે, જે ગ્રાહકને આનંદ અને કાર્યકારી કાર્યક્ષમતાનો અનુભવ કરાવે છે તેવું સમીર શેટ્ટીએ વધુમાં ઉમેર્યું હતું.

એક્સિસ બેંકની મોબાઈલ એપ એ ૪.૮ સ્ટારના પ્રભાવશાળી સરેરાશ રેટિંગ સાથે, Google Play Store પર સૌથી વધુ રેટિંગ ધરાવતી મોબાઈલ બેંકિંગ એપ * બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. વન-વ્યૂ ફીચરનો ઉમેરો એ ગ્રાહક-કેન્દ્રિત નવીનતામાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, કારણ કે તે ગ્રાહકોને તેમની તમામ બેંકિંગ જરૂરિયાતોને એક જ પ્લેટફોર્મ દ્વારા સરળતાથી ઍક્સેસ કરવાની સરળતા અને સુવિધા પૂરી પાડે છે.

*ગુગલ પ્લે સ્ટોર પર 59 વૈશ્વિક બેંકો, 8 વૈશ્વિક નિયો બેંકો અને 50 ભારતીય ફિનટેક એપ્સમાં ૨ મિલિયનથી વધુ રિવ્યુ ધરાવે છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ
new delhi
March 16, 2026

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ

ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ
new delhi
March 15, 2026

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ

ઈન્કમ ટેક્સ વિભાગે AY 2026-27 માટે મોકલેલા 'સિગ્નિફિકન્ટ ટ્રાન્ઝેક્શન' ના ખોટા ઈમેલ અંગે સ્પષ્ટતા કરી છે. ટેક્સપેયર્સને આ ઈમેલ નજરઅંદાજ કરવા અને પોર્ટલ પર ચેક કરવા વિનંતી.

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન
new delhi
March 12, 2026

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન 2026 થી ખેડૂતોને શું ફાયદો થશે?

Braking News

PM મોદીએ દિલ્હી રેલીમાં કહ્યું, તમારા સપના સાકાર કરવા માટે મારું જીવન કુરબાન
PM મોદીએ દિલ્હી રેલીમાં કહ્યું, તમારા સપના સાકાર કરવા માટે મારું જીવન કુરબાન
May 18, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પૂર્વ દિલ્હીમાં જનસભાને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ તેમની સરકારની ઉપલબ્ધિઓ ગણાવી રહ્યા છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

AAP તરફથી શેલી ઓબેરોય 150 મતો સાથે દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા
AAP તરફથી શેલી ઓબેરોય 150 મતો સાથે દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા
February 22, 2023
એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
July 26, 2023
પાણી બચાવો: સમૃદ્ધ પર્યાવરણ અને સ્થિતિસ્થાપક સમાજ  માટે  જળ સંરક્ષણની જીવનશક્તિ પર શું થશે અસર એ જાણો
પાણી બચાવો: સમૃદ્ધ પર્યાવરણ અને સ્થિતિસ્થાપક સમાજ માટે જળ સંરક્ષણની જીવનશક્તિ પર શું થશે અસર એ જાણો
June 12, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express