એક્સિસ બેંકે વ્યાપક હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ પૂરું પાડવા માટે ગુજરાત પોલીસ સાથે એમઓયુ કર્યો
ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંકો પૈકીની એક એક્સિસ બેંકે તેના ગુજરાત પોલીસ પર્સોનેલ સેલેરી એકાઉન્ટ્સ થકી હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ પૂરું પાડવા માટે ગુજરાત પોલીસ સાથે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (Mou) પર હસ્તાક્ષર કર્યા છે.
અમદાવાદ – ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંકો પૈકીની એક એક્સિસ બેંકે તેના ગુજરાત પોલીસ પર્સોનેલ સેલેરી એકાઉન્ટ્સ થકી હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ પૂરું પાડવા માટે ગુજરાત પોલીસ સાથે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. આ એમઓયુ ગાંધીનગરમાં ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (એડમિનિસ્ટ્રેશન) અને આઈપીએસ સુશ્રી ગગનદીપ ગંભીર અને એક્સિસ બેંકના રિજનલ બ્રાન્ચ બેંકિંગ હેડ – વેસ્ટ 2 શ્રી રાકેશ ભોજનગરવાલા દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સુશ્રી મિલી સિંઘલ, રિજનલ હેડ સેલેરી અને શ્રી રાજેશ મહેતા, સર્કલ હેડ ગુજરાત નોર્થ એન્ડ સેન્ટ્રલ સહિતના બેંકના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ એમઓયુ હેઠળ બેંક ગુજરાત પોલીસના 65,000થી વધુ સમર્પિત કર્મચારીઓને વ્યાપક હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ પેકેજ પૂરું પાડશે. આ પેકેજ કેશલેસ હોસ્પિટલાઇઝેશન, હોસ્પિટલમાં દાખલ થયા પૂર્વેના અને પછીના ખર્ચ માટે કવરેજ, સ્પેશિયલાઇઝ્ડ ડે-કેર પ્રોસીજર્સ અને એડવાન્સ્ડ મેડિકલ ટ્રીટમેન્ટ જેવા વિવિધ લાભો પૂરા પાડવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તે મેટરનિટી, ડોમિસિલિયરી હોસ્પિટલાઇઝેશન, એર એમ્બ્યુલન્સ સર્વિસીઝ તથા ઓર્ગન ડોનરને લગતું કવરેજ પૂરું પાડે છે અને સર્વાંગી હેલ્થકેર સપોર્ટ સુનિશ્ચિત કરે છે. ડિજિટલ એક્સેસિબિલિટી પર એક્સિસ બેંકના મજબૂત ધ્યાન સાથે પોલીસકર્મીઓ સરળતાથી તેમની પોલિસી મેનેજ કરી શકે છે, ટેલીકમ્યૂનિકેશનની સેવાઓ મેળવી શકે છે અને પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ્સ મેળવી શકે છે જે જરૂરિયાત હોય ત્યારે સરળ હેલ્થકેર સપોર્ટ સુનિશ્ચિત કરે છે.
આ એમઓયુ પર હસ્તાક્ષર કરતા એક્સિસ બેંકના રિજનલ બ્રાન્ચ બેંકિંગ હેડ વેસ્ટ 2 શ્રી રાકેશ ભોજનગરવાલાએ જણાવ્યું હતું કે “એક્સિસ બેંક આપણા દેશના કાયદા અમલીકરણ સંસ્થાનોના કર્મચારીઓને સેવાઓ પૂરી પાડવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહી છે. આ પહેલ આપણને સેવાઓ આપતા અને આપણી સુરક્ષા કરતા લોકો માટે વ્યાપક અને સુલભ હેલ્થકેર સોલ્યુશન્સ પૂરા પાડવા માટેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. કાયદા અમલીકરણ સંસ્થાનોને સેવાઓ પૂરી પાડવાના અમારા પ્રયાસો ગુજરાતથી પણ આગળ વધે છે કારણ કે અમે સમગ્ર ભારતમાં સુરક્ષાકર્મીઓની અનોખી જરૂરિયાતોને પહોંચી વળે તેવી વિશિષ્ટ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ તથા સર્વિસીઝ બનાવી છે. સ્પેશિયલાઇઝ્ડ સેલેરી એકાઉન્ટ્સ અને ઇન્શ્યોરન્સ પેકેજીસ પૂરા પાડીને એક્સિસ બેંક આપણા સૌની દરેક સમયે સુરક્ષા કરતા પોલીસદળોને ટેકો આપવા અને તેમનું સન્માન કરવાનું ચાલુ રાખશે.”
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.
અનંતના ભાઈ-બહેન, આકાશ અંબાણી અને ઈશા અંબાણી, હાલમાં રિલાયન્સના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. આકાશ રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન પણ છે, જે ગ્રુપની ટેલિકોમ અને ડિજિટલ સર્વિસિસ શાખા છે.