Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • રાજપીપલા ખાતે આયુષ મેળાનું આયોજન: મોટી સંખ્યામાં નાગરિકોએ આયુર્વેદ અને યોગનો લાભ લીધો

રાજપીપલા ખાતે આયુષ મેળાનું આયોજન: મોટી સંખ્યામાં નાગરિકોએ આયુર્વેદ અને યોગનો લાભ લીધો

આયુષ મેળામાં વિવિધ સ્ટોલના માધ્યમથી નાગરિકોને વિવિધ રોગોનું તબીબો દ્વારા નિદાન કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો. યોગા ટીમ દ્વારા યોગાભ્યાસ અને યોગ નિદર્શન થકી યોગ ચિકિત્સા પદ્ધતિ અંગે વિસ્તૃત જાણકારી આપી.

Rajpipla January 08, 2026
રાજપીપલા ખાતે આયુષ મેળાનું આયોજન: મોટી સંખ્યામાં નાગરિકોએ આયુર્વેદ અને યોગનો લાભ લીધો

રાજપીપલા ખાતે આયુષ મેળાનું આયોજન: મોટી સંખ્યામાં નાગરિકોએ આયુર્વેદ અને યોગનો લાભ લીધો

રાજપીપલા  : ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા આયુષ નિયામકશ્રીની કચેરીના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા પંચાયત નર્મદાની આયુર્વેદ શાખા દ્વારા
રાજપીપલા શહેરમાં સ્વામીનારાયણ મંદિર સંકુલ, સંતોષ ચાર રસ્તા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભીમસિંહભાઈ તડવી ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.વી. વાળાએ આયુષ મેળાની મુલાકાત લઈ કાર્યક્રમ સ્થળે ઊભા કરાયેલા વિવિધ સ્ટોલનું નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભીમસિંહભાઈ તડવીએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિની વર્ષો જૂની પરંપરા આયુર્વેદ અને યોગ પદ્ધતિએ સમગ્ર વિશ્વને નિરોગી જીવનનો સંદેશ આપ્યો છે. રાજપીપલા ખાતે આયોજિત આ આયુષ મેળો જિલ્લા તથા શહેરના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આયુર્વેદ શાખા દ્વારા કોરોના કાળ દરમિયાન રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ ઉકાળા, સંશમની વટી તેમજ ક્વોરન્ટાઇન કરાયેલા દર્દીઓને આયુષ-૬૪ દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વધુમાં નર્મદા જિલ્લામાં આયુર્વેદ શાખા અંતર્ગત કાર્યરત આયુષ દવાખાનાઓ દ્વારા રોજિંદા નાગરિકોને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ તેમજ યોગાભ્યાસ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. આ આયુષ મેળાનો લાભ નાગરિકો બહોળી સંખ્યામાં લે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. આયુષ મેળામાં વિવિધ સ્ટોલના માધ્યમથી હૃદયરોગ, ઉચ્ચ રક્તચાપ, ડાયાબિટીસ, થાયરોઇડ,
સંધિવાત, આમવાત, ત્વચા રોગો, પાચન તંત્રના રોગો, શ્વસન તંત્રના રોગો તેમજ આંખ, કાન, નાક અને ગળાના રોગો અંગે તબીબો દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત બાળકોના રોગો તેમજ પંચકર્મ સારવાર જેમ કે અભ્યંગ, સ્વેદન, વમન, વિરેચન, બસ્તિ, રક્તમોક્ષણ, નસ્ય તથા અગ્નિકર્મ વિષયક માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળે યોગા ટીમ દ્વારા યોગાભ્યાસ અને યોગ નિદર્શન થકી યોગ ચિકિત્સા પદ્ધતિ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા હેઠળ જિલ્લામાં કુલ ૧૮ દવાખાનાઓ કાર્યરત છે, જેમાંથી ૧૬ આયુર્વેદ દવાખાનાઓ તથા ૦૨ હોમિયોપેથી દવાખાનાઓ કાર્યરત છે. આ પૈકી ૦૯ દવાખાનાઓ નેશનલ આયુષ મિશન અંતર્ગત ‘આયુષ્યમાન આરોગ્ય મંદિર’ તરીકે કાર્યરત છે. આયુર્વેદ તથા હોમિયોપેથી દવાખાનાઓમાં વિવિધ રોગોનું નિદાન કરીને આયુર્વેદ તથા હોમિયોપેથી પદ્ધતિથી સારવાર આપવામાં આવે છે. દવાખાનામાં નિયુક્ત મેડિકલ ઓફિસરો દ્વારા આંગણવાડી તથા શાળાઓની મુલાકાત લઈ બાળકોની તપાસ કરવામાં આવી, તેમજ આહાર-વિહાર અને પોષણ સંબંધિત માર્ગદર્શન પણ આપવામાં આવે છે.

 આ કાર્યક્રમમાં રાજપીપલા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ, જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડૉ. માયાબેન ચૌધરી, વૈદ્ય પંચકર્મશ્રી ડૉ. યોગેશ વસાવા, સ્વામીનારાયણ સંસ્થાનના ડૉ. પ્રશાંત પટેલ સહિત શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ઇન્ડો ક્વાન્ટમ સમિટ 2026 ગુજરાત: PDEUમાં ઉદ્ઘાટન, ક્વાન્ટમ કમ્પ્યુટિંગ અને સુરક્ષિત સંચાર પર ચર્ચા
ahmedabad
January 31, 2026

ઇન્ડો ક્વાન્ટમ સમિટ 2026 ગુજરાત: PDEUમાં ઉદ્ઘાટન, ક્વાન્ટમ કમ્પ્યુટિંગ અને સુરક્ષિત સંચાર પર ચર્ચા

ઇન્ડો ક્વાન્ટમ સમિટ ગુજરાત 2026: PDEU ગાંધીનગરમાં ભવ્ય ઉદ્ઘાટન – પ્રોફ. એસ. સુંદર મનોહરણનું ભાષણ (મેગ્નેટોરેઝિસ્ટન્સ), ક્વાન્ટમ કમ્પ્યુટિંગ અને સુરક્ષિત સંચાર પર રાઉન્ડ ટેબલ ચર્ચા. 300+ નિષ્ણાતો, ISRO, IBMની ઉપસ્થિતિ. વિગતો અને હાઇલાઇટ્સ અહીં વાંચો.

ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ગ્રીન વિઝન: પવન-સૌરમાં દેશમાં ટોપ, 16.50% શેર સાથે નવા રેકોર્ડ
ahmedabad
January 31, 2026

ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ગ્રીન વિઝન: પવન-સૌરમાં દેશમાં ટોપ, 16.50% શેર સાથે નવા રેકોર્ડ

ગુજરાતે દેશની નવીનીકરણીય ઊર્જામાં 16.50% યોગદાન આપીને ટોપ પર પહોંચ્યું છે. 42.583 GW ક્ષમતા, 11 લાખ+ રૂફટોપ સોલાર (6412 MW), પવનમાં પણ નંબર 1. 2030માં 105 GW લક્ષ્ય અને 2.37 લાખ નોકરીઓ. વિગતો અહીં વાંચો.

કચ્છ ના દેશલપર-હાજીપીર રોડ પર ભારે વાહનો માટે પ્રતિબંધ, જાણો નવા રૂટ
kutch
January 21, 2026

કચ્છ ના દેશલપર-હાજીપીર રોડ પર ભારે વાહનો માટે પ્રતિબંધ, જાણો નવા રૂટ

કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલે દેશલપર-હાજીપીર રોડ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂક્યો છે. જાણો ભુજ અને ઝખૌ પોર્ટ જવા માટેના નવા વૈકલ્પિક રૂટ.

Braking News

ઉમેશ યાદવ ના માત્ર 4 શબ્દો અને રિંકુ સિંહએ ફટકારી 5 સિક્સર
ઉમેશ યાદવ ના માત્ર 4 શબ્દો અને રિંકુ સિંહએ ફટકારી 5 સિક્સર
April 10, 2023

ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં રિંકુ સિંહે યોગ્ય રીતે લાઈમલાઈટ કબજે કરી હતી પરંતુ આ જીતમાં ઉમેશ યાદવનો પણ નાનો અને મહત્વનો ફાળો હતો, જેણે કોલકાતાને રોમાંચક સફળતા અપાવી હતી.
 

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

હોમ લોન EMI કેલ્ક્યુલેટર: એક સરળ માર્ગદર્શિકા-2023
હોમ લોન EMI કેલ્ક્યુલેટર: એક સરળ માર્ગદર્શિકા-2023
April 14, 2023
2જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની બેઠક ગાંધીનગર, ગુજરાતમાં સફળતાપૂર્વક પૂર્ણ
2જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની બેઠક ગાંધીનગર, ગુજરાતમાં સફળતાપૂર્વક પૂર્ણ
April 03, 2023
"શ્રીલંકા: શાંતિના દેખાવ પાછળની જટિલ વાસ્તવિકતા"
February 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express