BIS અમદાવાદ દ્વારા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન
ભારતીય માનક બ્યુરો જે બીઆઈએસ એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમજ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે.
બીઆઈએસ વિવિધ હિતધારકો જેમકે જિલ્લા વહીવટીતંત્ર, સંબંધિત અધિકારીઓ અને વિવિધ સરકારી વિભાગોના અધિકારી માટે સમયાંતરે અનેક તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે જેથી કરીને વિવિધ સરકારી યોજનાઓના વધુ અસરકારક અમલીકરણ માટે ગુણવત્તાની ખાતરી મળે.
બીઆઈએસ અમદાવાદ દ્વારા ગુજરાત સરકારના માર્ગ અને મકાન (આર એન્ડ બી) વિભાગના અધિકારીઓ માટે 18.05.2023ના રોજ સ્ટાફ ટ્રેનિંગ કોલેજ, ગાંધીનગર ખાતે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ કાર્યક્રમમાં આર અને બી વિભાગ ગુજરાત રાજ્યમાં તમામ શ્રેણીઓના રસ્તાઓ અને તમામ સરકારી માલિકીની ઈમારતોના આયોજન, બાંધકામ અને જાળવણીને લગતી તમામ પ્રવૃતિઓનો હવાલો સંભાળે છે. આ પ્રવૃતિઓ રાજ્યમાં વિકાસલક્ષી કાર્યનો એક મહત્વપૂર્ણ ઘટક છે.
તાલીમ કાર્યક્રમ વિવિધ ઉત્પાદનો માટેના માનકો પર કેન્દ્રિત હતો જે ખાસ કરીને આર એન્ડ બી વિભાગના કાર્યક્ષેત્રમાં આવે છે. બીઆઈએસના પ્રતિનિધિઓ દ્વારા બીઆઈએસ પ્રવૃતિઓનો અને બીઆઈએસ દ્વારા લેવામાં આવેલી તાજેતરની પહેલો પર સંક્ષિપ્ત પ્રસ્તુતિ આપવામાં આવી હતી. તેમજ અધિકારીઓને બીઆઈએસ વેબસાઈટ અને બીઆઈએસ કેર એપના ઉપયોગ અંગે અધિકૃતતા ચકાસવા માટે પ્રાપ્તિ પ્રક્રિયા દરમિયાન જરૂરી બીઆઈએસ લાયસન્સ અંગે વધુ માહિતી મેળવવા માટે એક પ્રાયોગિક સત્ર આપવામાં આવ્યું હતું. બીઆઈએસના સિવિલ એન્જિનિયરિંગ ડિવિઝન કાઉન્સિલમાં જોઈન્ટ ડાયરેક્ટર અને મેમ્બર સેક્રેટરી શ્રીમતી મધુરિમા માધવે નેશનલ બિલ્ડીંગ કોડ ઓફ ઈન્ડિયા પર વિગતવાર રજૂઆત આપી હતી.
કાર્યક્રમ પછી સહભાગીઓ સાથે વિસ્તૃત ઈન્ટરએક્ટિવ સત્ર કરવામાં આવ્યું હતું અને આર અને બી વિભાગનાં અધિકારીઓ સાથે આઈએસઆઈ માર્ક ઉત્પાદનોના માનકીકરણ અને પ્રાપ્તિ સંબંધિત ઘણી શંકાઓ અને પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
શ્રી પી. કે. સંઘવી, નિયામક, સ્ટાફ ટ્રેનિંગ કોલેજ ઓફ આર એન્ડ બી વિભાગે બીઆઈએસને દેશના ગુણવત્તાસભર ઈકોસિસ્ટમમાં સુધારો કરવા માટે લીધેલી વિવિધ પહેલો બદલ અભિનંદન આપ્યા અને આપણા રોજિંદા જીવનના તમામ પાસાઓને સંબોધવામાં ગુણવત્તા અને માનકીકરણના મહત્વ પર ભાર મૂક્યો.
બીઆઈએસ અમદાવાદના નિદેશક અને પ્રમુખ શ્રી સુમિત સેંગરે તમામ પ્રેક્ષકોને તેમની સક્રિય ભાગીદારી બદલ આભાર માન્યો હતો. તેમણે ગુજરાત રાજ્ના વિકાસમાં આર અને બી વિભાગની ભૂમિકાની પ્રશંસા કરી અને બીઆઈએસ દ્વારા લેવામાં આવેલા માનકો અને પહેલો દ્વારા તેમની ગુણવત્તાની ચિંતાઓને દૂર કરવા માટે બીઆઈએસ તરફથી સતત સમર્થનની ખાતરી આપી.
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ નો ડો.દર્શનાબેન દેશમુખના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી અનાજકીટનું વિતરણ તા.૩૦/૦૪/૨૦૨૫ ને બુધવારના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર ભાવનગર ખાતે બાવન પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીઓને કરવામાં આવ્યું.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."