Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ખેડૂતો માટે લડત લડનાર 7 નેતાઓને જામીન: બોટાદ કોર્ટનો ચુકાદો, ભાજપ સરકાર પર ઈસુદાન ગઢવીનો પ્રહાર

ખેડૂતો માટે લડત લડનાર 7 નેતાઓને જામીન: બોટાદ કોર્ટનો ચુકાદો, ભાજપ સરકાર પર ઈસુદાન ગઢવીનો પ્રહાર

બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાજુ કરપડા, પ્રવીણ રામ, રમેશ મેર સહિત 7 AAP ખેડૂત નેતાઓને જામીન મંજૂર કર્યા. ઈસુદાન ગઢવીએ કહ્યું “સત્યમેવ જયતે” – ભાજપ સરકારે કડદા રોકનારાઓને જેલમાં નાખ્યા, પરંતુ સત્યની જીત થઈ. ખેડૂતોમાં રોષ અને ખુશીની લાગણી. આગામી કાર્યક્રમોની જાહેરાત – વિગતો અહીં વાંચો.

Ahmedabad January 31, 2026
ખેડૂતો માટે લડત લડનાર 7 નેતાઓને જામીન: બોટાદ કોર્ટનો ચુકાદો, ભાજપ સરકાર પર ઈસુદાન ગઢવીનો પ્રહાર

ખેડૂતો માટે લડત લડનાર 7 નેતાઓને જામીન: બોટાદ કોર્ટનો ચુકાદો, ભાજપ સરકાર પર ઈસુદાન ગઢવીનો પ્રહાર

અમદાવાદ/બોટાદ/જુનાગઢ/સુરેન્દ્રનગર/ગુજરાત  બોટાદ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આજે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર, હંસરાજભાઈ ભાલાળા, વિપુલભાઈ ઉર્ફે કમલેશભાઈ હકાભાઇ હરિયાણી, વિપુલભાઈ મકવાણા અને જીતેન્દ્રભાઈ ગોવિંદિયાને મળીને કુલ મળીને સાત લોકોના જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને આખરે સત્યની જીત થઈ છે. આ બાબતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પોતાની પ્રતિક્રિયા  આપતા જણાવ્યું હતું કે, સત્યની જીત તો હંમેશા થાય જ છે.

ભાજપે કડદા કરનારાઓની જગ્યાએ કડદા પ્રથાને બંધ કરવાવાળા લોકોને જેલમાં નાખ્યા હતા જેના કારણે ગુજરાતના 54 લાખ  ખેડૂતો, ખેતમજૂરો, શ્રમિકો અને ભાગ્યાઓમાં રોષ જોવા મળ્યો હતો. ભાજપે હડદડમાં એવો જ અત્યાચાર કર્યો જેવો અંગ્રેજોએ જલિયાવાલા બાગમાં કર્યો હતો અને ત્યારબાદ રાજુ કરપડા, પ્રવીણ રામ, રાજુ બોરખતરીયા, પિયુષ પરમાર સહિત અનેક ખેડૂતો આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો જેલમાં ગયા. આ તમામ લોકોમાંથી છેલ્લા સાત આગેવાનો જે બાકી રહ્યા હતા તે તમામ સાત લોકોને આજે જામીન મળ્યા છે. કોર્ટના આ નિર્ણય બાદ ખેડૂતોના ચહેરા પર ખુશી આવી છે.

વધુમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આપણે જોયું કે આ તમામ લોકોએ  દિવાળી અને ઉત્તરાયણ જેવા તહેવારો પણ જેલમાં મનાવ્યા હતા. આ તમામ લોકો પોતાના માટે નહીં પરંતુ ખેડૂતો માટે આટલા સમય જેલમાં રહ્યા અને ભાજપે પૂરો પ્રયત્ન કર્યો કે આ તમામ ખેડૂતો અને આગેવાનો વધુમાં વધુ સમય જેલમાં રહે પરંતુ આખરે હવે સત્યની જીત થઈ અને આ તમામ લોકોને જામીન મળ્યા છે, આ તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું.

આ તમામ કિસાન નેતાઓના સમર્થન અમે 10 જેટલી કિસાન મહાપંચાયતોનું આયોજન કર્યું હતું. આ કિસાન મહાપંચાયતોમાં અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન પણ આવ્યા હતા. સાથે સાથે 12,000 જેટલી નાની મોટી મિટિંગો કરી હતી અને 80,000 જેટલા પત્રો ખેડૂતો પાસેથી લખાવીને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા અમે ગયા હતા. અમે મુખ્યમંત્રી સમક્ષ એ સમર્થન પત્ર પણ આપ્યા હતા જેમાં ખેડૂતો સહિત અમારી તમામ લોકોને માંગણી હતી કે કડદા કાંડ કરનારા લોકોને સજા મળે અને ખેડૂતોને આ તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે. આ તમામ નેતાઓ પોતાના પરિવારથી ખૂબ લાંબો સમય દૂર રહ્યા. હું આપ તમામ ખેડૂત મિત્રોને જણાવવા માંગુ છું કે તમારા માટે લડત લડનાર નેતાઓ ફરીથી તમારી વચ્ચે આવી રહ્યા છે. અને અમને ખાતરી છે કે ડબલ બુલંદીથી તેઓ તમારો અવાજ ઉપાડશે. ભાજપે જેટલા અત્યાચાર કરવા હતા એ કરી લીધા પરંતુ અમારા કોઈ પણ નેતા ડર્યા નથી. તો હવે આગામી સમયમાં અમે આ તમામ નેતાઓની સાથે રાખીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીશું.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે
ahmedabad
March 19, 2026

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા
ahmedabad
March 18, 2026

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા

ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. 

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી
ahmedabad
March 18, 2026

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે. 

Braking News

પશ્ચિમ રેલ્વે અમદાવાદ અને દાનાપુર વચ્ચે ઉનાળુ સ્પેશિયલ ટ્રેન દોડાવશે
પશ્ચિમ રેલ્વે અમદાવાદ અને દાનાપુર વચ્ચે ઉનાળુ સ્પેશિયલ ટ્રેન દોડાવશે
April 30, 2025

પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ અને દાનાપુર વચ્ચે ખાસ ભાડા પર સાપ્તાહિક ઉનાળુ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો માટે વધુમાં વાંચો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં  હિસ્સેદારી
નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં હિસ્સેદારી
May 05, 2023
શિવસેનાના મુખપત્રમાં આરોપ: પાર્ટીના પ્રતીક અને નામને સ્ટોરમાંથી ખરીદેલી મગફળીની જેમ ખરીદવામાં આવ્યા છે
શિવસેનાના મુખપત્રમાં આરોપ: પાર્ટીના પ્રતીક અને નામને સ્ટોરમાંથી ખરીદેલી મગફળીની જેમ ખરીદવામાં આવ્યા છે
February 20, 2023
વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
February 22, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express