બજાજ હાઉસિંગ ફાઈનાન્સ હોમ લોનની અવધિને વધારીને 40 વર્ષ સુધી કરી
ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ, બજાજ હાઉસિંગ ફાઈનાન્સે હોમ લોન્સ માટેની એની અવધિને 30 વર્ષથી વધારીને અધિકતમ અવધિ 40 વર્ષ કરી છે, ઇન્ડસ્ટ્રીમાં આ નિમ્નતમ ઈએમઆઈ રૂા.733/લાખ પ્રસ્તાવિત કરે છે, જે ગ્રાહકોની સુવિધામાં વધારો કરે છે
બજાજ હાઉસિંગ ફાઈનાન્સ, જે બજાજ ફાઈનાન્સની સબ્સિડરી છે અને ભારતના અગ્રણી તથા ડાયવર્સિફાઇડ નાણાકીય સેવા સમૂહો બજાજ ફિનસર્વનો હિસ્સો છે, એણે આજે જણાવ્યું કે નવું ઘર ખરીદનારા જે પગારદાર અરજીકર્તાઓ છે એમના માટે એણે હોમ લોનની અવધિને ૩૦ વર્ષથી વધારીને અધિકતમ 40 વર્ષની કરી છે.
ઇન્ડસ્ટ્રીમાં આ સૌપ્રથમ પગલું છે જેનાથી ઘર ખરીદનારાઓ એમના માટે અતિ સુવિધાજનક એવી અનુકૂળ પુન:ચુકવણી અવધિ મેળવી શકે છે. અવધિમાં ફેરફારની સાથે, બજાજ હાઉસિંગ ફાઈનાન્સ નિમ્નતમમાંથી એક એવા ફક્ત રૂ.733/લાખ*થી શરૂ થતા ઈએમઆઈની સાથે, હવે બજારમાં અતિ સ્પર્ધાત્મક હોમ લોન્સમાંની એક છે. આ પગલાની સાથે બજાજ હાઉસિંગ ફાઈનાન્સનું ધ્યાન ગ્રાહકને કેન્દ્રમાં રાખવા પર લક્ષિત છે અને સરળ તથા સુવિધાજનક રીતે હોમ ફાઈનાન્સ મેળવવા માટે લાખો લોકોને સક્ષમ બનાવે છે.
બજાજ હાઉસિંગ ફાઈનાન્સની આ સુધારિત અવધિની મર્યાદા અરજીના સમયે અરજીકર્તાની ઉંમરને અધિન છે. બજાજ હાઉસિંગ ફાઈનાન્સની સાથે ઉંમર માટેના યોગ્યતાપાત્ર માપદંડ છે 23થી 75 વર્ષ - લોનની પરિપક્વતાના સમયે ઉંમરની ઉપલી મર્યાદા તરીકે 75 વર્ષની સાથે. પગારદાર વ્યક્તિઓ અને પ્રોફેશનલ્સ માટે બજાજ હાઉસિંગ ફાઈનાન્સ હોમ લોન્સની શરૂઆત થાય છે માત્ર 8.50%* પ્રતિ વર્ષથી - જેમાં આશાસ્પદ લોન લેનારા લોકો એમના વ્યાજ દરને એક્સ્ટર્નલ બેન્ચમાર્ક એટલે કે રેપો રેટની સાથે લિંક કરવાના વિકલ્પનો ફાયદો પણ માણી શકે છે. રસ ધરાવતા અરજીકર્તાઓ ઑનલાઇન અથવા તો લોન આપનારની કોઈપણ શાખામાં આવીને અરજી કરી શકે છે. અથવા તો, તેઓ 020 6910 5935 પર કૉલ કરી શકે છે.
*નિયમો અને શરતો લાગુ
બજાજ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ 100% સબ્સિડરી છે બજાજ ફાઈનાન્સ લિમિટેડની - જે ભારતીય બજારમાં ડાયવર્સીફાઇડ એનબીએફસીમાંથી એક છે, દેશભરમાં 69 મિલિયનથી વધુ
ગ્રાહકોની સંભાળ લે છે. પૂણેમાં હેડક્વાર્ટર ધરાવતી બજાજ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ, ઘરો કે કમર્શિયલ જગ્યાઓની ખરીદી અને રિનોવેશન માટે વ્યક્તિઓને તેમજ કોર્પોરેટ સંગઠનોને
ફાઈનાન્સ પ્રસ્તાવિત કરે છે. ઉપરાંત બિઝનેસ કે વ્યક્તિગત જરૂરિયાતો માટે પ્રોપર્ટીની સામે તેમજ બિઝનેસ વધારવાના હેતુઓ માટે વર્કિંગ કેપિટલ માટે પણ કંપની લોન આપે છે. કંપની
રેસિડેન્શિયલના અને કમર્શિયલ પ્રોપર્ટીઝના બાંધકામમાં હોય એવા ડેવલપર્સને પણ ફાઈનાન્સ પ્રસ્તાવિત કરે છે તેમજ ડેવલપર્સને અને હાઈ-નેટ-વર્થ ધરાવતી વ્યક્તિઓને લીઝ રેન્ટલ
ડિસ્કાઉન્ટિંગ પ્રસ્તાવિત કરે છે. બજાજ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ ક્રિસિલ તેમજ ભારતીય રેટિંગ્સ તરફથી ઉચ્ચતમ ક્રેડિટ રેટિંગ્સ ધરાવે છે. કંપનીને ક્રિસિલ અને ભારતીય રેટિંગ્સ તરફથી એના લૉંગ-ટર્મ ડેટ પ્રોગ્રામ માટે એએએ/સ્ટેબલ તથા એના શૉર્ટ-ટર્મ ડેટ પ્રોગ્રામ માટે એ1+ રેટિંગ આપવામાં આવ્યું છે.
વધુ જાણકારી માટે, કૃપયા મુલાકાત લો www.bajajhousingfinance.in
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.
અનંતના ભાઈ-બહેન, આકાશ અંબાણી અને ઈશા અંબાણી, હાલમાં રિલાયન્સના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. આકાશ રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન પણ છે, જે ગ્રુપની ટેલિકોમ અને ડિજિટલ સર્વિસિસ શાખા છે.