બેંક ઓફ ઇન્ડિયાનો ચોખ્ખો નફો નાણાકીય વર્ષ 2025ના ચોથા ક્વાર્ટર માટે 82 ટકા વધીને રૂ. 2,626 કરોડ
બેંક ઓફ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2024-25 અને નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટર માટેના પરિણામો જાહેર કર્યાં છે. નાણાકીય વર્ષ 2025માં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 46 ટકા વધીને રૂ. 9,219 કરોડ થયો છે.
મુંબઇ : બેંક ઓફ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2024-25 અને નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટર માટેના પરિણામો જાહેર કર્યાં છે. નાણાકીય વર્ષ 2025માં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 46 ટકા વધીને રૂ. 9,219 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2025ના ચોથા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણો 82 ટકા વધીને રૂ. 2,626 કરોડ થયો છે તેમજ આરઓએ અને આરઓઇ અનુક્રમે 0.90 ટકા અને 15.27 ટકા નોંધાયો છે. નાણાકીય વર્ષ 2025 માટે બેંકની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ (એનઆઇઆઇ) વાર્ષિક ધોરણે 6 ટકા વધી છે તથા વૈશ્વિક અને ઘરેલુ માટે નેટ ઇન્ટરેસ્ટ માર્જીન (એનઆઇએમ) અનુક્રમે 2.82 ટકા અ 3.10 ટકા નોંધાયું છે. વૈશ્વિક અને ઘરેલુ એનઆઇએમ નાણાકીય વર્ષ 2025ના ચોથા ક્વાર્ટર માટે અનુક્રમે 2.61 ટકા અને 2.91 ટકા રહ્યું છે.
બેંકના ગ્લોબલ એડવાન્સિસમાં 13.74 ટકાનો વધારો થયો છે તેમજ ડોમેસ્ટિક એડવાન્સિસ વાર્ષિક ધોરણે 14.45 ટકા વધી છે. રિટેઇલ એડવાન્સિસ વાર્ષિક ધોરણે 19.93 ટકા, એમએસએમઇ એડવાન્સિસ વાર્ષિક ધોરણે 18.39 ટકા, એગ્રીકલ્ચર એડવાન્સિસ વાર્ષિક ધોરણે 16.30 ટકા અને કોર્પોરેટ એડવાન્સિસ વાર્ષિક ધોરણે 9.59 ટકા નોંધાઇ છે. વાર્ષિક ધોરણે થાપણોમાં 10.65 ટકા અને ઘરેલુ થાપણોમાં 11.21 ટકાનો વધારો થયો છે. 31 માર્ચ, 2025 સુધીમાં સીએએસએ થાપણો વાર્ષિક ધોરણે 3.86 ટકા અને સીએએસએ રેશિયો 40.28 ટકા રહ્યો છે.
એસેટ ક્વોલિટીની વાત કરીએ તો નેટ એનપીએ રેશિયો વાર્ષિક ધોરણે 40 બીપીએસ સુધરીને 0.82 ટકા રહ્યો છે તથા પીસીઆર વાર્ષિક ધોરણે 180 બીપીએસ સુધરીને 92.39 ટકા નોંધાયો છે. નાણાકીય વર્ષ 2025 માટે સ્લેપેજ રેશિયો વાર્ષિક ધોરણે 22 બીપીએસ સુધર્યો છે અને 1.36 ટકા નોંધાયો છે. નાણાકીય વર્ષ 2025 માટે ધિરાણ ખર્ચ 2 બીપીએસ સુધરીને 0.76 ટકા નોંધાયો છે. મૂડી પર્યાપ્તતા રેશિયો (સીએઆર) નાણાકીય વર્ષ 2025ના અંતે 17.77 ટકા છે.
આજની તારીખમાં 440થી વધુ સેવાઓ મોબાઇલ બેંકિંગ એપ “BOI Mobile Omni Neo Bank” દ્વારા ઉપલબ્ધ છે.
૧૬ મેથી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટથી હવાઈ મુસાફરી મોંઘી થશે. હકીકતમાં, એરપોર્ટ્સ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AERA) એ ૧૬ મે, ૨૦૨૫ થી ૩૧ માર્ચ, ૨૦૨૯ સુધીના સમયગાળા માટે UDF દરોમાં વધારાને મંજૂરી આપી છે.
હાલમાં પાકિસ્તાનનું શેરબજાર ખરાબ રીતે તૂટી ગયું છે. કરાચી શેરબજારમાં 6% થી વધુનો ઘટાડો થયો છે જેના કારણે ત્યાં વેપાર બંધ કરી દેવામાં આવ્યો છે.
"ભારત-પાકિસ્તાન તણાવ છતાં યુદ્ધની શક્યતા ઓછી છે. જાણો ઓપરેશન સિંદૂરની અસર, શેરબજારની સ્થિતિ અને રોકાણકારો માટે મહત્વની સલાહ. સેન્સેક્સ-નિફ્ટી અપડેટ્સ સાથે."