Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે રૂ. 745 કરોડના આઇપીઓ માટે સેબી સાથે ડીઆરએચપી ફાઇલ કર્યું

બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે રૂ. 745 કરોડના આઇપીઓ માટે સેબી સાથે ડીઆરએચપી ફાઇલ કર્યું

સ્ટીલ વાયર ઉત્પાદક બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કે જેનું ઉત્પાદન નાણાકીય વર્ષ 2023માં અનુક્રમે 72,176 એમટીપીએ અને 206,466 એમટીપીએ રહ્યું છે તથા અનુક્રમે 20 ટકા અને અંદાજે 4 ટકા બજાર હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે (સ્રોતઃ ક્રિસિલ રિપોર્ટ), તેણે 18 જાન્યુઆરી, 2024ના રોજ પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) માટે બજાર નિયામક સેબી સાથે ડીઆરએચપી ફાઇલ કર્યું છે.

Mumbai January 20, 2024
બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે રૂ. 745 કરોડના આઇપીઓ માટે સેબી સાથે ડીઆરએચપી ફાઇલ કર્યું

બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે રૂ. 745 કરોડના આઇપીઓ માટે સેબી સાથે ડીઆરએચપી ફાઇલ કર્યું

સૌથી મોટી સ્ટેનલેસ સ્ટીલ વાયર ઉત્પાદક કંપની તથા વોલ્યુમની દ્રષ્ટિએ ભારતમાં બીજા ક્રમની સૌથી મોટા સ્ટીલ વાયર ઉત્પાદક બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કે જેનું ઉત્પાદન નાણાકીય વર્ષ 2023માં અનુક્રમે 72,176 એમટીપીએ અને 206,466 એમટીપીએ રહ્યું છે તથા અનુક્રમે 20 ટકા અને અંદાજે 4 ટકા બજાર હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે (સ્રોતઃ ક્રિસિલ રિપોર્ટ), તેણે 18 જાન્યુઆરી, 2024ના રોજ પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) માટે બજાર નિયામક સેબી સાથે ડીઆરએચપી ફાઇલ કર્યું છે.

આ ઓફરમાં પ્રતિ શેર રૂ. 5ની મૂળ કિંમત ધરાવતા અને કુલ રૂ. 7,450 મિલિયન (રૂ. 745 કરોડ)ના મૂલ્યનો ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. કંપની આઇપીઓમાંથી ઊભાં કરાયેલા ભંડોળનો ઉપયોગ કંપની અને તેની પેટા કંપની દ્વારા પ્રાપ્ત કરાયેલા કેટલાં ઋણના રિપેમેન્ટ અથવા પ્રીપેમેન્ટ અથવા કેટલાંક હિસ્સાની ચૂકવણી માટે કરવાની તેમજ કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની દરખાસ્ત છે.

બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના વર્ષ 1985માં કરાઇ હતી અને ત્યારથી કંપનીએ સ્ટીલ વાયર ઇન્ડસ્ટ્રીમાં સતત ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ ડિલિવર કરીને વિશિષ્ટ ઓળખ પ્રસ્થાપિત કરી છે. 38 વર્ષના વારસા સાથે કંપની તેના વૈવિધ્યસભર પોર્ટફોલિયો ઉપર ગર્વ કરે છે તેમજ ઓટોમોટિવ, જનરલ એન્જિનિયરીંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાર્ડવેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર અને ટ્રાન્સમીશન, એગ્રીકલ્ચર અને ઓટો રિપ્લેસમેન્ટ જેવાં વિવિધ ક્ષેત્રોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે.

કંપની તેની ચાર ઉત્પાદ સુવિધાઓ (1) સુવિધા I: બી-35, રાજેન્દ્ર નગર ઇન્ડસ્ટ્રીયલ એરિયા, મોહન નગર, ગાઝિયાબાદ; (2) સુવિધા II: બી-3 લોની ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ગાઝિયાબાદ; (3) સુવિધા III:બી-5 અને બી-6 લોની ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ગાઝિયાબાદ અને (4) સુવિધા IV: 43KM, માઇલસ્ટોન, દિલ્હી-રોહતક રોડ, અસૌધા, બહાદુરગઢ, ઝજ્જર, હરિયાણામાં હળવા સ્ટીલ, હાઇ કાર્બન અને સ્ટેનલેસ સ્ટીલ વાયરની 259,000 એમટીપીએ ક્ષમતા સ્થાપિત કરી છે. કંપની દાદરી ખાતે ભારતમાં સૌથી મોટી સિંગલ લોકેશન સ્ટીલ વાયર ઉત્પાદન સુવિધા સ્થાપી રહી છે, જે એશિયામાં સૌથી મોટાં પૈકીની પણ એક છે.

કંપની બ્રાન્ડ ‘બંસલ’ હેઠળ તેની પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે, જે શરૂઆતથી જ માર્કેટમાં વિશ્વસનીય બ્રાન્ડ તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે. તે મુખ્યત્વે ત્રણ સેગમેન્ટ – હાઇ કાર્બન સ્ટીલ વાયર, માઇલ્ડ સ્ટીલ વાયર (લો કાર્બન સ્ટીલ વાયર) અને સ્ટેનલેસ સ્ટીલ વાયરમાં કાર્યરત છે તથા કંપની દાદરીમાં આગામી પ્લાન્ટ દ્વારા સ્પેશિયાલિટી વાયર્સના નવા સેગમેન્ટને પણ ઉમેરશે, જે કંપનીને આગામી નાણાકીય વર્ષમાં તેની બજાર ઉપસ્થિતિ વિકસાવવા અને વિસ્તારવામાં મદદ કરશે.

બંસલ વાયર વૈશ્વિક સ્તરે નોંધપાત્ર ઉપસ્થિતિ ધરાવે છે તથા 50થી વધુ દેશોમાં તેની પ્રોડક્ટ્સની નિકાસ કરે છે. (સ્રોતઃ ક્રિસિલ રિપોર્ટ). બાંગ્લાદેશ, બ્રાઝિલ, ફ્રાન્સ, જર્મની, ઇઝરાયલ, ઇટલી, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, તુર્કી, યુનાઇટેડ કિંગ્ડમ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને વિયેતનામને આવરી લેતાં 14 વૈશ્વિક પ્રતિનિધિ ધરાવે છે.
એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ અને ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

જેપી એસોસિએટ્સ બિડ વિવાદ: અનિલ અગ્રવાલે ઉઠાવ્યા સવાલ, પણ અદાણીના 'ફાસ્ટ રિકવરી પ્લાન' ને એનાલિસ્ટ્સનું સમર્થન
delhi
March 30, 2026

જેપી એસોસિએટ્સ બિડ વિવાદ: અનિલ અગ્રવાલે ઉઠાવ્યા સવાલ, પણ અદાણીના 'ફાસ્ટ રિકવરી પ્લાન' ને એનાલિસ્ટ્સનું સમર્થન

વેદાંતના ચેરમેન અનિલ અગ્રવાલે જેપી એસોસિએટ્સની બિડ પ્રક્રિયા પર નારાજગી વ્યક્ત કરી. એનાલિસ્ટ્સે અદાણી ગ્રુપની રૂ. ૬૦૦૦ કરોડની રોકડ ઓફરને વધુ યોગ્ય ગણાવી.

પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે ભારતમાં પેટ્રોલ-ડીઝલનો પર્યાપ્ત જથ્થો; સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ૧૦ રૂપિયાનો કર્યો ઘટાડો
new delhi
March 30, 2026

પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે ભારતમાં પેટ્રોલ-ડીઝલનો પર્યાપ્ત જથ્થો; સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ૧૦ રૂપિયાનો કર્યો ઘટાડો

પશ્ચિમ એશિયાની સ્થિતિ વચ્ચે ભારત સરકારે પેટ્રોલ-ડીઝલના પુરવઠાને સુરક્ષિત કરવા મહત્વના પગલાં લીધા છે. એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો અને નિકાસ લેવીમાં વધારો કરાયો.

અદાણી ડિફેન્સનો કમાલ: ભારતીય સેનાને સમય કરતા ૧૧ મહિના વહેલી સોંપી ૨,૦૦૦ 'પ્રહાર' LMG 2026
new delhi
March 29, 2026

અદાણી ડિફેન્સનો કમાલ: ભારતીય સેનાને સમય કરતા ૧૧ મહિના વહેલી સોંપી ૨,૦૦૦ 'પ્રહાર' LMG 2026

અદાણી ડિફેન્સે ગ્વાલિયર ફેસિલિટીમાં નિર્મિત ૨,૦૦૦ 'પ્રહાર' લાઈટ મશીન ગન ભારતીય સેનાને સોંપી, જે ૯૦% થી વધુ સ્વદેશી છે.

Braking News

આ કંપનીના નફા અને આવકમાં ઘટાડો થયો હતો, શેરે વેગ પકડ્યો હતો
આ કંપનીના નફા અને આવકમાં ઘટાડો થયો હતો, શેરે વેગ પકડ્યો હતો
November 06, 2023

ઓનમોબાઈલ ગ્લોબલે ચાલુ વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ સમયગાળા દરમિયાન કંપનીની આવક અને નફો બંનેમાં ઘટાડો થયો છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

પ્રેમમાં બિલાડી અને કૂતરાની અદ્ભુત વાર્તા: જાતિઓથી આગળનો સંબંધ
પ્રેમમાં બિલાડી અને કૂતરાની અદ્ભુત વાર્તા: જાતિઓથી આગળનો સંબંધ
April 01, 2023
કુદરતનું છેલ્લું સ્ટેન્ડ: એમેઝોન રેઈનફોરેસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવી
કુદરતનું છેલ્લું સ્ટેન્ડ: એમેઝોન રેઈનફોરેસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવી
May 17, 2023
શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
November 13, 2024
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express