બીમટેકે 37મા પ્રારંભિક દિવસે 480 વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું
ભારતમાં અગ્રણી બી-સ્કૂલ બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેક્નોલોજી 480થી વધુ યુવાન અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે નવા શૈક્ષણિક સત્ર (2024-26)ના પ્રારંભની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે.
નવી દિલ્હી : ભારતમાં અગ્રણી બી-સ્કૂલ બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેક્નોલોજી (બીમટેક) 480થી વધુ યુવાન અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે તેના દરવાજા ખોલતા નવા શૈક્ષણિક સત્ર (2024-26)ના પ્રારંભની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. વિદ્યાર્થીઓએ બિમટેકના બે વર્ષના ચાર ફુલ ટાઇમ પ્રોગ્રામ્સ, પીજીડીએમ, પીજીડીએમ (ઇન્ટરનેશનલ બિઝનેસ), પીજીડીએમ (ઇન્શ્યોરન્સ બિઝનેસ મેનેજમેન્ટ) અને પીજીડીએમ (રિટેલ મેનેજમેન્ટ) માં પ્રવેશ મેળવ્યો છે.
37મો દીક્ષારંભ સમારંભમાં ટેક મહિન્દ્રા લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ગ્લોબલ હેડ – એચઆર (બીપીએસ) તથા કેપીએમજી ડિલિવરી નેટવર્ક (કેડીએન)ના ગ્લોબલ એચઆર હેડ (ડેઝિગ્નેટ) ડો. અભિષેક તિવારી મુખ્ય અતિથિપદે હતા જ્યારે અતિથિ વિશેષપદે નીપ્કો લિમિટેડના ડિરેક્ટર (પર્સોનેલ) મેજર જનરલ રાજેશ કુમાર ઝા, એવીએસએમ (નિવૃત્ત), બીમટેકના ડિરેક્ટર ડો. પ્રવીણા રજીબ અને બીમટેકના ડેપ્યુટી ડિરેક્ટર અને ડીન-એકેડમિક્સ ડો. પંકજ પ્રિયા હતા.
બીમટેકના ડિરેક્ટર ડો. પ્રવીણા રજીબે સંસ્થાના સમૃદ્ધ ઈતિહાસ સાથે પીજીડીએમની નવી બેચને રજૂ કરતા જણાવ્યું હતું કે, “આજે અમારા માટે ગર્વની ક્ષણ છે કે વિવિધ વિદ્યાર્થીઓનું આ મહત્વાકાંક્ષી જૂથ અમારી સાથે પરિવર્તનશીલ પ્રવાસ શરૂ કરી રહ્યું છે. આગળ જતાં ભવિષ્યની નોકરીઓ/હોદ્દાઓ માટે એવા બિઝનેસ લીડર્સની જરૂર પડશે જેઓ ટેક્નોલોજી સાથે તાલમેલ ધરાવતા હોય અને અનુકૂલનક્ષમતા તથા રચનાત્મકતા દર્શાવે. એટલે અમે હાર્ડ અને સોફ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બંનેમાં રોકાણ કરી રહ્યા છીએ. મેનેજમેન્ટનો દરેક વિદ્યાર્થી જે સ્વપ્ન જોતો હોય તેવી દરેક તક પૂરી પાડવાનો અમારો પ્રયાસ રહ્યો છે. તાજેતરમાં અમે પ્રાયોગિક શિક્ષણના મોટા તત્વ સાથે નોંધપાત્ર રીતે અમારા અભ્યાસક્રમમાં સુધારો કર્યો છે. અમે સિંગાપોર યુનિવર્સિટી સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે, અમે બ્લોક ચેઇનમાં સેન્ટર ઓફ એક્સીલન્સ શરૂ કરવા માટે યુએસ સ્થિત કંપની સાથે ચર્ચા કરી રહ્યા છીએ અને અમે ફાઇનાન્સ લેબ સ્થાપવા માટે બ્લૂમબર્ગ સાથે પણ ચર્ચા કરી રહ્યા છીએ.
પાકિસ્તાની બજાર નિષ્ણાતોએ પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જમાં આ ઘટાડાનું કારણ આગામી થોડા દિવસોમાં સંભવિત હુમલાના સમાચારને ગણાવ્યું.
આજના કારોબારમાં, BSE મિડકેપ ઇન્ડેક્સ 0.7 ટકા ઘટ્યો હતો, જ્યારે BSE સ્મોલકેપ ઇન્ડેક્સ 1.7 ટકા ઘટ્યો હતો.
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.