વાયુ સેના પરિવાર કલ્યાણ સંઘ દ્વારા દ્રષ્ટિહીન બાળકોના વિકાસ માટે ભગીરથ કાર્ય
વાયુ સેના પરિવાર કલ્યાણ સંઘ (AFFWA) એ હંમેશા તેમના બંધુઓના કલ્યાણ અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવાની દિશામાં કામગીરી કરે છે.
વડોદરા : વાયુ સેના પરિવાર કલ્યાણ સંઘ (AFFWA) એ હંમેશા તેમના બંધુઓના કલ્યાણ અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવાની દિશામાં કામગીરી કરે છે.
આવો જ એક પ્રયાસ ૧૮ નવેમ્બરે વડોદરાના વાયુ સેના સ્ટેશન દ્વારા સીસીઆઈ અને સમાજ સુરક્ષા સંકુલ અને એન. જી. ઓ. ના સહયોગથી કરવામાં આવ્યો હતો.આ સંસ્થા વંચિત અને દ્રષ્ટિહીન બાળકોના વિકાસ અને જીવનને પ્રોત્સાહન આપવા સતત કાર્યરત છે.
AFFWAના પ્રાદેશિક અધ્યક્ષ શ્રીમતી રિચા તિવારી, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ અને વિંગ કમાન્ડર અમૃતા બાસુદેવ (નિવૃત્ત), AFFWA (L) ના પ્રમુખ અને વડોદરા વાયુ સેના સ્ટેશનની અન્ય સંગિનીઓએ વોશિંગ મશીન, સ્વેટર્સ, સ્પોર્ટ્સ શૂઝ, ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ જેવી વિવિધ વસ્તુઓનું વિતરણ કરીને કરૂણતા અને ઉદારતા દર્શાવી હતી.
સ્ટેશનના વાયુ યોદ્ધાઓના અથાક પ્રયત્નો અને સમર્થનનું શાબ્દિક વર્ણન ના કરી શકાય. સમગ્ર કાર્યક્રમ એ અનુભૂતિથી ભરેલા દિવસમાં ફેરવાઈ ગયો કે, એક હૃદયને બીજા સાથે બસ જોડવાની જરૂરિયાત હોય છે. AFFWA ની સંગિનીઓ આવું ભગીરથ કાર્ય કરવાનું ક્યારેય ચૂકતી નથી.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."