ભરૂચ એસ.ટી. ડિવિઝન દ્વારા શ્રદ્ધાળુઓ માટે 30 કરતાં વધુ બસોનું થઈ રહેલું સંચાલન
શ્રદ્ધાળુઓને દેવમોગરા સુધી જવા અને પરત આવવા માટે સેલંબા, દેડીયાપાડા અને નેત્રંગ ખાતેથી વધારાની ટ્રીપો દોડાવાઈ રહી છે.
રાજપીપલા : આદિવાસી સમાજના કુળદેવી યાહા મોગી પાંડુરી માતાના દર્શન અર્થે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે.
શિવરાત્રીથી શરૂ થઈને પાંચ દિવસ સુધી યોજાતા આ મેળામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડતા હોય છે. ત્યારે માતાજીના મંદિર સુધી શ્રદ્ધાળુઓને પહોંચવામાં અને પરત ઘરે જવામાં કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખી ભરૂચ એસ.ટી ડિવિઝનના વિભાગીય નિયામકશ્રી દ્વારા શ્રદ્ધાળુઓ માટે વધારાની ટ્રીપોનો સંચાલન કરવામાં આવે છે.
આ વર્ષે એસ.ટી નિગમ દ્વારા કુલ-૩૦ કરતાં વધુ બસોને મુસાફરોની જરૂરિયાત મુજબ દોડાવવામાં આવી રહી છે. આ તમામ બસોનું દેડીયાપાડા, સેલંબા અને નેત્રંગ ખાતેથી સંચાલન કરવામાં આવી રહ્યું છે. નાગરિકો પણ મોટી સંખ્યામાં એસ.ટી બસોની સુવિધાનો લાભ લઈ રહ્યા છે.
શ્રદ્ધાળુઓને ખૂબ સુરક્ષિત અને સરળતાથી એસ.ટી બસ દ્વારા દેવમોગરા સુધી લઈ જવામાં આવે છે અને પરત તેમના નજીકના સ્થળે એટલે કે સેલંબા દેડીયાપાડા અને નેત્રંગ ખાતે ડ્રોપ કરવામાં આવી રહ્યા છે.
"ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ.88 કરોડની ગ્રાન્ટ! રોડ નવીનીકરણ, તળાવ વિકાસ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આંગણવાડી અને પુરાતત્વીય કિલ્લાના પુનઃસ્થાપન સહિતના 13 પ્રોજેક્ટ્સ વિશે વિગતે જાણો."
"અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલે 2.5 વર્ષમાં 50 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી નવો ઇતિહાસ રચ્યો. જાણો ગુજરાતના આરોગ્ય ક્ષેત્રેની આ સિદ્ધિ, સરકારી યોજનાઓ અને દર્દીઓની પ્રેરણાદાયી વાર્તાઓ વિશે."
"ગુજરાત સરકારે પેન્શનર્સ માટે હયાતી ખરાઈ પ્રક્રિયા સરળ કરી! વૃદ્ધોને ઘરે જ નિ:શુલ્ક લાઈફ સર્ટિફિકેટ સેવા. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે MOU. વિગતો જાણો!"