ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે. આગામી તા.૨૯ માર્ચથી ભાવનગર થી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ પુન:શરૂ થશે જેનું આવતીકાલ તા.૨૫મી ફેબ્રુઆરીથી બુકીંગ શરૂ થશે જેનો નાગરિકોને લાભ લેવા મંત્રીશ્રી એ અપીલ કરી છે.
ભાવનગર શહેરમાં ઉડાન યોજનાનો સમયગાળો પૂર્ણ થતાં બંધ થયેલી હવાઈ સેવાઓ ફરી શરૂ થવા જઈ રહી છે, જે અંતર્ગત ભાવનગરને મુંબઈ સાથેની સીધી એર કનેક્ટિવિટી પુનઃ પ્રાપ્ત થશે. ભાવનગરને સુચારું હવાઈ સુવિધા મળે તે માટે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુ બેન બાંભણીયાએ સઘન પ્રયાસો કર્યા હતા જેના પરિણામે આ સફળતા મળી છે.
મંત્રીશ્રીએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી કે.આર. નાયડુને રૂબરૂ રજૂઆત કરી હતી, કેન્દ્રીય રાજ્ય મંત્રી, નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી મુરલીધર મોહોલ સાથે તથા વિવિધ એર લાઇન્સ સાથે તબક્કાવાર બેઠકો યોજી હતી.
કેન્દ્ર સરકારના સકારાત્મક વલણ અને દિશા-નિર્દેશોને પગલે ઇન્ડિગો એર લાઇન્સ દ્વારા ૨૯ માર્ચ ૨૦૨૬થી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે દૈનિક બે ફ્લાઇટ (ATR વિમાન) શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના માટે ૨૫ ફેબ્રુઆરીથી ટિકિટનું બુકિંગ શરૂ કરવામાં આવશે. ભાવનગરથી નવી મુંબઈ સવારે 8.35 વાગે અને સાંજે 20.50 વાગે ઉપડશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આધુનિક પરિવહન સુવિધાઓ માટેની સરકારની પ્રતિબદ્ધતાના ભાગરૂપે આ સેવા શરૂ થવાથી ભાવનગરના વ્યાપાર-ઉદ્યોગને નવો વેગ મળશે અને મુંબઈ મારફતે દેશના અન્ય શહેરો સાથેનું જોડાણ પણ સરળ બનશે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ નિમુબેન બાંભણીયાએ કેન્દ્રીય મંત્રી શ્રી કે.આર. નાયડુ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી મુરલીધર મોહોલનો આભાર વ્યક્ત કર્યો છે. મંત્રીશ્રી નિમુબેન બાંભણીયાએ કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાનો વિશેષ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો છે અને આ સુવિધા બદલ સમગ્ર ભાવેણાવાસીઓને અભિનંદન પાઠવ્યા છે.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.
જૂનાગઢ-ભાવનગરમાં 300+ સરપંચ-વોર્ડ સભ્ય સીટો ખાલી – અનામત-ઉમેદવાર ન મળતા! AAP MLA ગોપાલ ઇટાલિયાએ કહ્યું: ગ્રામ વિકાસ ઠપ્પ, ગ્રાન્ટનો દુરુપયોગ. ભાજપની નીતિઓને કારણે ગામોમાં અન્યાય.