વર્લ્ડ કપ પહેલા ટીમને મોટો ફટકો, ઈજાના કારણે બહાર થઈ શકે છે આ ખેલાડી
ODI વર્લ્ડ કપ પહેલા ઘણી ટીમો ઈજાના કારણે ખૂબ જ પરેશાન દેખાઈ રહી છે. આ દરમિયાન ટીમને મોટો ફટકો પડી શકે છે.
આ વર્ષે ભારતમાં ODI વર્લ્ડ કપ રમાવાનો છે. આ મેગા ઈવેન્ટ માટે તમામ ટીમો તૈયારી કરી રહી છે. 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાનાર ODI વર્લ્ડ કપ પહેલા ટીમો પોતાના ખેલાડીઓને ઈજાથી બચાવવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાનો એક ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીની પાંચમી મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા. તેના કાંડામાં ઈજા થઈ હતી. આ ઈજાના કારણે તેને અને તેની ટીમને મોટો ફટકો પડી શકે છે.
ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને ટીમ ઈન્ડિયા સામે ત્રણ મેચની ODI શ્રેણી રમવાની છે. ઓસ્ટ્રેલિયા માટે આ શ્રેણી ઘણી મહત્વની છે. માનવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયાનો સુકાની ઈજાના કારણે આ સીરિઝ ચૂકી શકે છે. જોકે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ હજુ સુધી કમિન્સની ઈજાની વિગતો જાહેર કરી નથી. કમિન્સે હવે દક્ષિણ આફ્રિકા અને ભારતના પ્રવાસ પર ટીમનું નેતૃત્વ કરવાનું છે. વર્લ્ડ કપ પહેલા ટીમમાં કેપ્ટનની ગેરહાજરી તેમના માટે નુકસાનકારક બની શકે છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી સીરિઝ વર્લ્ડ કપ પહેલા 22 સપ્ટેમ્બરથી મોહાલીમાં શરૂ થશે. આ બાબતની જાણકારી ધરાવતા બે સ્ત્રોતોએ સિડની મોર્નિંગ હેરાલ્ડને જણાવ્યું હતું કે મેડિકલ સ્ટાફે ફ્રેક્ચરની શક્યતા નકારી નથી. ફાસ્ટ બોલરને ગયા અઠવાડિયે ઓવલ ખાતે અંતિમ એશિઝ ટેસ્ટના પ્રથમ દિવસે તેના કાંડામાં ઈજા થઈ હતી. તેણે આ મેચમાં કાંડા પર પટ્ટી બાંધીને રમવાનું ચાલુ રાખ્યું. આ ઈજાને કારણે કમિન્સની બોલિંગમાં કોઈ અવરોધ ન આવ્યો, પરંતુ તે બેટિંગ કરતી વખતે મુશ્કેલીમાં જોવા મળ્યો. ભારત સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ સહિત બે મહિનામાં છ ટેસ્ટ રમ્યા બાદ, કમિન્સ થોડો સમય લેશે તેવી અપેક્ષા છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આગામી સપ્તાહે ઓસ્ટ્રેલિયાની આગામી વ્હાઈટ બોલ મેચો માટે ટીમની જાહેરાત કરે તેવી શક્યતા છે, જેમાં દક્ષિણ આફ્રિકા અને ભારતનો પ્રવાસ પણ સામેલ છે. કમિન્સની ગેરહાજરીમાં મિશેલ માર્શ ટીમનું નેતૃત્વ કરી શકે છે. ઓલરાઉન્ડર ઓસ્ટ્રેલિયાનો T20 કેપ્ટન બનવાની પણ દોડમાં છે. સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે આ વર્ષની શરૂઆતમાં ભારતમાં કમિન્સની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ કર્યું હતું. ઑસ્ટ્રેલિયા 30 ઑગસ્ટથી દક્ષિણ આફ્રિકા સામે ત્રણ T20 ઇન્ટરનેશનલ અને પાંચ ODI મેચ રમવાનું છે, ત્યાર બાદ તેઓ ODI માટે ભારત જશે.
ભારતીય મહિલા હોકી ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર યજમાન ટીમનો સામનો કરવા માટે તૈયાર છે. બંને ટીમો વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણી 1 મેથી શરૂ થશે.
RR vs GT Live Score: IPL 2025 ની 47મી લીગ મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ ટીમ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્પિનર આર અશ્વિનને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા. અશ્વિન ઉપરાંત પીઆર શ્રીજેશને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.