હાથીપગા રોગને હરાવવા મોટું અભિયાન! 10-12 ફેબ્રુઆરીએ 5.48 લાખ લોકોને મફત દવા, ભરુચ-નર્મદા-ડાંગમાં શરૂ
ભરુચ, નર્મદા, ડાંગમાં 10થી 12 ફેબ્રુઆરી 2026 દરમિયાન હાથીપગા રોગ નિર્મૂલન માટે ત્રીજા રાઉન્ડનું સામૂહિક દવા વિતરણ શરૂ. નેત્રંગ, નાંદોદ, ડેડિયાપાડા, વઘઇમાં 5.48 લાખ વસ્તીને DEC + Albendazole મફત. આરોગ્ય કાર્યકરોની 649 ટીમો ઘરે-ઘરે જશે! સહયોગ આપો. વાંચો વિગતો.
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશભરમાંથી હાથીપગા એટલે કે, ફાઈલેરિયા રોગ નિર્મૂલનનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આવતીકાલ તા. ૧૦થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન નેત્રંગ, નાંદોદ, ડેડિયાપાડા અને વઘઇમાં સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનો ત્રીજો રાઉન્ડ હાથ ધરવામાં આવશે.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કુલ ૧૭ જિલ્લા હાથીપગા રોગ માટે સંવેદનશીલ ગણાય છે. આ અભિયાન અંતર્ગત હાથીપગા રોગ માટેના સંવેદનશીલ નથી તેવા જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં રાત્રી બ્લડ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પરીક્ષણ બાદ ભરૂચ જિલ્લાનો નેત્રંગ તાલુકો, નર્મદાનો નાંદોદ અને ડેડીયાપાડા અને ડાંગનો વઘઇ તાલુકો આમ ત્રણ જિલ્લાના કુલ ચાર તાલુકાના વિસ્તારોના લોહીના નમૂનામાં હાથીપગા રોગના કૃમિ જોવા મળ્યા હતા.
અભિયાન અંતર્ગત આ ચાર તાલુકાની કુલ ૫.૪૮ લાખથી વધુ વસ્તીને આવરી લઇને ફાઈલેરિયા રોગના કૃમિનો વ્યક્તિના શરીરમાંથી નાશ થાય તે માટેની દવા ડી.ઇ.સી. અને આલ્બેન્ડાઝોલ રૂબરૂમાં આપવામાં આવશે. જેમાં બે વર્ષથી નાના બાળકો, સગર્ભા મહિલા, અતિશય બીમાર વ્યક્તિ અને ધાત્રી માતા જેને પ્રસૂતિનો એક અઠવાડિયાનો સમય થયો હોય તે સિવાયની તમામ વસ્તીને આવરી લેવામાં આવશે.
આ અભિયાન અંતર્ગત ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન આ વિસ્તારોની તમામ ૭૫૯ આંગણવાડી, ૭૪૨ શાળાઓ, ૧૫ કોલેજો તેમજ તમામ ઘરોમાં આરોગ્ય કાર્યકરોની ૬૪૯ ટીમો દ્વારા તમામને રૂબરૂમાં દવા આપવામાં આવશે. આ ઉપરાંત બાકી રહી ગયેલા સભ્યોને આરોગ્ય કાર્યકર દ્વારા તા. ૧૩ અને ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન પુન: ઘરની રૂબરૂમાં મુલાકાત લઈ આ દવા આપવામાં આવશે. આ ઉપરાંત જાહેર સ્થળો પર ૬૧ બુથ શરૂ કરીને રૂબરૂમાં દવા આપવામાં આવશે. આ કામગીરી ચાલુ હોય ત્યારે તથા કામગીરી પૂર્ણ થાયા બાદ ત્રણ મેડીકલ કોલેજના પી.એસ.એમ. ડિપાર્ટમેન્ટ દ્વારા વ્યક્તિગત મૂલ્યાંકન હાથ ધરવામાં આવનાર છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આરોગ્યની તમામ ટીમો, આશા, આંગણવાડી વર્કર તથા શાળાના શિક્ષકોને યોગ્ય તાલીમ આપી સુસજ્જ કરવામાં આવ્યા છે. સંબંધિત વિસ્તારની જાહેર જનતાને આ અભિયાનમાં સક્રિય રીતે જોડાવા અને સહકાર આપવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.