રાજપીપલામાં મોટી સમીક્ષા બેઠક! આયુષ સોસાયટીની કામગીરી પર ચર્ચા, આરોગ્ય સેવાઓને મળશે નવું બળ
રાજપીપલામાં આયુષ સોસાયટીની મોટી સમીક્ષા બેઠક યોજાઈ: આયુર્વેદ, યોગ, યુનાની-હોમિયોપેથી સેવાઓની કામગીરી પર ચર્ચા, ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને નવું બળ મળશે. નવી યોજનાઓ, વધુ ફંડિંગ અને વિસ્તારની તૈયારી! વિગતો જુઓ.
રાજપીપલા : જિલ્લા પંચાયત કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ડિસ્ટ્રિક્ટ આયુષ સોસાયટીની એક્સિક્યુટીવ કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વાય.એસ.ચૌધરીએ જિલ્લા આયુર્વેદ કચેરી દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન અત્યાર સુધી થયેલ કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
આ બેઠક દરમિયાન આયુર્વેદ શાખાની કામગીરીની પ્રાથમિક માહિતી આપી હતી. જેમાં આ શાખા અંતર્ગત આયુર્વેદ અને હોમયોપેથી દવાખાનાની કામગીરી, નેશનલ આયુષ મીશન અંતર્ગતની કામગીરી, ડીપીએમયુ અંતર્ગત પ્રોગ્રામ મેનેજરની જગ્યા ભરવા મંજુરી આપવા અંગે તેમજ વર્ષ ૨૦૨૬-૨૭ માટે તૈયાર કરવામાં આવેલ એન્યુઅલ એક્શન પ્લાન અંગે જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડૉ. માયાબેન ચૌધરીએ વિગતવાર માહિતી આપી હતી.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીએ જિલ્લાના આરોગ્ય સેવાઓને વધુ સશક્ત બનાવવા તથા આયુષ પદ્ધતિઓના વ્યાપને વધારવા માટે આયોજનબદ્ધ રીતે વિવિધ પ્રવૃત્તિઓ અમલમાં મુકવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત જિલ્લામાં આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર (આયુષ) ખાતે ચાલી રહેલી વિવિધ સેવાઓ અને કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સેવાઓની ગુણવત્તા, લાભાર્થીઓની સંખ્યા તથા સુવિધાઓના સશક્તિકરણ અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. બેઠકમાં જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીઓ સહિત કમિટીની સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાતમાં દેશની પ્રથમ CBDC આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ ૧૫ ફેબ્રુઆરીએ! કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે મહાત્મા મંદિરમાં લોન્ચ. અન્નપૂર્ટિ ગ્રેઇન ATM, ૧ કિ.ગ્રા તુવેર-ચણા પેકિંગ, સુપોષિત ગરુડેશ્વર તાલુકો અભિયાન અને ગ્રાહક સુરક્ષા MOU શરૂ. પારદર્શક ડિજિટલ વિતરણ યુગની શરૂઆત. વિગતો જુઓ.
નર્મદા જિલ્લાના ૨૫૮ આદિજાતિ ગામોને ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન પુરસ્કાર યોજના’ હેઠળ રૂ. ૫.૧૬ કરોડનું ઇનામ! પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જાહેર કર્યું – ૭૦+ ગુણ મેળવનાર ગ્રામ પંચાયતને રૂ. ૨ લાખ ઇનામ. જલ જીવન મિશન હેઠળ આયુર્વેદ-યોગ સેવા વિસ્તારશે. વિગતો જુઓ.
નર્મદા જિલ્લામાં વાહન અકસ્માતો રોકવા મોટી કાર્યવાહી: DSP વિશાખા ડબરાલ, NHAI અને ટ્રાફિક ટીમે બ્લેક સ્પોટનું નિરીક્ષણ કર્યું. વડીયા જકાતનાકા, નાના લીમટવાડા, ખામર, મકાઈ ધોધ સહિત 10+ જગ્યાએ કેટ આઈ, સાઇન બોર્ડ, બમ્પ-બેરિયરના આદેશ. દેડીયાપાડામાં હેલ્મેટ વિતરણ સાથે જાગૃતિ. વિગતો જુઓ.