Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ભારતના ઔદ્યોગિક વિકાસમાં AIની મોટી ભૂમિકા. અશ્વિની વૈષ્ણવે લોન્ચ કર્યો AI-MET વ્હાઇટ પેપર

ભારતના ઔદ્યોગિક વિકાસમાં AIની મોટી ભૂમિકા. અશ્વિની વૈષ્ણવે લોન્ચ કર્યો AI-MET વ્હાઇટ પેપર

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે લોન્ચ કર્યો “AI for Manufacturing Engineering Technology (AI-MET)” વ્હાઇટ પેપર. MIT, માઇક્રોસોફ્ટ, ટાટા, સિસ્કો, હિતાચી સહિત દિગ્ગજોની હાજરીમાં બેઠક – ભારતના મેન્યુફેક્ચરિંગમાં AI અપનાવવા, ઉત્પાદકતા-નવીનતા વધારવા અને વિકસિત ભારત 2047ના વિઝનને બળ મળશે. વિગતો જુઓ.

New delhi February 19, 2026
ભારતના ઔદ્યોગિક વિકાસમાં AIની મોટી ભૂમિકા. અશ્વિની વૈષ્ણવે લોન્ચ કર્યો AI-MET વ્હાઇટ પેપર

ભારતના ઔદ્યોગિક વિકાસમાં AIની મોટી ભૂમિકા. અશ્વિની વૈષ્ણવે લોન્ચ કર્યો AI-MET વ્હાઇટ પેપર

આ કાર્યક્રમમાં શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ વિકસિત ભારત તરફની ભારતની સફરમાં એક પાયાનો સ્તંભ છે. એઆઈને મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ ટેક્નોલોજીમાં સંકલિત કરીને આપણે ઉત્પાદકતા વધારી શકીએ છીએ, સ્પર્ધાત્મકતા મજબૂત કરી શકીએ છીએ અને નવીનતા તથા ઉદ્યોગસાહસિકતા માટે નવી તકો ખોલી શકીએ છીએ. આપણું ધ્યાન એવી સમાવેશક એઆઈ ઇકોસિસ્ટમ બનાવવા પર છે જે ભવિષ્ય માટે ભારતના વર્કફોર્સને તૈયાર કરવાની સાથે વેપારી સાહસો અને એમએસએમઈને સશક્ત બનાવે. AI-MET વ્હાઇટ પેપર જેવી પહેલ ટેક્નોલોજીકલ ક્ષમતાને નક્કર પરિણામોમાં ફેરવવા માટે જરૂરરી સહયોગાત્મક તથા મિશન સંચાલિત અભિગમને દર્શાવે છે. મને ખુશી છે કે નેમટેકે આ સહિયારા રાષ્ટ્રીય ઉદ્દેશ્ય માટે ઉદ્યોગ જગત, શિક્ષણ જગત અને નીતિ ઘડનારાઓને એક કરવામાં આગેવાની લીધી છે. હું નેમટેકને વિનંતી કરું છું કે આ તકને આગામી સ્તરની પ્રતિભાઓ સુધી લઈ જાય જે ભારતને પ્રિસિઝન ઇક્વિપમેન્ટના અગ્રણી ઉત્પાદક તરીકે આગળ લાવવામાં સક્ષમ કરે.”

માસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઈટી), બોસ્ટન, અમેરિકાના ચાન્સેલર ફોર એકેડમિક એડવાન્સમેન્ટના પ્રોફેસર એરિક ગ્રીમસને ઉમેર્યું હતું કે, “ભારતની એઆઈ સફરનો આગામી તબક્કો ક્ષમતાથી ઉપયોગ તરફના પરિવર્તનની તેની ક્ષમતાથી નક્કી થશે, જેમાં ઉદ્યોગ, વેપારી સાહસો અને એમએસએમઈમાં એઆઈનો વ્યાપક ઉપયોગ તથા મોટાપાયે પ્રતિભાઓમાં રોકાણ થશે અને તે સુનિશ્ચિત કરશે કે નવીનતા સમાવેશક બની રહે. આના માટે શિક્ષણ જગત, ઉદ્યોગ જગત અને સરકાર વચ્ચે ટકાઉ સહયોગની જરૂર પડશે, જેથી એવી સિસ્ટમ ઊભી કરી શકાય જે સંશોધન અને ટેક્નોલોજીને વાસ્તવિક વિશ્વના પરિણામોમાં ફેરવી શકે.”

માઇક્રોસોફ્ટ ઈન્ડિયાના મેન્યુફેક્ચરિંગ એન્ડ કોન્ગ્લોમરેટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી પ્રવીણ પંચગ્નુલાએ જણાવ્યું હતું કે, “ભારતના ઔદ્યોગિક ક્ષેત્રોમાં એઆઈની અસર શોપ ફ્લોર અને કોમ્પ્લેક્સ એન્જિનિયરિંગ સિસ્ટમ્સ પર તેને લાગુ કરવા પરથી નક્કી થશે. એમએસએમઈમાં તેને અપનાવવાને પ્રોત્સાહન તથા કર્મચારીઓનું લક્ષ્યાંકિત સ્કીલિંગ તથા અપસ્કીલિંગ સ્થિતિસ્થાપક અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક મેન્યુફેક્ચરિંગ વેલ્યુ ચેઇન ઊભી કરવા માટે મહત્વપૂર્ણ રહેશે.”

સિસ્કો ઈન્ડિયાના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ડિરેક્ટર શ્રી વિનોદ કરુમામપોયિલે જણાવ્યું હતું કે, “એઆઈ મોર્ડન મેન્યુફેક્ચરિંગનો અભિન્ન ભાગ બની ગઈ છે ત્યારે સમગ્ર વર્કફોર્સમાં ઉપયોગિતા સંચાલિત કુશળતાઓ ઊભી કરવી આવશ્યક બની ગઈ છે. ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેનો ઘનિષ્ઠ સહયોગ એ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ રહેશે કે એઆઈને જવાબદારીપૂર્વક અને મોટાપાયે લાગુ કરવા માટે તેમજ ભારતની મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમમાં ઉત્પાદકતા તથા  સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવવા માટે પ્રતિભાઓ તૈયાર કરવામાં આવે.”

પાલો અલ્ટો નેટવર્ક્સના ઈન્ડિયા અને સાર્કના વાઇસ પ્રેસિડેન્ટ તથા એમડી સુશ્રી સ્વપ્ના બાપટે જણાવ્યું હતું કે, “સાયબરસિક્યોરિટી અને આઈટીના ક્ષેત્રે ખરાબ રીતે ડિઝાઇન કરવામાં આવેલી ઓપરેશનલ ટેક્નોલોજી (ઓટી) નોંધપાત્ર જોખમ ઊભું કરે છે. સુરક્ષિત અને એન્ટરપ્રાઇઝ ગ્રેડનું નેટવર્ક ડિઝાઇન કરવા માટે ત્રણ મહત્વના પરિબળો જરૂરી છે. એઆઈ મોર્ડન એન્જિનિયરિંગનો મહત્વનો ભાગ બની ગઈ છે ત્યારે આપણે સમગ્ર વર્કફોર્સમાં ઉપયોગિતા સંચાલિત કુશળતાઓ ઊભી કરવાને પ્રાથમિકતા આપવી જોઈએ. આપણું લક્ષ્ય શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેના અંતરને પુરવાનું, શાળાઓમાં આધુનિક નેટવર્ક સિક્યોરિટી સિદ્ધાંતો લાવવાનું હોવું જોઈએ, જેથી વિદ્યાર્થીઓ તાત્કાલિક કર્મચારીઓ તરીકે કંપનીઓમાં જોડાવા માટે તૈયાર રહી શકે.”

રોકવેલ ઓટોમેશનના મેનેજિંગ ડિરેક્ટર – ઈન્ડિયા શ્રી દિલીપ સાહનીએ ઉમેર્યું હતું કે, “ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે એઆઈની વાસ્તવિક અસર ત્યારે જણાશે જ્યારે તેને ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન સિસ્ટમમાં સંકલિત કરવામાં આવશે અને તમામ પ્રોડક્શન માહોલમાં મોટાપાયે લાગુ કરવામાં આવશે. ડિજિટલ ઇનોવેશન અને શોપ-ફ્લોર એક્ઝિક્યુશન વચ્ચેનું અંતર પૂરવા માટે ઉદ્યોગ જગત, શિક્ષણ જગત અને સરકાર વચ્ચે મજબૂત સહયોગની જરૂર છે. આના જેવી પહેલ એક એવી ઇકોસિસ્ટમ ઊભી કરશે, જે ટેક્નોલોજીને ઝડપથી અપનાવવા, વર્કફોર્સની ક્ષમતા મજબૂત બનાવવા અને ભારતની મેન્યુફેક્ચરિંગ વેલ્યુ ચેઇનની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે જરૂરી છે.”
 
નેમટેકના સીઈઓ અને ઓપરેશનલ ડિરેક્ટર જનરલ ડો. ઇબ્રાહિમ હાફીઝુર રહેમાને જણાવ્યું હતું કે, “શિક્ષણને વાસ્તવિક વિશ્વના ઔદ્યોગિક ક્ષેત્રે સંકલિત કરીને નેમટેકનો ઉદ્દેશ્ય એ દર્શાવવાનો છે કે કેવી રીતે ઉપયોગિતા આધારિત શિક્ષણ પ્રતિભાઓને તાત્કાલિકપણે ઉત્પાદનના માહોલમાં કાર્યરત કરી શકે છે. એમઈટી પ્લેટફોર્મ અને ઉદ્યોગ તથા શિક્ષણ જગત સાથેની ભાગીદારીઓ થકી આ અભિગમથી વર્કફોર્સને ભારતના મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ ટેક્નોલોજી પરિવર્તન માટે તૈયાર કરવા સ્કેલેબલ મોડલ્સ બનાવવામાં મદદ મળી શકે છે.”
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

અરુણાચલ પ્રદેશમાં રેલ કનેક્ટિવિટી વધી. મુરકોંગસેલેક-સિલે (15.70 કિમી) પર ટ્રેન સંચાલનને CRS મંજૂરી
arunachal pradesh
February 19, 2026

અરુણાચલ પ્રદેશમાં રેલ કનેક્ટિવિટી વધી. મુરકોંગસેલેક-સિલે (15.70 કિમી) પર ટ્રેન સંચાલનને CRS મંજૂરી

મુરકોંગસેલેક-પાસીઘાટ રેલ પ્રોજેક્ટમાં મોટી સફળતા. CRSએ મુરકોંગસેલેક-સિલે (15.70 કિમી) વિભાગ પર ટ્રેન સંચાલન મંજૂર કર્યું – 110 કિમી/કલાકની મહત્તમ સ્પીડ. 27 પુલ, 3 નવા સ્ટેશનો સાથે પ્રોજેક્ટ અરુણાચલ પ્રદેશમાં કનેક્ટિવિટી વધારશે – મુસાફરી-માલ પરિવહનમાં વધારો થશે. વિગતો જુઓ.

શ્રી આશિષ બંસલ ઉત્તરપૂર્વ સરહદી રેલ્વે (બાંધકામ સંગઠન) ના નવા જનરલ મેનેજર બન્યા
assam
February 18, 2026

શ્રી આશિષ બંસલ ઉત્તરપૂર્વ સરહદી રેલ્વે (બાંધકામ સંગઠન) ના નવા જનરલ મેનેજર બન્યા

ઉત્તરપૂર્વ સરહદી રેલ્વે (બાંધકામ)ના નવા જનરલ મેનેજર બન્યા શ્રી આશિષ બંસલ (1989 બેચ IRSSE)! રેલ્વે બોર્ડ, RDSO, IRCON CMD અને ધનબાદ DRM તરીકેનો વ્યાપક અનુભવ. સિક્કિમ સહિત NE રાજ્યોમાં ટ્રેક-બ્રિજ બાંધકામની જવાબદારી સંભાળી. વિગતો જુઓ.

મેડિકલ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર: NEET PG Cut-off માં મોટો ઘટાડો
new delhi
February 18, 2026

મેડિકલ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર: NEET PG Cut-off માં મોટો ઘટાડો

NEET PG કટ-ઓફ ઘટાડવાના કારણે હવે વધુ 95,000 ઉમેદવારો કાઉન્સેલિંગ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. NBEMS એ સુપ્રીમ કોર્ટને આ મહત્વની જાણકારી આપી છે. સંપૂર્ણ વિગતો અહીં વાંચો.

Braking News

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે NCRB ને ડેટા-ડ્રિવન પ્લેટફોર્મ સાથે ફોજદારી ન્યાય પ્રણાલીને વધારવાનો નિર્દેશ આપ્યો
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે NCRB ને ડેટા-ડ્રિવન પ્લેટફોર્મ સાથે ફોજદારી ન્યાય પ્રણાલીને વધારવાનો નિર્દેશ આપ્યો
December 24, 2024

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) ને ફોજદારી ન્યાય પ્રણાલીમાં તપાસ અધિકારીઓ અને અન્ય હિતધારકોને મદદ કરવા માટે ડેટા સમૃદ્ધ પ્લેટફોર્મ બનાવવાનો નિર્દેશ આપ્યો છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
June 12, 2023
શું મોદી કેબિનેટનું વિસ્તરણ અટકી ગયું, હવે થશે કે નહીં? બધા સમીકરણો સમજો
શું મોદી કેબિનેટનું વિસ્તરણ અટકી ગયું, હવે થશે કે નહીં? બધા સમીકરણો સમજો
July 25, 2023
સિંહના શિકારની કળા: જંગલને જીતવાની કળાનું અંતિમ કૌશલ્ય
સિંહના શિકારની કળા: જંગલને જીતવાની કળાનું અંતિમ કૌશલ્ય
March 31, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express