Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • સુરક્ષિત અને સશક્ત બેટીઓ માટે મોટું સેમિનાર. તિલકવાડામાં 80%+ ગુણ મેળવનાર 40 દીકરીઓને એજ્યુકેશન કીટ

સુરક્ષિત અને સશક્ત બેટીઓ માટે મોટું સેમિનાર. તિલકવાડામાં 80%+ ગુણ મેળવનાર 40 દીકરીઓને એજ્યુકેશન કીટ

બેટી બચાઓ, બેટી પઢાવો’ અભિયાન હેઠળ તિલકવાડા ખાતે મોટું સેમિનાર. સાયબર ક્રાઇમ, સ્વ-રક્ષણ અને મહિલા યોજનાઓ અંગે જાગૃતિ. 80%+ ગુણ મેળવનાર 40+ પ્રતિભાશાળી દીકરીઓને એજ્યુકેશન કીટ સાથે સન્માનિત. નર્મદા જિલ્લા મહિલા-બાળ અધિકારી કચેરી અને પોલીસનું સંયુક્ત કાર્યક્રમ. વાંચો વિગતો.

Rajpipla February 11, 2026
સુરક્ષિત અને સશક્ત બેટીઓ માટે મોટું સેમિનાર. તિલકવાડામાં 80%+ ગુણ મેળવનાર 40 દીકરીઓને એજ્યુકેશન કીટ

સુરક્ષિત અને સશક્ત બેટીઓ માટે મોટું સેમિનાર. તિલકવાડામાં 80%+ ગુણ મેળવનાર 40 દીકરીઓને એજ્યુકેશન કીટ

રાજપીપલા:  નર્મદા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત કે.એમ.શાહ સાર્વજનિક હાઈસ્કુલ, તિલકવાડા ખાતે કાયદાઓ અને
મહિલાલક્ષી યોજનાઓ અંગે સેમિનાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન તિલકવાડા પોલીસ સ્ટેશનની સી-ટીમ સાથે સંવાદ યોજાયો હતો, જેમાં સાયબર
ક્રાઇમ, સ્વ-રક્ષણ અને મહિલાઓ માટેની વિવિધ સરકારી યોજનાઓ અંગે ઝીણવટપૂર્વક માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓને સુરક્ષા અને સશક્તિકરણ સંબંધિત માર્ગદર્શન આપી જાગૃત કરવામાં આવી હતી.

આ પ્રસંગે શાળાના શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે ઉતીર્ણ થયેલ દીકરીઓને સન્માનિત કરવામાં આવી હતી. ઉપરાંત, તિલકવાડા તાલુકામાં ગત વર્ષે બોર્ડ પરીક્ષામાં ધોરણ ૧૦ અને ૧૨માં ૮૦ ટકા કરતાં વધુ ગુણ મેળવનાર કુલ ૪૦ દીકરીઓને એજ્યુકેશન કીટ (સ્કૂલ બેગ, વોટર બોટલ, લંચ બોક્સ, જ્યોમેટ્રી કંપાસ, બોલ પેન, ચોપડા, ડ્રોઇંગ કીટ, કેલેન્ડર,મગ) આપવામાં આવ્યું હતું. સાથે-સાથે અન્ય ૮ સારા ગુણ પ્રાપ્ત કરનાર દીકરીઓને પણ કીટ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. 

કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, તિલકવાડા પોલીસ સ્ટેશનની સી-ટીમ, મહિલા સહાયતા કેન્દ્ર રાજપીપળા, સખી વન સ્ટોપ સેન્ટર તથા ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

નર્મદામાં આંગણવાડી ક્રાંતિ! ૨૬૭ કેન્દ્રોનું નવીનીકરણ પૂર્ણ, બાળકોને મળશે સ્વચ્છ-સુંદર વાતાવરણ
narmada
February 11, 2026

નર્મદામાં આંગણવાડી ક્રાંતિ! ૨૬૭ કેન્દ્રોનું નવીનીકરણ પૂર્ણ, બાળકોને મળશે સ્વચ્છ-સુંદર વાતાવરણ

નર્મદા જિલ્લામાં ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’માં મોટી સફળતા. ૧૬ જાન્યુઆરીથી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન ૬૬૫માંથી ૨૬૭ આંગણવાડી કેન્દ્રોનું રિનોવેશન પૂર્ણ, ૩૯૮માં કામ ચાલુ. રંગરોગાન, સ્વચ્છતા, સુરક્ષિત માળખું અને આકર્ષક વાતાવરણથી બાળકોને મળશે શ્રેષ્ઠ સુવિધા. શ્રેષ્ઠ કેન્દ્રોને પુરસ્કાર! વાંચો વિગતો.

દેવમોગરાના મેળા હદ વિસ્તારમાં દારૂખાનું ફોડવા અથવા સળગી ઉઠે તેવી વસ્તુ આગમાં મુકવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું
rajpipla
February 11, 2026

દેવમોગરાના મેળા હદ વિસ્તારમાં દારૂખાનું ફોડવા અથવા સળગી ઉઠે તેવી વસ્તુ આગમાં મુકવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા દેવમોગરા ખાતે પાંડુરી માતાના મંદિરે 15 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી 2026 સુધી યોજાનારા પ્રસિદ્ધ દેવમોગરા મેળા દરમિયાન આગના બનાવો ન થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે કડક જાહેરનામું જારી કર્યું છે.

કચ્છના નાના રણમાં વન વિભાગની અદ્ભુત પહેલ, 1.35 કરોડ લિટર પાણી સંગ્રહ, વન્યજીવોનું નવું આવાસ
kutch
February 11, 2026

કચ્છના નાના રણમાં વન વિભાગની અદ્ભુત પહેલ, 1.35 કરોડ લિટર પાણી સંગ્રહ, વન્યજીવોનું નવું આવાસ

કચ્છના નાના રણમાં વન વિભાગની અદ્ભુત પહેલ. 1.35 કરોડ લિટર વરસાદી પાણી સંગ્રહ, જમીન ધોવાણ અટકાવી વન્યજીવો-પક્ષીઓ માટે નવું આવાસ. વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ કહ્યું – આ માત્ર પાણી બચાવવાનું નહીં, સંપૂર્ણ ઇકો-સિસ્ટમ વિકસાવવાનું પ્રયાસ. વાંચો વિગતો.

Braking News

સૂર્યકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા સામેની T20I શ્રેણી માટે ભારતના કેપ્ટન તરીકે નિયુક્ત
સૂર્યકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા સામેની T20I શ્રેણી માટે ભારતના કેપ્ટન તરીકે નિયુક્ત
November 21, 2023

સૂર્યકુમાર યાદવને 23 નવેમ્બર, 2023થી શરૂ થનારી ઓસ્ટ્રેલિયા સામેની આગામી પાંચ મેચની T20I શ્રેણી માટે ભારતના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

"પક્ષીય રાજકારણ અને સત્તા સંઘર્ષ: ભારતીય રાજકારણમાં ચૂંટણી પ્રતીકો પરના વિવાદો પર એક નજર"
February 20, 2023
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
February 21, 2023
મણિપુર: મણિપુરમાં શું થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે? હિંસાની આગ કોણે ભડકાવી?
મણિપુર: મણિપુરમાં શું થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે? હિંસાની આગ કોણે ભડકાવી?
July 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express