Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગુજરાત આરોગ્ય વિભાગની મોટી સફળતા: છેલ્લા 4 વર્ષમાં 82 લાખ+ મહિલાઓનું સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ – “United by Unique” થીમ પર ફોકસ

ગુજરાત આરોગ્ય વિભાગની મોટી સફળતા: છેલ્લા 4 વર્ષમાં 82 લાખ+ મહિલાઓનું સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ – “United by Unique” થીમ પર ફોકસ

વિશ્વ કેન્સર દિવસ 2026 પર ગુજરાત આરોગ્ય વિભાગની સિદ્ધિ: છેલ્લા 4 વર્ષમાં 3 કરોડ+ લોકોનું મોંઢાનું કેન્સર, 1.6 કરોડ મહિલાઓનું સ્તન કેન્સર અને 82 લાખ+નું સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ. “United by Unique” થીમ હેઠળ વહેલી ઓળખ અને જાગૃતિ પર ભાર. વિગતો જુઓ.

Gandhinagar February 03, 2026
ગુજરાત આરોગ્ય વિભાગની મોટી સફળતા: છેલ્લા 4 વર્ષમાં 82 લાખ+ મહિલાઓનું સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ – “United by Unique” થીમ પર ફોકસ

ગુજરાત આરોગ્ય વિભાગની મોટી સફળતા: છેલ્લા 4 વર્ષમાં 82 લાખ+ મહિલાઓનું સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ – “United by Unique” થીમ પર ફોકસ

દર વર્ષે ૦૪ ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં ‘વિશ્વ કેન્સર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ નાગરિકોમાં કેન્સર વિશે જાગૃતિ વધારવાનો અને આ રોગ સામે લડવા માટે વૈશ્વિક સ્તરે પ્રયાસોને વધુ મજબૂત બનાવાનો છે. કેન્સર આજે વિશ્વભરમાં મૃત્યુના મુખ્ય કારણોમાં એક છે. નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ મુજબ, દેશમાં વર્ષ-૨૦૨૫માં કેન્સરના અંદાજિત ૧૪ લાખથી વધુ કેસ નોંધાયા હતા.

દરેક વ્યક્તિની કેન્સર સામેની લડત વ્યક્તિગત, અલગ  અને અનન્ય હોય છે. આ વર્ષે વિશ્વ કેન્સર દિવસની થીમ “United by Unique” છે. જે વ્યક્તિ કેન્દ્રિત કેન્સર સંભાળના મહત્વ પર ભાર મૂકે છે, જે દર્શાવે છે કે, કેન્સરથી પીડિત દરેક વ્યક્તિને સંવેદનશીલ, સમાન અને કરુણાસભર સારવાર મળવી આવશ્યક છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કેન્સરની બિમારી એક ગંભીર જાહેર આરોગ્ય સમસ્યા બની રહી છે. જીવનશૈલી, પર્યાવરણીય અને આનુવંશિક પરિબળોના કારણે મોંઢાના કેન્સર, સ્તન કેન્સર અને સર્વાઇકલ કેન્સરના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં ૩૦ વર્ષથી વધુ ઉમરના ૦૩ કરોડથી વધુ વ્યક્તિઓની મોંઢાના કેન્સર, ૧.૬ કરોડથી વધુ મહિલાઓની સ્તન કેન્સર તેમજ ૮૨ લાખથી વધુ મહિલાઓનું સર્વાઇકલ કેન્સરની સ્ક્રીનિંગ કરાયું છે.

કેન્સરના રોગની સમયસર તપાસ, નિયમિત સ્ક્રીનિંગ અને આરોગ્યદાયક જીવનશૈલી અપનાવવાથી કેન્સર રોગના પરિણામોમાં નોંધપાત્ર સુધારો થઇ શકે છે, જેના પરિણામે અનેક જીવ બચાવી શકાય છે. વૈશ્વિક સ્તરે દર વર્ષે લગભગ એક કરોડ નાગરિકો કેન્સરથી મૃત્યુ પામે છે,  જ્યારે ભારતમાં દર વર્ષે અંદાજિત આશરે ૧૪ લાખ નવા કેસ નોંધાય છે. ICMR–NCDIRના અહેવાલ મુજબ ગુજરાતમાં પુરુષોમાં ૦૯ માંથી ૦૧ અને મહિલાઓમાં ૧૨ માંથી ૦૧ મહિલાને જીવનકાળ દરમિયાન કેન્સર થવાનું જોખમ હોય છે. પુરુષોમાં તમાકુ સંબંધિત કેન્સર અને મહિલાઓમાં સ્તન તથા સર્વાઇકલ કેન્સર વધુ પ્રમાણમાં જોવા મળે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા કેન્સરના નિયંત્રણ માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે, જે અંતર્ગત તમાકુ મુક્તિ અભિયાન, સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ અને જરૂરી રસીકરણ તેમજ સમુદાય જાગૃતિ અભિયાન અંગે રાજ્ય સરકાર સક્રિય રીતે કામગીરી કરી રહી છે.

આ ઉપરાંત રાજ્ય સરકારે GCRI- ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે MoU કરીને “Training of Trainers” કાર્યક્રમ શરૂ કર્યો છે.  જેમાં ગાયનેકોલોજિસ્ટ, સર્જન, ડેન્ટિસ્ટ, કમ્યુનિટી મેડિસિન નિષ્ણાતો તથા મેડિકલ ઓફિસરોને માસ્ટર ટ્રેનર તરીકે તૈયાર કરવામાં આવી રહ્યા છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કેન્સર સ્ક્રીનિંગ સુલભ બનાવવા “Training of Trainers” કાર્યકમ હેઠળ અંદાજિત ૪૦૦થી વધુ નિષ્ણાંતો દ્વારા રાજ્યભરના ૩૭,૦૦૦થી વધુ ફ્રન્ટલાઇન આરોગ્ય કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે.

આરોગ્ય વિભાગ દ્વારા પેટા આરોગ્ય કેન્દ્ર થી લઈને મેડીકલ કોલેજ તેમજ અન્ય સરકારી સંસ્થાઓમાં મોંઢાના, સ્તન અને સર્વાઇકલ કેન્સરની વહેલી ઓળખ માટે સ્ક્રીનિંગ કાર્યક્રમો રાજ્યમાં અમલી બનાવવામાં આવ્યા છે. જિલ્લાકક્ષાના હોસ્પિટલોમાં ડે-કેર કીમોથેરાપી સેન્ટરો દ્વારા દર્દીઓને પોતાના જ જિલ્લામાં સારવાર ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત GCRI અને તેના સેટેલાઇટ સેન્ટરો દ્વારા OPD, તપાસ, સર્જરી, રેડિયોથેરાપી તથા કીમોથેરાપીની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

રાજુલા પોલીસ સ્ટેશનમાં થયેલી e -FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં મોબાઈલ સાથે આરોપીને પકડી પાડતી અમરેલી LCB ટીમ
રાજુલા પોલીસ સ્ટેશનમાં થયેલી e -FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં મોબાઈલ સાથે આરોપીને પકડી પાડતી અમરેલી LCB ટીમ
September 15, 2023

રાજુલા પોલીસ સ્ટેશનમાં e -FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં ચોરીના મોબાઈલ ફોન સાથે પકડી પાડી અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી અમરેલી એલસીબી ટીમ ગુજરાત સહકાર શ્રી દ્વારા ગુજરાત ના નાગરિકો ને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓ માં વધારો કરી વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગે ની ફરિયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફસર્ટ મોબાઇલ એપ મારફતે ફરિયાદ કરવા e - FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

કુદરતનું છેલ્લું સ્ટેન્ડ: એમેઝોન રેઈનફોરેસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવી
કુદરતનું છેલ્લું સ્ટેન્ડ: એમેઝોન રેઈનફોરેસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવી
May 17, 2023
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
February 20, 2023
કથિત કોનમેન સુકેશ ચંદ્રશેખરને દિલ્હી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
કથિત કોનમેન સુકેશ ચંદ્રશેખરને દિલ્હી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
February 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express