એનએસએસ યુનિટ, એસ.વી.આઇ.ટી, વાસદ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
એનએસએસ યુનિટ, એસ.વી.આઇ.ટી, વાસદ દ્વારા ૧૫૪ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું.
તાજેતરમાં એન. એસ. એસ. યુનિટ, એસ.વી.આઈ.ટી. વાસદ ના સ્વયંસેવકો દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, આણંદ. ગુજરાતના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેવાના આ ભગીરથ કાર્યમાં શૈલેષભાઈ પટેલ (વાઈસ ચેરમેન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આણંદ) ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને રક્તદાન કોણ કરી શકે?, ક્યારે કરી શકીએ?, રક્તદાન કેમ કરવું જોઈએ, સુરક્ષિત રક્તદાન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના માધ્યમથી કેવી રીતે કરી શકાય તેની જાણકારી આપી હતી અને વિદ્યાર્થીઓને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી , આણંદ તરફથી ડૉ.દેવેન્દ્ર સચદેવા અને ડૉ. કિશોર સોની (મેડિકલ ઓફિસર), (ઇન્ચાર્જ-રક્તદાન શિબિર) ઉપસ્થિત રહી આ રક્તદાન શિબિરને સફળ બનાવી હતી. લાયન્સ ક્લબ આણંદ ના લાયન મહેન્દ્ર પંચાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે એસવીઆઈટીના ચેરમેન શ્રી ભાસ્કરભાઈ પટેલ, મંત્રીશ્રી ભાવેશભાઈ પટેલ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દિપકભાઈ પટેલ અને દર્શનભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહી એન.એસ.એસ. સ્વયંસેવકો, રક્તદાતા વિદ્યાર્થીઓ અને સ્ટાફને આ સામાજિક કાર્યમાં મોટી સંખ્યામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
ડૉ. વિકાશ અગ્રવાલ (પ્રોગ્રામ ઓફિસર, એન.એસ.એસ. યુનિટ) દ્વારા એન. એસ. એસ.ના સ્વયંસેવકો ની મદદથી આ કેમ્પનું સફળ સંચાલન કર્યું હતું.
ડૉ.વિકાશ અગ્રવાલ જણાવે છે કે આજરોજ આ શિબિર માં ૧૫૪ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે. આ કેમ્પ ની વિશેષતા એ રહી કે મોટા ભાગના દાતા એવા હતા કે જેમને પ્રથમ વખત રક્તદાન કર્યું હતું.
એસ.વી.આઇ.ટી. વાસદના અધ્યક્ષશ્રી ભાસ્કરભાઈ પટેલ, ઉપાધ્યક્ષશ્રી શંભુભાઈ પટેલ, મંત્રીશ્રી ભાવેશભાઈ પટેલ, ખજાનચીશ્રી કિશોરભાઈ પટેલ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દિપકભાઈ પટેલ, આચાર્ય ડૉ. ડી. પી. સોની, ડૉ.વિકાશ અગ્રવાલ (ડાયરેક્ટર ફિઝિકલ એજ્યુકેશન) અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરિવાર તરફથી એન.એસ.એસ.ના સ્વયંસેવકોને તેમની સમાજ ઉપયોગી સુંદર કાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતા.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."