બોર્ડ પરીક્ષા એ ઉત્સવ! રિવાબા જાડેજાની વિદ્યાર્થીઓને ખાસ મેસેજ
ગુજરાત બોર્ડ પરીક્ષા 2026ના પ્રથમ દિવસે શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ કડી કેમ્પસની એમ.બી. પટેલ સ્કૂલમાં મુલાકાત લઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો. "પરીક્ષા એક ઉત્સવ છે, તેને આનંદભેર ઉજવો" એમ કહીને તેમણે ચિંતા મુક્ત થવા પ્રેરણા આપી. દરેક વિદ્યાર્થીને પુષ્પ, પેન, રાઈટિંગ પેડ અને સાકર ખવડાવી શુભેચ્છા પાઠવી.
આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓના ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી રિવાબા જાડેજાએ સેક્ટર-૨૩, કડી કેમ્પસ સ્થિત એમ. બી. પટેલ ઇંગ્લીશ મીડીયમ સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી સ્કુલની મુલાકાત લીધી હતી. તેમણે પરીક્ષાર્થીઓનો ઉત્સાહ વધારતા 'પરીક્ષાને ઉત્સવ' ગણાવી, ચિંતામુક્ત થઈ પેપર લખવા પ્રેરણા આપી હતી.
આ અવસરે શિક્ષણ મંત્રીએ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી વિદ્યાર્થીઓનું વ્યક્તિગત રીતે અભિવાદન કર્યું હતું. મંત્રીશ્રીએ દરેક વિદ્યાર્થીને પુષ્પ, પેન અને રાઈટિંગ પેડ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા.તથા ભારતીય પરંપરા મુજબ શુભ કાર્યની શરૂઆત મીઠા મોંથી કરાવતા, મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને સાકર ખવડાવી સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી.
સાથેજ 'પરીક્ષા એ તમારા જીવનના ઘડતરનું એક સોપાન છે, ડરવાનું કારણ નથી. મનને શાંત રાખી, આત્મવિશ્વાસ સાથે પરીક્ષા રૂપી આ ઉત્સવને ઉજવો તેમ જણાવતા શ્રી રિવાબા જાડેજાએ વિધાર્થીઓમાં નવા ઉત્સાહ અને ઉમંગમાં વધારો કર્યો હતો.
મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ શાળાના સંચાલકો સાથે વાતચીત કરી પરીક્ષા કેન્દ્ર પરની સુવિધાઓ અને સીસીટીવી કેમેરા જેવી સુરક્ષા વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરી હતી. વિદ્યાર્થીઓ કોઈપણ માનસિક તણાવ વગર પરીક્ષા આપી શકે તેવા વાતાવરણ બદલ તેમણે શાળા પરિવારની સરાહના કરી હતી.
આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, રાજ્ય વાળા યોજના ચેરપર્સનશ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર, કડી સર્વ વિશ્વ વિદ્યાલયના પ્રમુખશ્રી વલ્લભભાઈ પટેલ તથા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, શાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.